જખૌ (તા. અબડાસા)
જખૌ | |||||
— ગામ — | |||||
અક્ષાંશ-રેખાંશ | 23°13′07″N 68°42′54″E / 23.218611°N 68.715041°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | કચ્છ | ||||
વસ્તી | ૪,૦૭૬ (૨૦૦૧) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
• 15 metres (49 ft) | ||||
કોડ
|
જખૌ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું ગામ છે.[૧] જખૌ તાલુકાના મુખ્ય મથક નલિયાથી પશ્ચિમ-નૈઋત્યે ૧૭ કિમી દૂર આવેલું છે. જખૌ બંદર પશ્ચિમે ૮ કિમી દૂર આવેલું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]જખૌ ગામ અને બંદરનું નામ વિખ્યાત જખ બોંતેરા પરથી પડ્યું હતું, જેમનું જહાજ કચ્છના કાંઠા પર હાલના જખૌ બંદરે તૂટી ગયું હતું. તેઓ લાંબા અને ગોરા અને આગળ પડતા હતા અને તેઓની સંખ્યા ૭૨ હતી, જેમાં ઓછામાં ઓછી એક સ્ત્રીનો સમાવેશ થતો હતો. તેમનું મૂળ સ્પષ્ટ નહોતું.[૨][૩]
મધ્યકાલીન સમયમાં, જખૌ એ વ્યસ્ત બંદર અને માલ સામાનના સંગ્રહસ્થાન માટે જાણીતું હતું.[૪] તેમ છતાં, ગોડિયા ખાડી પૂરાતા તેમજ જહાજોના કદમાં વધારો થતાં, મોટાભાગનો વેપાર માંડવી અને મુંબઈ ખાતે જતો રહ્યો. અહીંથી મીઠું[૫], કપાસ, જુવાર, દિવેલની નિકાસ થતી હતી અને પછીથી કપડાં અને તમાકુનો વેપાર વધ્યો. આયાત મોટાભાગે ચોખા, લાકડું, સૂકા મેવા તેમજ ખાંડની હતી.[૬]
૧૯૯૮માં આવેલા વાવાઝોડામાં જખૌ બંદરને ભારે નુકશાન પહોંચ્યું હતું. હવે અહીં મુખ્ય વ્યવસાય માછીમારીનો છે.[૭]
વસ્તી
[ફેરફાર કરો]૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ જખૌની વસ્તી ૪,૦૭૬ વ્યક્તિઓની હતી, જેમાં ૨,૦૩૨ (૪૯.૯%) અને ૨,૦૪૪ સ્ત્રીઓ (૫૦.૧%)નો સમાવેશ થતો હતો.[૮]
આ પણ જુઓ
[ફેરફાર કરો]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Villages of Abdasa Taluka". Kutch District. મૂળ સંગ્રહિત માંથી 2012-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-21. સંગ્રહિત ૨૦૧૨-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન
- ↑ Simpson, Edward (૨૦૦૯). "Chapter 1. Texts, Machinations and the Past". Muslim Society and the Western Indian Ocean: The Seafarers of Kachchh. London: Routledge. પૃષ્ઠ 40. ISBN 978-0-415-54377-4.
- ↑ Dilipsinh, K. S. (૨૦૦૪). Kutch: In Festival And Custom. New Delhi: Har-Anand Publications. પૃષ્ઠ 59–60. ISBN 978-81-241-0998-4.
- ↑ Mehta, Lyla (૨૦૦૫). "Water and Identity in Kutch". The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western India. New Delhi: Orient Longman. પૃષ્ઠ 69. ISBN 978-81-250-2869-7.
- ↑ Aggarwal, Shugan Chand (૧૯૭૬). The Salt Industry in India (third આવૃત્તિ). New Delhi: Controller of Publications, Government of India. પૃષ્ઠ ૨૦૧. OCLC 427303131.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૩.
- ↑ Fishmarc & Kutch Nav Nirman Abhiyan (૨૦૧૦). "Kutch Coast – People, Environment & Livelihoods" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-21. સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન
- ↑ "Census 2001 Population Finder: Gujarat: Kachchh: Abdasa: Jakhau". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત માંથી 2013-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-21.