જર્મન ભાષા

વિકિપીડિયામાંથી

જર્મન ભાષાયુરોપ ખંડમાં આવેલા જર્મની દેશની અધિકૃત ભાષા અને રાષ્ટ્રભાષા છે. તે મોટેભાગે મધ્ય યુરોપમાં બોલાય છે. તે જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝર્લેન્ડ, લિચટેન્સ્ટાઇન અને ઇટાલિયન પ્રાંતના દક્ષિણ ટાયરોલમાં સૌથી વ્યાપકપણે બોલાતી અને સત્તાવાર અથવા સહ-સત્તાવાર ભાષા છે. તે લક્ઝમબર્ગ અને બેલ્જિયમની સહ-સત્તાવાર ભાષા પણ છે, તેમજ નામિબિયામાં રાષ્ટ્રીય ભાષા પણ છે. જર્મન પશ્ચિમ જર્મનભાષાની શાખાની અંદરની અન્ય ભાષાઓ જેવી જ છે, જેમાં આફ્રિકન્સ, ડચ, અંગ્રેજી, ફ્રિસિયન ભાષાઓ, લો જર્મન, લક્ઝમબર્ગિશ, સ્કોટ્સ અને યિદ્દિશનો સમાવેશ થાય છે. તેમાં ઉત્તર જર્મનિક જૂથની કેટલીક ભાષાઓ, જેમ કે ડેનિશ, નોર્વેઅને સ્વીડિશ સાથે શબ્દભંડોળમાં ગાઢ સમાનતાઓ પણ છે. જર્મન અંગ્રેજી પછી બીજી સૌથી વ્યાપક પણે બોલાતી જર્મનભાષા છે.

જર્મન ભાષા વિશ્વની મુખ્ય ભાષાઓમાંની એક છે. તે યુરોપિયન યુનિયનની અંદર સૌથી વધુ બોલાતી મૂળ ભાષા છે. જર્મનને વિદેશી ભાષા તરીકે પણ વ્યાપક પણે શીખવવામાં આવે છે, ખાસ કરીને યુરોપમાં અને યુનાઇટેડ સ્ટેટ્સમાં, જ્યાં તે અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પછીની ત્રીજી સૌથી વધુ શીખવવામાં આવેલી વિદેશી ભાષા છે. આ ભાષા ફિલસૂફી, ધર્મશાસ્ત્ર, વિજ્ઞાન અને તકનીકીના ક્ષેત્રોમાં પ્રભાવશાળી રહી છે. તે બીજી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વૈજ્ઞાનિક ભાષા છે અને વેબસાઇટ્સ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ભાષાઓમાંની એક છે. જર્મન ભાષી દેશો નવા પુસ્તકોના વાર્ષિક પ્રકાશનની દ્રષ્ટિએ પાંચમા ક્રમે છે, જેમાં વિશ્વના તમામ પુસ્તકો (ઇ-પુસ્તકો સહિત)નો દસમો ભાગ જર્મન ભાષામાં પ્રકાશિત થયો છે.

જર્મન ભાષાએ ૬ દેશ ની મુખ્ય ભાષા કે સત્તાવાર ભાષા છે. અને ૧૩ દેશમા ઓછા પ્રમાણમા બોલાય છે.