લખાણ પર જાઓ

જવાહર દ્વીપ

વિકિપીડિયામાંથી
(જવાહર દ્વિપ થી અહીં વાળેલું)
જવાહર દ્વીપ
Butcher Island
ટાપુ
જવાહર દ્વીપ ખાતે તેલવાહક જહાજ ટર્મિનલ
જવાહર દ્વીપ ખાતે તેલવાહક જહાજ ટર્મિનલ
જવાહર દ્વીપ Butcher Island is located in મુંબઈ
જવાહર દ્વીપ Butcher Island
જવાહર દ્વીપ
Butcher Island
અક્ષાંશ-રેખાંશ: 18°58′N 72°54′E / 18.96°N 72.90°E / 18.96; 72.90
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
શહેરમુંબઈ
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય (IST))

જવાહર દ્વીપ (અંગ્રેજી: Jawahar Dweep) (પહેલાંના સમયમાં બુચર આઇલેન્ડ) ભારત દેશના મુંબઈ શહેર નજીક દરિયાકિનારે આવેલ એક ટાપુ છે. આ ટાપુ ખનીજ તેલ ટર્મિનલ તરીકે મુંબઈ બંદર પ્રાધિકરણ દ્વારા વાપરવામાં આવતો હોવાથી પોર્ટ સત્તાવાળાની પરવાનગી સિવાય અહીં જઈ શકાતું નથી. ખનીજ તેલનો સંગ્રહ કરી શકાય તેવી વિશાળ ટાંકીઓ આ ટાપુ પર છે. ત્યાંથી તેઓ પાઈપ લાઈન દ્વારા શુદ્ધિકરણ માટે વડાલા, મુંબઈ ખાતે લઈ જાય છે. આ સવલત શહેરને દુર્ઘટનાઓથી સલામત રાખે છે. અહીં વિકાસ માટે અન્ય ખનિજ તેલ ટર્મિનલ બનાવવા માટે ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા છે. મોટા તેલવાહક જહાજો માટે યોગ્ય ઊંડાણ મળે તે માટે આ ટાપુ પર બની રહેલા નવા ટર્મિનલની આસપાસ ડ્રેજિંગ કામ પણ હાલમાં હાથ ધરવામાં આવી રહ્યું  છે.

આ ટાપુ એક પ્રતિબંધિત વિસ્તાર છે અને મોટા ભાગનો ટાપુ ગાઢ વનસ્પતિઓ વડે આવરી લેવામાં આવેલ છે. ટાપુના કેન્દ્ર ભાગમાં ટેકરીનો ભાગ આવેલ છે. આ ટાપુ મુંબઈ શહેરના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતેથી 8.25 kilometres (5.13 mi) જેટલા અંતરે આવેલ છે.