ડેક્કન ક્વિન

વિકિપીડિયામાંથી

ડેક્કન ક્વીનમુંબઈ અને પુના વચ્ચે ચાલતી એક પેસેન્જર ટ્રેનનું નામ છે. આ રેલગાડીને મરાઠીમાં દખ્ખનચી રાણી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ રેલગાડી ઘણા બધા લોકોના માટે મહારાષ્ટ્ર રાજ્યનાં આ બે મુખ્ય શહેરો વચ્ચે દરરોજના પ્રવાસ કરવા માટેનું એક મહત્વનું સાધન છે.

સમય[ફેરફાર કરો]

ડેક્કન ક્વીન પુના રેલવે સ્થાનક પરથી સવારના ૭:૧૫ વાગ્યાના સમયે પ્રયાણ કરતી હોય છે અને સવાત્રણ કલાકની મુસાફરી ખેડ્યા બાદ સવારના ૧૦:૩૦ વાગ્યાના સમયે મુંબઈ ખાતે આવેલા રેલવે મથક છત્રપતી શિવાજી ટર્મિનસ પર તેનું આગમન થાય છે. છત્રપતી શિવાજી ટર્મિનસ પરથી ફરી આ રેલગાડી સાંજના ૫:૧૦ વાગ્યાના સમયે પ્રયાણ કરતી હોય છે અને રાત્રીના ૮:૨૫ વાગ્યાના સમયે પુના રેલવે સ્થાનક પર તેનું આગમન થાય છે.

ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૩૦મી નવેમ્બર ૨૦૦૬ : ૬૦૦૦ દલિત લોકોની ઉગ્ર ભીડ દ્વારા યાત્રિકોને ઉતારી દઇને ઉલ્હાસનગર નજીક આ ટ્રેનના ૭ (સાત) ડબ્બાઓ સળગાવી દિધા હતા.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Dalits go on a rampage". 2006-11-30. મૂળ માંથી 2017-06-22 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-30.