લખાણ પર જાઓ

જેકી શ્રોફ

વિકિપીડિયામાંથી
જેકી શ્રોફ
જન્મ૧ ફેબ્રુઆરી ૧૯૫૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા, અભિનેતા Edit this on Wikidata
બાળકોટાઇગર શ્રોફ Edit this on Wikidata
વેબસાઇટhttp://jackieshroff.in/ Edit this on Wikidata

જેકી શ્રોફ (જન્મનું નામ:જયકિશન કાકુભાઈ શ્રોફ, ૧ ફેબ્રુઆરી, ૧૯૫૭) હિન્દી ચલચિત્ર જગતના એક પ્રખ્યાત અભિનેતા છે.

જેકી શ્રોફનો જન્મ ૧ ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ એક ગુજરાતી કુટુંબમાં થયો હતો. એમનું વાસ્તવિક નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે, એમના પિતાનું નામ કાકાભાઈ હરિભાઈ શ્રોફ છે અને માતાનું નામ રીટા શ્રોફ છે. તેઓ મુંબઈ શહેરના વાલકેશ્વર વિસ્તારમાં તીન બત્તી ખાતે એક ચાલીમાં રહેતા હતા. ફિલ્મોમાં આવતાં પહેલાં તેમણે કેટલીક ધંધાદારી જાહેરખબરોમાં એક મોડેલ તરીકે કામ કર્યું હતું. તેમને સૌ પ્રથમ દેવઆનંદની ફિલ્મ સ્વામી દાદામાં એક નાની ભૂમિકા મળી હતી. ૧૯૮૩ના વર્ષમાં નિર્માતા દિગ્દર્શક સુભાષ ઘાઈએ તેમને ફિલ્મ હીરોમાં અગ્રણી ભૂમિકા પૂરી પાડવાનું કાર્ય સોંપ્યું. આ ફિલ્મ ખૂબ જ સફળ થઈ અને તેઓ રાતોરાત મોટા અભિનેતા (સ્ટાર) બની ગયા. ૮૦ના દાયકામાં તેમણે તેમની પ્રેમિકા આયશા દત્ત સાથે લગ્ન કર્યાં. આયશા પછીથી એક ફિલ્મની નિર્માત્રી પણ બની હતી. તેઓ બંને જેકી શ્રોફ એન્ટરટેઇનમેન્ટ લિ. નામની મીડિયા કંપની પણ ચલાવે છે. તેમના સોની ટીવીમાં પણ ૧૦% શેર હતા, જે તેમણે ૨૦૧૨ના વર્ષમાં વેચી દીધા હતા. તેમને બે બાળકો છે, જેમાં પુત્રનું નામ ટાઇગર (જય હેમંત) અને પુત્રીનું નામ કૃષ્ણા છે.

સન્માન

[ફેરફાર કરો]
  • ૧૯૯૦ વિજેતા: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - પરિંદા
  • ૧૯૯૪ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - ગર્દિશ
  • ૧૯૯૪ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - ખલનાયક
  • ૧૯૯૫ વિજેતા: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - ૧૯૪૨ એ લવ સ્ટોરી
  • ૧૯૯૬ વિજેતા: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - રંગીલા
  • ૧૯૯૭ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - અગ્નિસાક્ષી
  • ૨૦૦૧ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર - મિશન કાશ્મીર
  • ૨૦૦૨ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - યાદેં
  • ૨૦૦૩ નામાંકિત: ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહઅભિનેતા પુરસ્કાર - દેવદાસ
  • ૨૦૦૭ વિશેષ ગૌરવ નિર્ણાયક સમિતિ પુરસ્કાર (વિશેષ ઑનર જ્યુરી એવોર્ડ) હિન્દી સિનેમા માટે ઉત્તમ યોગદાન માટે
  • ૨૦૧૪ વિજેતા: ઉત્તમ પરિધાન માટે GQ સામાયિક તરફથી

