તૃશ્શૂર

વિકિપીડિયામાંથી
(થ્રિસુર થી અહીં વાળેલું)
તૃશ્શૂર
Trichur (Anglicized Name)
Thrisivaperoor(Old Name)
Cultural Capital of Kerala
—  city  —
તૃશ્શૂરનું
કેરળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 10°31′N 76°13′E / 10.52°N 76.21°E / 10.52; 76.21
દેશ ભારત
રાજ્ય કેરળ
જિલ્લો Thrissur district
Mayor R. Bindu
વસ્તી

• ગીચતા

૩,૧૭,૪૭૪ (2001)

• 3,100/km2 (8,029/sq mi)

અધિકૃત ભાષા(ઓ) મલયાલમ,અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

101.43 square kilometres (39.16 sq mi)

• 2.83 metres (9.3 ft)

કોડ
  • • પીન કોડ • 680XXX
    • ફોન કોડ • +0487
    વાહન • KL-8
Footnotes
  • Temperature Range: 22.5 °C -35 °C
વેબસાઇટ www.corporationofthrissur.org
એક જ નામના જિલ્લા માટે તૃશ્શૂર જિલ્લો જુઓ

તૃશ્શૂર audio speaker iconpronunciation મલયાલમ: തൃശൂര്‍ પહેલા ત્રિચુરના નામે ઓળખાતું હતું. જે ભારતના કેરાલા નામના રાજ્યનું એક શહેર છે. આ થ્રિસુર જિલ્લાનું વડું મથક છે. આ ઉપરાંત કેરાલાનાં 'સાંસ્કૃતિક પાટનગર' તરીકે પણ ઓળખાય છે. તૃશ્શૂર શહેર 65 એકરના ટેકરી વાળા વિસ્તારમાં વિકસીત થયેલું શહેર છે. (જેને થેક્કીનકાડુ મેદાન કહેવાય છે.) જે વેડાક્કુમનાથન મંદિર નજીક છે. આ વિસ્તાર શહેરનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર છે. જે ધાર્મિક અનુભવ સાથે તહેવારો, ઐતિહાસિક સ્થળો અને કુદરતી સ્થળો પણ દર્શાવે છે. તૃશ્શૂર કેરાલનું ચોથા નંબરનું સૌથી મોટું શહેર છે. જેનું સૌથી નજીકનું હવાઇમથક કોચીન આંતરરાષ્ટ્રિય હવાઇમથક, નેદુમ્બસેરી છે.

ભારતની આર્થિક અભ્યાસ કરતી કંપની ઇન્ડિકસના રહેઠાણ માટેના શહેરો અંગેનો એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અનુસાર, રહેણાંક, આવક અને રોકાણની દ્રષ્ટિએ તૃશ્શૂર ભારતના રહેવા લાયક સ્થળોમાં સાતમો ક્રમ ધરાવે છે. ઇન્ડિકસ સર્વેમાં 6 માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સ્વાસ્થ્ય, ભણતર, પર્યાવરણ, સલામતી, જાહેર સેવા અને મનોરંજનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.[૧] તૃશ્શૂર એ જગ્યા છે, જ્યાંથી ખ્રિસ્તિ અને ઇસ્લામ ધર્મ ભારતમાં આવ્યા હતા. જ્યાં સેન્ટ થોમસ દ્વારા 2000 વર્ષ પહેલા પગલાં પાડવામાં આવ્યા હતા અને દેશની પ્રથમ મસ્જિદ 7મી સદીમાં સ્થાપવામાં આવી હતી. [૨] તૃશ્શૂર તેના થ્રિસુર પૂરમ તહેવાર માટે જાણીતું છે. જે કેરાલાનો સૌથી રંગીન અને દર્શનીય મંદિર નો તહેવાર છે. આ તહેવાર થેકીનકાડુ મેદાનમાં એપ્રિલ કે મે માસમાં યોજવામાં આવે છે. થીરુવમ્બાદી મંદિર, વાડાક્કુમનાથ મંદિર અને પારામેક્કાવુ મંદિર ઉપરાંત ધી અવર લેડી ઓ લોર્ડસ મેટ્રોપોલિટન કેથેડ્રલ અને ધી બેસીલીકા ઓફ અવર લેડી ઓફ ડોલોરસ(પુથાન પાલી કે ન્યુ ચર્ચ) નામનાં બે ખૂબ જ જાણીતા ચર્ચ જેવા ઘણા મોટા મંદિરો આ શહેરમાં આવેલા છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન યોજાતો તહેવાર ઓણમ દરમિયાન તૃશ્શૂર પુલીકલી માટે પણ જાણીતું છે. તૃશ્શૂર દક્ષિણ ભારતનું એક મહત્વનું આર્થિક કેન્દ્ર છે. ઉપરાંત કેરાલાના સિલ્ક અને સોનાનાં દાગીનાની ખરીદી માટે પણ અગ્રતા ક્રમ ધરાવતું ખરીદીનું કેન્દ્ર છે. કેરાલામાં આવતા ઘરેલું પર્યટકો માટે તૃશ્શૂર પ્રથમ ક્રમાંક ધરાવે છે..[૩]

