લખાણ પર જાઓ

ચેસ્ટર કાર્લસન

વિકિપીડિયામાંથી

ચેસ્ટર કાર્લસન એ અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારક હતા. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનની શોધ કરી હતી. એક મિનિટ કરતાં ઓછા સમયમાં નકલ કરી આપતા આ ફોટો કોપીઅર મશીનની શોધ કરતાં કાર્લસનને વર્ષો સુધી મહેનત કરવી પડી હતી. ચેસ્ટર કાર્લસનનો જન્મ ૮ ફેબ્રુઆરી, ૧૯૦૬ના રોજ અમેરીકાના સિએટલ શહેરમાં થયો હતો. તેમના પિતા વાળંદનો વ્યવસાય કરતા હતા. કાર્લસને કિશોરવયમાં જ પોતાનાં માતાપિતા ગુમાવ્યાં હતાં.

અભ્યાસ દરમિયાન નાનાં મોટાં કામ કરી પોતાનો તેમજ પરિવારનો નિર્વાહ કરી તેઓ સ્નાતક થયા હતા. સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ન્યૂયોર્કમાં એક જાણીતી પ્રયોગશાળામાં એન્જિન્યર તરીકે જોડાયા પરંતુ મંદીને કારણે તેમણે નોકરી ગુમાવવી પડી હતી. આખરે તેમણે એક પુસ્તકાલયમાં નોકરી કરવા માંડી. આ સાથે તેઓ પોતાની નાની પ્રયોગશાળામાં જાતજાતના પ્રયોગો કરી કાગળ પર નકલ છાપવા પ્રયત્નશીલ રહેતા. આ મુશ્કેલીભર્યાં અને મહેનતપૂર્ણ ૨૦ વર્ષ પછી એમણે નાણાંકીય ભીડ હોવા છતાં પણ ઇ.સ. ૧૯૫૯માં ઝેરોક્ષ મશીન સંપૂર્ણપણે તૈયાર કર્યું. ત્યારબાદ તેમને ઘણાં સન્માન મળ્યાં તથા આર્થિક રીતે પણ તેમને અઢળક નાણાં પણ પ્રાપ્ત થયાં હતાં. ઇ. સ. ૧૯૬૮માં ૧૯મી સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન ન્યૂયોર્ક ખાતે થયું હતું, એ પહેલાં તેમણે પોતાની મોટાભાગની સંપત્તિ દાનમાં અર્પણ કરી હતી.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]