લખાણ પર જાઓ

જૂના ભવનાથ મંદિર, મ‌ઉ

વિકિપીડિયામાંથી

જૂના ભવનાથ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકામાં આવેલા મઉ ગામ ખાતે આવેલું એક પ્રાચીન મંદિર છે.

તાલુકા મથક ભિલોડાથી આશરે ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલું આ સ્થળ લગભગ ૧૩૦૦ વર્ષ જૂનું હોવાનો આધાર શિલાલેખ પરથી મળે છે. ભવનાથનું નામ ભૃગુકુંડને લીધે જાણીતું છે. આ કુંડની માટીથી સ્નાન કરવાથી કોઢનો રોગ મટે છે એવી સ્થાનિક માન્યતા છે. આ સ્થળ પર મહાદેવનું મંદિર તથા ભૃગુઋષિના પુત્ર અવનઋષિનું મંદિર પણ આવેલ છે. આ સ્થળ હાથમતી નદી પરના બંધના તટ ઉપર અને ડુંગરોની વચ્ચે રમણીય સ્થાન પર આવેલું છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રિના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે.[][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "જુના ભવનાથ મંદિર". સાબરકાંઠા જિલ્લા પંચાયત. ૩૧ મે ૨૦૧૬. મૂળ માંથી 2016-03-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૬.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૩૩.