ભૂગોળ[ફેરફાર કરો]

તૃશ્શૂર શહેર 10 ડિગ્રી 32 મીનિટ ઉત્તર અને 76 ડિગ્રી 15 પૂર્વ પર સ્થિત છે. તૃશ્શૂર મ્યુનિસિપલ કોર્પોરેશનની હેઠળ 101.42 કિ.મી.2 માં 3,17,474(2001)માં જનસંખ્યા નોંધાયી હતી. ફક્ત તૃશ્શૂર શહેરમાં તૃશ્શૂર જિલ્લાની શહેરી વસ્તીના 38 ટકા લોકો રહે છે. તૃશ્શૂરડેવલોપમેન્ટ ઓથોરિટી(ટીડીએ) હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં 101.42 કિ.મી.2નો સમાવેશ થાય છે. જ્યારે પંચાયતમાં 18.83 કિ.મી.2નો સમાવેશ થાય છે. સંયુક્ત રીતે આ બંને વિસ્તાર 120.25 કિ.મી.2નો થાય છે. 2001માં કરવામાં આવેલા એક સર્વે અનુસાર, ટીડીએની જનસંખ્યા 344,933 નોંધાયી હતી. દા.ત. 317,474 વ્યક્તિ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અને 27,459 વ્યક્તિ પંચાયત વિસ્તારમાં નોંધાયા હતા.

આબોહવા[ફેરફાર કરો]

તૃશ્શૂર શહેર સામાન્ય રીતે એક અત્યંત ગરમ શહેર છે. કેરાલાના દક્ષિણ-પશ્ચિમ દરિયા કિનારાના પ્રદેશમાં સ્થિત હોવાને કારણે અહીંનું વાતાવરણ ગરમ જોવા મળે છે. દિવસ અને રાતના વાતાવરણમાં ખૂબ જ સામાન્ય ફેરફાર જોવા મળે છે. ઉનાળાનો સમયગાળો અહીં માર્ચથી મે સુધીનો છે ત્યારબાદ જૂનથી સપ્ટેમ્બર સુધી અહીં દક્ષિણ-પશ્ચિમના ચોમાસાનો સમય હોય છે. ઓક્ટોબર અને નવેમ્બર ચોમાસા બાદનો સમયગાળો અથવા વધુ ચોમાસાનો સમય હોય છે. જ્યારે ડિસેમ્બરથી શિયાળાની શરૂઆત થાય છે. ફેબ્રુઆરીમાં સામાન્ય ઠંડક અને પશ્ચિમ ઘાટનાં પવનને લીધે પવનવાળું વાતાવરણ જોવા મળે છે.