મુખ્ય ફિલ્મો

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ પાત્ર નોંધ
૨૦૧‌૬ હાઉસફુલ ૩ ઊર્જા નાગરે
૨૦૧૬ જજ્બા
૨૦૧૫ ચોક એન ડસ્ટર
૨૦૧૫ બ્રધર્સ ગેરી ફર્નાન્ડિઝ
૨૦૧૪ હેપી ન્યૂ ઇયર ચરણ ગ્રોવર
૨૦૧૩ ધૂમ ૩
૨૦૧૩ મહાભારત દુર્યોધન
૨૦૧૩ ઔરંગઝેબ (ફિલ્મ)
૨૦૧૩ શૂટ આઉટ એટ વડાલા
૨૦૧૦ એક સેકન્ડ... જો જિંદગી બદલ દે?
૨૦૧૦ માલિક એક
૨૦૧૦ વીર
૨૦૦૯ કિસાન
૨૦૦૯ એક - ધ પાવર ઓફ વન
૨૦૦૭ એકલવ્ય
૨૦૦૭ ફૂલ એન ફાઈનલ
૨૦૦૭ કુર્બાની
૨૦૦૭ ફર્સ્ટ ફિયર
૨૦૦૭ આતિશેં
૨૦૦૬ અપના સપના મની મની
૨૦૦૬ નકશા
૨૦૦૬ ભાગમભાગ
૨૦૦૬ ભૂત અંકલ
૨૦૦૬ મેરા દિલ લેકે દેખો
૨૦૦૬ અસ્ત્રમ
૨૦૦૫ સુખ
૨૦૦૫ ક્યોંકિ
૨૦૦૫ ડિવોર્સ
૨૦૦૫ અંતર્મહલ
૨૦૦૫ તુમ હો ના
૨૦૦૪ આન
૨૦૦૪ દોબારા
૨૦૦૪ હલચલ
૨૦૦૩ તીન દીવારેં
૨૦૦૩ સંધ્યા
૨૦૦૩ સમય
૨૦૦૩ બૂમ
૨૦૦૩
એક ઔર એક ગ્યારહ
૨૦૦૩ બાજ
૨૦૦૨ દેવદાસ ચુન્ની બાબુ
૨૦૦૨ અગ્નિ વર્ષા પરવસુ
૨૦૦૨ ક્યા યહી પ્યાર હૈ
૨૦૦૨ પિતા
૨૦૦૨ મુલાકાત
૨૦૦૧ યાદેં રાજ સિંહ પુરી
૨૦૦૧ સેન્સર
૨૦૦૧ લજ્જા રઘુ
૨૦૦૧ ફર્જ
૨૦૦૧ બસ ઇતના સા ખ્વાબ હૈ
૨૦૦૧ અલબેલા
૨૦૦૧ વન ટૂ કા ફોર
૨૦૦૧ ગ્રહણ
૨૦૦૧ હદ
૨૦૦૦ રેફ્યુજી
૨૦૦૦ મિશન કશ્મીર
૨૦૦૦ કહીં પ્યાર ના હો જાયે
૨૦૦૦ જંગ
૨૦૦૦ ગેંગ
૧૯૯૯ કોહરામ
૧૯૯૯ ફૂલ ઔર આગ
૧૯૯૯ આગ હી આગ
૧૯૯૯ હોતે હોતે પ્યાર હો ગયા
૧૯૯૯ કારતૂસ
૧૯૯૯ લાવારિસ
૧૯૯૯ સિર્ફ તુમ
૧૯૯૮ તિરછી ટોપીવાલે
૧૯૯૮ કભી ના કભી
૧૯૯૮ બદમાશ
૧૯૯૮ યમરાજ
૧૯૯૮ ઉસ્તાદોં કે ઉસ્તાદ
૧૯૯૮ બંધન
૧૯૯૮ યુગપુરુષ
૧૯૯૮ દો હજાર એક
૧૯૯૮ જાને જિગર
૧૯૯૮ હપ્તાવસૂલી
૧૯૯૭ શેર બાજાર
૧૯૯૭ બોર્ડર
૧૯૯૭ આર યા પાર
૧૯૯૭ શપથ
