ચીર બત્તી
ચીર બત્તી કે છીર બત્તી એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા બન્ની ઘાસના મેદાનો[૧] (મોસમી જળપ્લવીત મેદાનો) અને આસપાસના કચ્છના રણના ક્ષાર ક્ષેત્રમાં દેખાતો ગેબી પ્રકાશ છે.[૨] સ્થાનિક ગ્રામજનો તેને કચ્છી-સિંધી ભાષામાં ચીર બત્તી કહે છે, ચીરનો અર્થ ભૂત અને બત્તીનો અર્થ પ્રકાશ થાય છે.[૧]
આનું વર્ણન એક અવર્ણનીય પ્રકાશ તરીકે થાય છે. અંધારી રાતોએ મર્ક્યુરી દીવા જેવા પ્રકાશ ધરાવતા આગના ગોળા જેવો તે દેખાય છે. તે ભૂરો, રાતો અને પીળો રંગ બદલે છે અને દોડતા દડા (પેરના આકાર) જેવો દેખાય છે. આ ગોળો તીર જેટલી ઝડપે ઉડે છે અથવા સ્થિર પણ હોય છે.[૩] સ્થાનીક દંત કથાઓ અનુસાર સદીઓથી આ પ્રકાશનું અસ્તિત્વ છે, પણ સ્થાનિક લોકોને બાદ કરતાં લોકો તે વિશે જાણતા નથી. લોકો તેને ગેબી પ્રકાશ કે ભૂતિયો પ્રકાશ કહે છે. અમુક સાક્ષીઓ અનુસાર તે પ્રકાશ તેમની સાથે સંતાકૂકડી રમતો અને અમુક લોકો અનુસાર તેમનો પીછો પણ કરતો.[૧] અમુક અહેવાલો અનુસાર આ પ્રકાશ રાત્રે ૮ વાગ્યા પછી જ દેખાય છે અને તે જમીનથી ૨ થી ૮ ફૂટ ઊંચાઈએ જોવા મળે છે. અને જો તેમનો પીછો કરો તો મુખ્ય રસ્તા પરથી છૂટા પાડી તે જંગલમાં કાંટાળા ઝાંખરા, રણ કે ક્ષાર ભૂમિ તરફ લઈ જાય છે.[૧] એક સ્થાનિક અને યુ.એસ.ના પક્ષીવિશારદોના એક જૂથ અને ભારત પાકિસ્તાન સરહદે ભારતીય સીમા સુરક્ષા દળના ચોકી કરતા સૈનિકોએ આ પ્રકાશ જોયો છે.
આધુનિક વિજ્ઞાન પ્રમાણે આવા પ્રકાશનો ઉદ્ભવ ફોસ્ફાઈન (PH3), ડાયફોસ્ફેટ (P2H4) અને મિથેન (CH4) ના ઓક્સિડેશનને કારણે થાય છે. જેને કારણે ફોટોન ઉત્સર્જીત છે. આ સંયોજનો કાર્બનિક પદાર્થોના વિઘટનને કારણે ઉત્પન્ન થઈ શકે છે. ફોસ્ફાઈન (PH3), ડાયફોસ્ફેટનું મિશ્રણ હવામાંના ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી સ્વયંભૂ સળગી ઊઠે છે. નાના પ્રમાણમાં સળગેલા ફોસ્ફાઈન (PH3), ડાયફોસ્ફેટ (P2H4) હવાના અન્ય મિથેનના મોટા જથ્થાને સળગાવે છે અને અલ્પકાલિન આગ નિર્માણ થાય છે. વળી, ફોસ્ફાઈન ઉપપેદાશ તરીકે ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ બનાવે છે જે પાણીની વરાળના સંપર્કમાં આવતાં ફોસ્ફોરિક ઍસિડ બનાવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Ghost lights that dance on Banni grasslands when it’s very dark; by D V Maheshwari; August 28, 2007; The Indian Express Newspaper
- ↑ "I read somewhere that on dark nights there are strange lights that dance on the Rann. The locals call them cheer batti or ghost lights. It’s a phenomenon widely documented but not explained." SOURCE: Stark beauty (Rann of Kutch); Bharati Motwani; September 23, 2008; India Today Magazine, Cached: Page 2 of 3 page article with these search terms highlighted: cheer batti ghost lights rann kutch [૧], Cached: Complete View - 3 page article seen as a single page [૨]
- ↑ "Chir Batti". Wondermondo. ૨૯ ઓગસ્ટ ૨૦૧૦. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૦.