ચોમાસા દરમિયાન વરસાદની ઋતુને લીધે પાણી ભરાયેલું જોવા મળે છે. અહીનો સરેરાશ વાર્ષિક વરસાદ 3,159 એમએમ છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું સામાન્ય રીતે મે માસના અંતિમ સપ્તાહમાં શરૂ થાય છે. જુલાઇ બાદ વરસાદમાં ઘટાડો જોવા મળે છે. સરેરાશ વર્ષમાં લગભગ 124 વરસાદના દિવસો હોય છે. ઉનાળાની ઋતુ દરમિયાન વધુમાં વધુ સરેસાશ તાપમાન 35 ડિગ્રી સેલ્શિયસ અને નીચામાં નીચું તાપમાન સરેરાશ 22.5 ડિગ્રી સેલ્શિયસ જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં ઉંચામાં ઉંચુ વધુ તાપમાન સરેરાશ 32.3 ડિગ્રી સેલ્શિયસ અને નીચામાં નીચું તાપમાન સરેરાશ 20 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે.

અર્થતંત્ર[ફેરફાર કરો]

તૃશ્શૂર શહેરનો રાજકિય નક્શો વોર્ડની સીમા રેખા પણ દર્શાવે છે. (વોર્ડનું લિસ્ટ જોવા માટે જૂઓ: તૃશ્શૂર કોર્પોરેશન વોર્ડનું લિસ્ટ)

તૃશ્શૂરમાં ઘણા મલયાળી ઉદ્યોગસાહસિકો[૪] પાક્યા છે, અને તે કેરાલાનું મુખ્ય નાણાકીય અને વ્યાપારી મથક છે. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; અયોગ્ય નામો, દા.ત. બહુ બધાં ઇતિહાસકારો જણાવે છે કે રાજા સાક્થાન થામ્પુરન એ ઘણાં સિરિયન- ક્રિશ્ચિયન કુટુંબ અને બ્રાહ્મણોને તૃશ્શૂર તથા તેના આસપાસના વિસ્તારમાં તેનો વેપાર સ્થાપવા આમંત્રીત કર્યા હતા. થોડા જ સમયમાં તૃશ્શૂર, કેરાલામાં આંતરરાષ્ટ્રિય વેપારમાં અગ્રતાક્રમ ધરાવતું રાજ્ય બની ગયું છે. તૃશ્શૂર દક્ષિણ ભારતમાં સાદું સોનું અને રોલ્ડ ગોલ્ડના દાગીના બનાવતા શહેરોમાં અગ્રતાક્રમ ધરાવે છે. કેરાલાનું કુલ જ્વેલરી ઉત્પાદનનો 70% હિસ્સાનું તૃશ્શૂરમાં ઉત્પાદન થાય છે. જે ભારતનાં કુલ સોનાનાં ઉત્પાદનો 7% હિસ્સો છે. (વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ અનુસાર, કેરાલામાં કોઇપણ હેતુથી વાર્ષિક લગભગ 70 ટન સોનાનું વેચાણ થાય છે. જ્યારે સમગ્ર ભારતની બજારમાં સોનાનું વાર્ષિક વેચાણ લગભગ 700 ટનનું છે.)

તૃશ્શૂર દેશની ત્રણ મોટી શિડ્યુલ્ડ બેંક સાઉથ ઇન્ડિયન બેંક લી., કેથોલિક સિરિયન બેંક અને ધનલક્ષ્મી બેંક લી.નું વડુંમથક છે. તૃશ્શૂર શહેરની આસપાસ ઘણી ચિટ ફન્ડ કંપનીઓ આવેલી છે. અન્ય ઉદ્યોગોમાં હીરાનાં પોલીશિંગનું કામ કરનારી કંપનીઓ અને ઓટોમોબાઇલ ટાયરનું મોલ્ડીંગ કરતી કંપનીઓનો સમાવેશ થાય છે. કલ્યાણ ગ્રુપ અને આલુક્કાસ જેવા ઔદ્યોગિક અગ્રણીઓ તૃશ્શૂરમાં આવેલા છે. એટલાસ જ્વેલરી એન્ડ ગ્રુપનાં એમ. એમ. રામાચંદ્નન, સી. કે. મેનન, ગુલ્ફાર મોહમ્મદઅલી, એમકે યુસુફઅલી, ગુડનાઇટ મોહન, ઉજાલા રામચંદ્નન, શ્રીમાન પી.એન.સી. મેનન(શોભા ડેવલોપર્સ) જેવા ઘણા વ્યક્તિઓ મૂળ તૃશ્શૂરના છે.

