તિલકવાડા તાલુકો

વિકિપીડિયામાંથી
તિલકવાડા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોનર્મદા
મુખ્ય મથકતિલકવાડા
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫૬૦૬૧
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

તિલકવાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાનો તાલુકો છે. તિલકવાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

આ તાલુકાની કુલ વસ્તી ૫૬,૦૬૧ જેટલી છે, જે પૈકી પુરુષોની સંખ્યા ૨૬,૨૯૫ અને સ્ત્રીઓની સંખ્યા ૨૬,૭૭૨ જેટલી છે. આ તાલુકામાં અક્ષરજ્ઞાન ધરાવતા પુરુષોની સંખ્યા ૨૩,૨૮૯ અને સ્‍ત્રીઓની સંખ્યા ૧૩,૪૪૨ જેટલી છે.

અહીંના મુખ્ય પાકો મગફળી, મકાઈ, જુવાર, કપાસ, ઘઉં, ચણા, લસણ તથા કઠોળ છે. આ તાલુકામાં જરખ, રોઝ, નાર, કાળીયાર, સાહુડી વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

તાલુકાની મુખ્ય નદીઓ નર્મદા, મેણ, અશ્વિન, હેરણ છે. જે પૈકી નર્મદા નદી વડે આ તાલુકાની દક્ષિણ-પશ્ચિમ સરહદ બનેલી છે. આ તાલુકામાં વજીરીયા, ભાદરવા દેવ વગેરે પર્વતો આવેલા છે.

તિલકવાડા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

તિલકવાડા તાલુકામાં ૯૭ જેટલાં ગામડાંઓ આવેલાં છે.

તિલકવાડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]