૧૯૯૭ વિશ્વવિધાતા
૧૯૯૬ બંદિશ
૧૯૯૬ રિટર્ન ઓફ જ્વેલથીફ
૧૯૯૬ અગ્નિસાક્ષી સૂરજ
૧૯૯૬ ચાલ
૧૯૯૬ કલિંગા
૧૯૯૬ શિકાર
૧૯૯૬ તલાશી
૧૯૯૫ દુશ્મની
૧૯૯૫ રામ શસ્ત્ર
૧૯૯૫ ત્રિમૂર્તિ
૧૯૯૫ મિલન
૧૯૯૫ ગોડ એન્ડ ગન
૧૯૯૫ રંગીલા કમલ
૧૯૯૪ સ્ટંટમેન
૧૯૯૪ ચૌરાહા
૧૯૯૩ શતરંજ
૧૯૯૩ કિંગ અંકલ કિંગ અંકલ
૧૯૯૩ રૂપકી રાની ચોરોંકા રાજા
૧૯૯૩ ૧૯૪૨: એ લવસ્ટોરી શુભંકર
૧૯૯૩ આઈના
૧૯૯૩ ગર્દિશ
૧૯૯૩ અંતિમ ન્યાય
૧૯૯૩ હસ્તી
૧૯૯૩ ખલનાયક રામ
૧૯૯૨ અંગાર
૧૯૯૨ પોલિસ ઓફિસર
૧૯૯૨ પ્રેમ દિવાને આશુતોષ
૧૯૯૨ દિલ હી તો હૈ
૧૯૯૨ લાટસાબ
૧૯૯૨ સંગીત
૧૯૯૧ અકેલા
૧૯૯૧ લક્ષ્મણ રેખા
૧૯૯૧ ૧૦૦ ડેઇઝ રામ
૧૯૯૧ હપ્તા બંધ
૧૯૯૧ સૌદાગર
૧૯૯૦ દૂધ કા કર્જ
૧૯૯૦ જીને દો
૧૯૯૦ વર્દી
૧૯૯૦ બાપ નંબરી બેટા દસ નંબરી
૧૯૯૦ પત્થર કે ઇન્સાન
૧૯૯૦ આઝાદ દેશ કે ગુલામ
૧૯૮૯ પરિન્દા
૧૯૮૯ રામ લખન રામ
૧૯૮૯ સચ્ચે કા બોલબાલા
૧૯૮૯ મૈં તેરા દુશ્મન
૧૯૮૯ કાલા બાજાર
૧૯૮૯ સિક્કા
૧૯૮૯ હમ ભી ઇન્સાન હૈ
૧૯૮૯ ત્રિદેવ
૧૯૮૮ આખિરી અદાલત
૧૯૮૮ ફલક
૧૯૮૭ ઉત્તર દક્ષિણ
૧૯૮૭ કાશ
૧૯૮૭ કુદરત કા કાનૂન
૧૯૮૭ જવાબ હમ દેંગે
૧૯૮૭ મર્દ કી જબાન
૧૯૮૭ સડક છાપ
૧૯૮૭ દિલજલા
૧૯૮૬ હાથોં કી લકીરેં
૧૯૮૬ દહલીજ
૧૯૮૬ અલ્લારખ્ખા
૧૯૮૬ પાલેખાન
૧૯૮૬ મેરા ધર્મ
૧૯૮૬ કર્મા
૧૯૮૫ શિવા કા ઈન્સાફ
૧૯૮૫ જાનૂ
૧૯૮૫ યુદ્ધ
૧૯૮૫ મેરા જવાબ
૧૯૮૫ પૈસા યે પૈસા
૧૯૮૫ તેરી મેહરબાનિયાં
૧૯૮૪ અંદર બાહર
૧૯૮૩ હીરો જયકિશન
૧૯૮૨ સ્વામી દાદા
૧૯૭૩ હીરા પન્ના

નિર્માતા

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ નોંધ
૨૦૦૧ ગ્રહણ
૨૦૦૦ જિસ દેશમેં ગંગા રહતા હૈ

સંદર્ભો

[ફેરફાર કરો]