થ્રિસુરનો ઇન્ફોપાર્ક તાજેતરમાં કોરાટ્ટીમાં 42 એકરના કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યો છે. જે તૃશ્શૂરને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી હાઇવે સાથે જોડે છે. લાંબા સમયથી દૂર થયેલા આ જગ્યા પર લોકોનું ધ્યાન હવે ગયું છે. ઇન્ફોપાર્કનું તૈયાર કરેલું હબ અને સ્પોક મોડેલ કોચીના ઇન્ફોપાર્કના ડેવલોપમેન્ટ સાથે કરવામાં આવ્યું છે જે એક હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તૃશ્શૂરનાં અર્થતંત્રમાં પર્યટનક્ષેત્રનો ફાળો પણ મોટો છે. ઘરેલું પર્યટકો તૃશ્શૂરને કેરાલા ટુરિઝમ વિભાગ દ્વારા સૌથી વધુ પ્રકાશિત થયેલા શહેર તરીકે તૃશ્શૂરને દર્શાવવામાં આવે છે. શહેરમાં આવેલા મંદિર અને જૂના ચર્ચ સહિત તેની સંસ્કૃતિને લીધે કેરાલામાં ફરવા જતાં ઘરેલું લોકોનાં મનપસંદ સ્થળોમાં કેરાલામાં પ્રથમ ક્રમે છે. [૫]


નગર વહીવટ[ફેરફાર કરો]

સર્વે સેટલમેન્ટ રજિસ્ટર અનુસાર, તૃશ્શૂર શહેર 1084માં બનાવવામાં આવ્યું હતુ. [૬] તૃશ્શૂર મ્યુનિસિપાલિટીની સ્થાપના કોચીન મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ અનુસાર એજ વર્ષ એટલે કે 1921 એ.ડીમાં કરવામાં આવી હતી. મ્યુનિસિપાલિટીની સ્થાપના પહેલા 1910માં સેનેટરી બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે 1911 બાદ ટાઉન કાઉન્સીલ સ્થાપવામાં આવ્યું હતું.[૭] થ્રિસુર મ્યુનિસિપલ કોર્પોરેશન 1લી જૂલાઇ, 1949થી અમલમાં આવ્યું છે. મ્યુનિસિપલ ટાઉનનું સ્તર વધારીને મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે 1 ઓક્ટોબર, 2000ના વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યું છે. જેમાં આય્યાન્થોલે, કુરક્કેન્ચેરી, નાદાથારા, વિલવાટ્ટોમ(વિભાગ), ઉલ્લુર અને ઉલ્લુક્કારા જેવી પંચાયતનો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશનમાં ત્રણ અલગ-અલગ સંસદ છે.(તૃશ્શૂર, ઉલ્લુર, ચેરપુ). 50 વોર્ડમાંથી 50 સભ્યોની ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવે છે. તૃશ્શૂરના મેયર પ્રોફેસર આર. બિન્દુ છે.

રાજકારણ[ફેરફાર કરો]

દક્ષિણ ભારતના રાજકિય ઇતિહાસમાં તૃશ્શૂર એ મહત્વનો ભાગ ભજવ્યો છે. ખૂબ જ શરૂઆતના સમયમાં એટલે કે 1919માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ(આઇએનસી) કમીટી થ્રિસુરમાં શરૂ કરવામાં આવી હતી. 1921માં કાયદાભંગના આંદોલન દરમિયાન તૃશ્શૂરના ઘણા લોકો એ તેમાં આગળ પડતો ભાગ લીધો હતો અને જેલની સજા પણ કાપી હતી. થ્રિસુર સંસદનો મત વિસ્તાર તૃશ્શૂર જ છે. (લોકસભામાં પણ આવે છે.) હાલના તૃશ્શૂરના સંસદ સભ્ય પીસી ચાકૂ છે. જ્યારે થેરામ્બિલ સામાક્રિષ્ન્ન કેરાલાની વિધાનસભામાં થ્રિસુરનું પ્રતિનિધીત્વ કરે છે.

