ઢાંચાની ચર્ચા:Nutritionalvalue

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આભાર ધવલભાઇ... તમે તો ખુબ જલદિ ટૅમ્પ્લેટ મુકી દિધું... પોષણ મુલ્યો આ શબ્દ સારો પ્રયોજવામા આવ્યો છે. વધુમાં પ્રોટિન એટલે ઓજસ દ્રવ્ય, ફેટ એટલે ચરબી વગેરે પણ કદાચ યોગ્ય રહેશે? --Maharshi675 મહર્ષિ

મહર્ષિભાઇ, આપને મારું કામ ગમ્યું તે બદલ આભાર. પરંતુ હજુ એક એરર આવે છે, તેને દૂર કરવાનો પ્રયત્ન કરૂં છું, બને તો હમણાં આ ઢાંચાનો ઉપયોગ ના કરશો. ફેટનું ચરબી તો મે કર્યું જ છે, પરંતુ મોનોસેચ્યુરેટ ચરબી તેવું વાંચવામાં યોગ્ય નથી લાગતું એટલે મે તેને મોનોસેચ્યુરેટ ફેટજ રહેવા દીધું છે, સેચ્યુરેટેડ ફેટનું મે સંતૃપ્ત ચરબી કર્યું છે, તથા ફક્ત ઢાંચામાં અંગ્રેજી પર્યાય જોવા મળશે, જે તે શબ્દની ઉપર ક્લિક કરવાથી તો તે મુળ ગુજરાતી શબ્દ વાળા પાના ઉપરજ લઇ જશે. વધુમાં પ્રોટિનનું ગુજરાતી 'ઓજસ દ્રવ્ય' મને યોગ્ય નથી લાગતું, તે કોઇ ભદ્રંભદ્ર જેવું લાગે છે, મે પણ ડિક્શનરીમાં તે જોયું હતું પણ તમેજ કહો તમે ક્યારેય આ શબ્દ આજ પહેલાં સાંભળ્યો હતો? વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોવાથી મને યાદ છે કે પ્રોટિનનું ગુજરાતી કશુંક વધુ સરળ અને જાણીતું છે, હું તે યાદ કરવાનો પ્રયત્ન કરૂં છું, જેવું યાદ આવી જશે તકે તરત જ ઢાંચામાં ઉમેરી દઇશ. મે ઢાંચાનાં કળનાં શબ્દો (Key words) એમના એમ રહેવા દીધા છે જેથી, આપણે અંગ્રેજી લેખમાંથી પુરેપુરૂં લખાણ ઉપાડીને ફક્ત અંગ્રેજી આંકડાનું ગુજરાતી કરવાનું રહે અને gની જગ્યાએ ગ્રામ તથા mgની જગ્યાએ મિલિગ્રામ કરવાનું રહે. આપનાં અન્ય કોઇ સુચનો હોય તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૨, ૨૨ જુલાઇ ૨૦૦૮ (UTC)
જો યાદ આવી ગયું, નત્રલ, નત્રલ એટલે પ્રોટિન. ઢાંચામાં પણ સુધારી દીધું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૮, ૨૨ જુલાઇ ૨૦૦૮ (UTC)
મહર્ષિભાઇ, તકલીફ ગુજરાતી આંકડાઓને કારણે હતી. બાકી ઢાંચો એકદમ બરાબર છે. તમે હવે તેનો ઉપયોગ કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૩, ૨૨ જુલાઇ ૨૦૦૮ (UTC)