પરિવહન[ફેરફાર કરો]

તૃશ્શૂર શહેર મોટાભાગે ખાનગી બસ, ટેક્સી અને ઓટો રિક્શા (ઓટો) જેવા જાહેર વાહન વ્યવહાર પર આધારીત છે. રાજ્ય સરકાર સંચાલીત કેરાલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(કેએસઆરટીસી) આંતર-રાજ્ય, આંતર- શહેર અને શહેરમાં સુવિધા પૂરી પાડે છે. તૃશ્શૂરમાં ત્રણ બસ સ્ટેશન છે. એક છે, સક્તાન થામ્પૂરન નગર(એસ.ટી.નગર) ખાતેનું સક્તાન થામ્પુરન ખાનગી બસ સ્ટેશન તૃશ્શૂર. બીજુ છે, વેડાક્કે સ્ટેન્ડ ( નોર્થન બસ સ્ટેન્ડ) અને ત્રીજૂ છે, તૃશ્શૂર રેલ્વે સ્ટેશન નજીકનું કેએસઆરટીસી બસ સ્ટેશન.

તૃશ્શૂર શહેર રાષ્ટ્રિય ધોરી માર્ગ એનએચ 47 અને એનએચ 17 પર સ્થિત છે. આ હાઇવે સમગ્ર શહેર સંપૂર્ણરીતે પસાર થાય છે. અને શહેરમાં લગભગ દરેક સ્થળ હાઇવે સાથે જોડાયેલા છે. ઉપરાંત આ હાઇવે અન્ય નજીકના શહેરો અને નાના તાલુકા જેવાકે કોચી, કોઝીકોડ, કોઇમ્બતુર અને પલક્કડ વગેરેને પણ જોડે છે. આ ઉપરાંત અન્ય આંતરીક રસ્તાઓ તૃશ્શૂર જિલ્લાના અનેક હિસ્સાઓ જેવાકે ચાલાકુડી, ચાવાક્કડ, ઇરાન્જાલાકુડા, કોડુનાગાલ્લુર, માલા, વાડાક્કાન્ચેરી અને ગુરુવાયુરને જોડે છે.

તૃશ્શૂર જંક્શન તૃશ્શૂરને ભારત સાથે રેલ્વેથી જોડે છે. આ સ્ટેશન એ કેરાલાનો પ્રવેશદ્વાર છે. અહીંથી કોઇપણ સ્થળ એ જવાની ટ્રેન સરળતાથી પ્રાપ્ય છે. આ સ્ટેશન શોરાનુર-કોચીન હાર્બર સેક્શન પર સ્થિત છે. તૃશ્શૂર શહેરમાં પૂન્કુન્નામ ખાતે એક સેટેલાઇટ સ્ટેશન છે. ઉપરાંત બે નાના સ્ટેશન ઉલ્લુર અને મુલાન્કુન્નાથુકાવુ ખાતે પણ છે. તૃશ્શૂરથી અન્ય પાડોશી જિલ્લાઓમાં ઉપનગર રેલ સેવાનું પણ આયોજન થઇ રહ્યું છે. તે કોચી, કોટ્ટાયમ અને અલપ્પુઝા જિલ્લાઓ વચ્ચે પરિવહનને ઝડપી બનાવશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પણ આ બધી ટ્રેનના જોડાણ અને આંતર જિલ્લા નેટવર્ક માટે અહીંની ટ્રેનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગુરૂવાયૂર- તૃશ્શૂર-કોચી વચ્ચે તથા અલાપ્પુઝા-કોચી વચ્ચે અને કોટ્ટાયામ-કોચી જેવા સેક્ટર વચ્ચે પણ આંતરીક રેલ્વે સેવા શક્ય છે. આંતરીક રેલ્વેના પગલે તેના દર ઓછા હોવાથી બસના મુસાફરો પણ આ તરફ આવવાની શક્યતા છે.

તૃશ્શૂર શહેરમાં કોઇ એરપોર્ટ નથી. સૌથી નજીકનું એરપોર્ટ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. જે લગભગ તૃશ્શૂરથી 50 કિ.મી. દૂર છે. કાલિકટથી નજીક કારિપુર ખાતે આવેલું કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૃશ્શૂરથી બીજૂ નજીકનું એરપોર્ટ છે. જે શહેરથી લગભગ 80 કિ.મી. દૂર છે.

વસ્તી-વિષયક માહિતી[ફેરફાર કરો]

As of 2001ભારત વસ્તીગણતરી [૮]અનુસાર, તૃશ્શૂર શહેરની વસ્તી 317,474 છે. કુલ વસ્તીમાં 48.6% પુરૂષો અને 51.4% સ્ત્રીઓ છે. વસ્તી ઘનતા 3,130/કિ.મી.2 છે. સ્ત્રી અને પુરૂષોની તુલનામાં અહીં 1000 પુરૂષો સામે 1,092 સ્ત્રી છે. લગભગ 66,827 ઘર નોંધાયા છે. તૃશ્શૂરમાં સરેરાશ કુટુંબની સાઇઝ 4.27 સભ્યની છે. સર્વે 2001ના કામચલાઉ આંકડા અનુસાર, તૃશ્શૂર શહેરમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા શહેરની વસ્તીની લગભગ 0.50% છે. જ્યારે સમગ્ર રાજ્યની ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તીના 0.37% છે. તૃશ્શૂર શહેરનો અક્ષરજ્ઞાનનો દર 86.5% છે. જેમાં પુરૂષ અક્ષરજ્ઞાન દર 87% છે. જ્યારે સ્ત્રીઓમાં આ દર 86% ટકા છે.

સંસ્કૃતિ અને સાહિત્ય[ફેરફાર કરો]

]]

તૃશ્શૂરને હંમેશા કેરાલાનું સાંસ્કૃતિક મથક કહેવામાં આવ્યું છે. જે પ્રખ્યાત વાડાક્કુન્નાથન મંદિરની આસપાસ ટેકરી પર વિકસાવેલું શહેર છે. કહેવાય છે કે મહાન સંત પરશુરામ દ્વારા આ સ્થળને શોધવામાં આવ્યું હતું. આ શિવજીનું મંદિર કેરાલાના મુખ્ય સ્થાપત્ય સ્ટાઇલ અને પવિત્ર મંદિર જેવું ક્લાસીક ઉદાહરણ છે. એશિયાનું સૌથી ઉંચુ ચર્ચ બેસિલિકા ઓફ અવર લેડી ઓફ ડોલોર્સ(પુથાન પાલી), અવર લેડી ઓફ લોર્ડેસ મેટ્રોપોલિટન કેથેડ્રલ ઓફ સિરિયન કેથોલિક્સ ચર્ચ તેના આકર્ષક ઇન્ટીરીયર માટે જાણીતા છે. જેનું મુખ્ય આકર્ષણ જમીન હેઠળનું પવિત્ર સ્થળ છે. જે સ્થાપત્યમાં ખૂબ જ આકર્ષક છે. ધી સ્કેર્ડ હાર્ટ લેટિન ચર્ચ ઓફ લેટિન કેથોલિક્સ અને ધી માર્ટ મરિયમ બીગ ચર્ચ, ઇન્ડિયન હેડક્વાટર્સ ઓ એસ્સીરિયન ચર્ચ ઓફ ઇસ્ટ પણ તૃશ્શૂરમાં સ્થિત છે. આ ઉપરાંત જિલ્લાનાં થોઝીયૂર ખાતે માલાબાર ઇન્ડિપેન્ડન્ટ સિરિયન ચર્ચનું પણ વડુંમથક આવેલું છે.

આ ઉપરાંત જૂનો પોર્ટ મુઝિરિસ કે કોડુન્ગાલૂર એ ભારતમાં ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મનાં આગમન માટે ઉપયોગમાં આવેલું હતું. આ એ જગ્યા છે જ્યાં સંત થોમસ એ ભારતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે ભારતમાં તેનું પ્રથમ ચર્ચ પાલાયુર ખાતે શરૂ કર્યું. કોડુન્ગાલૂર હાઉસ એ ભારતમાં ચેરામાન પેરૂમાલ દ્વારા ભારતમાં સ્થાપવામાં આવેલી પ્રથમ મુસ્લીમ મસ્જીદ છે. ચેરામાન પેરૂમાલ એ એક હિન્દુ રાજા હતા જેણે મુસ્લીમ ધર્મનો અંગીકાર કર્યો હતો. એવી માન્યતા છે કે આદી શંકરે તેનો અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા.


સૌથી મોટું સાંસ્કૃતિક આકર્ષણ અહીંનું તૃશ્શૂર પૂરમ ઉત્સવ છે, જે એપ્રિલ અને મે માસ દરમિયાન ઉજવવામાં આવે છે. હાથી સાથેની છત્રી દર્શાવે છે કે હરિફાઇ ખૂબ જ આકર્ષક રહેશે. જેમાં હાથી વીધી માટેની છત્રી લઇને મુખ્ય મંદિરમાં દેવતાની સામે પ્રદક્ષિણા કરે છે. જેમાં ખૂબ જ સુંદર રીતે ડ્રમ વગાડવામાં આવે છે અને આકર્ષક આગના ખેલ કરવામાં આવે છે. આ બધુ જ પૂરમ ઉજવણીનો એક હિસ્સો છે. આ શહેરનું અન્ય આકર્ષણ “પુલી કાલી” તહેવાર છે. (“પુલી” એટલે “વાઘ” અને “કાલી” એટલે “રમત”) જે ઓનમના ચોથા દિવસે ઉજવવામાં આવે છે (નાલામ ઓનમ ). આ શહેરના અલગ-અલગ ક્લબ દ્વારા રજૂ કરવામાં આવતી પ્રવૃતિ છે. આ હરિફાઇમાં ભાગ લેનારા લોકો વાઘની જેમ સમગ્ર શરીર પર ટેટૂ કરાવે છે. અને વાઘ જેટલી જ શક્તિથી નૃત્ય કરે છે. આ તહેવાર હજારો લોકોને આકર્ષે છે. તૃશ્શૂર હાથી પસંદ કરનારા લોકો માટે ખૂબ જ જાણીતું શહેર છે.

કેરાલા સંગીથ નાટકા એકેડમી, તૃશ્શૂર અને કેરાલા લલિથકલા અકાદમીનાં મુખ્ય મથક તૃશ્શૂર ખાતે આવેલા છે. કેરાલા સાહિત્ય અકાદમીને મલયાલમ ભાષા અને સાહિત્યને વધુ વેગ આપવા માટે સ્થાપવામાં આવી છે. કેરાલા સંગીથ નાટકા અકાદમી કેરાલાના નૃત્ય, સંગીત, નાટક અને પ્રાંતિય કલાને પ્રોત્સાહન આપે છે. જ્યારે કેરાલા લલિતકલા અકાદમી હસ્તકલા અને કલાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.

જોસ થીએટર એ કેરાલાનું પ્રથમ થીએટર છે. જેમાં મૂવી પ્રોજેક્ટર જેવા સાધનો છે. મલયાલમ, તમિલ, ઇંગ્લિશ અને હિન્દી ફિલ્મો શહેરના 8 મોટા થીએટરમાં દર્શાવવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી શહેર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ તૃશ્શૂર(આઇએફએફટી)નું પણ આયોજન કરે છે. જેમાં 35 દેશોની લગભગ 100 જેટલી ફિલ્મોને પ્રદર્શિત કરવામાં આવે છે. તે કેરાલાનો બીજા ક્રમનો સૌથી મોટો અને થિરૂવનન્થપુરમનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ છે. 2006માં તૃશ્શૂરમાં અન્ય એક ફિલ્મ ફેસ્ટીવલ શરૂ કરવામાં આવ્યો હતો. જેનું નામ તૃશ્શૂર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ( ટીઆઇએફએફ) છે.


તૃશ્શૂરને ભારતીય સમાજવાદનું જન્મસ્થાન કહી શકાય. પ્રખ્યાત ચિંતક જોસેફ મુન્દાસરી, સી. અચ્યુથામેનન અને એવા બીજા ઘણા લોકો આ શહેરમાંથી આવ્યા છે. તૃશ્શૂરનાં ઇતિહાસમાં કરન્ટ બૂક્સ અને હાઉસ ઓફ નોલેજ એ 1950થી 80માં સ્થપાયેલા બે ખૂબ જ પ્રખ્યાત બૂક સ્ટોર છે. પ્રખ્યાત લેખક, કલાકાર, સંગીતકાર અને પત્રકારો એ પણ અહીં જન્મ લીધો છે. તૃશ્શૂર તેના સારામાં સારા સ્ત્રી અને પુરૂષોને આગળ વધવામાં પણ મદદ કરે છે. ઓસેપ્પાચન, જ્હોનસન, મોહન સિતારા, અલ્ફોન્સે જેવા ફિલ્મના સંગીતકારો તૃશ્શૂરનાં છે. જ્યારે ભારથાન, કમાલ, લોહીથાદાસ, લાલ જોસ, સથ્યાન અન્થીક્કાદ, ભારથ પ્રેમજી જેવા પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક પણ તૃશ્શૂરમાંથી આવ્યા છે. .

કેરાલાની ઇન્ડિયન કોફી હાઉસ (આઇસીએચ) ચળવળનું જન્મ સ્થાન તૃશ્શૂર છે. એડવોકેટ ટી.કે. ક્રિશ્નન અને નાદાક્કલ પરમેશ્વરન પિલ્લાઇ દ્વ્રારા 1959માં તૃશ્શૂર ખાતે રાજ્યનું પ્રથમ આઇસીએચ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તૃશ્શૂરના વેપારી વાતાવરણને પગલે સમગ્ર કેરાલામાં તેનું વિસ્તરણ થયું. ઝડપી, હોશિયારીથી અને વાકચાતુર્યથી કામગીરી કરતા થ્રિસુરીયનઓ હજી પણ તેનાં કામનો સમયગાળો સવારના 10થી સાંજના 7 સુધીનો જાળવી રાખ્યો છે. થેક્કીનકાડુ મેદાન હજી પણ કાર્ડની રમતના શોખીનોથી ભરાયેલું હોય છે. જ્યારે સાંજે દરરોજ અહીં રાજકીય ચર્ચા કરવામાં આવે છે.

શિક્ષણ[ફેરફાર કરો]

તૃશ્શૂર એ પરંપરાગત શિક્ષણનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મમાં ફેરફાર થયા એ સમયે લોકો બ્રાહ્મણનાં ધર્મ તરફ આગળ વધતા બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં ઘટાડો થયો હતો, જેને પગલે તૃશ્શૂર સંસ્કૃત ભાષા શિખવા માટેનું મહત્વનું કેન્દ્ર બન્યુ હતું. તૃશ્શૂરમાં આ ઉપરાંત ઘણી શૈક્ષણીક સંસ્થાઓ પણ આવેલી છે, જે સમગ્ર કેરાલામાં તેના શિક્ષણ માટે જાણીતી છે. તૃશ્શૂર વિદ્યાર્થીઓ માટે સાનુકુળ હોવા માટે જાણીતું છે. કેરાલા કૃષિ યુનિવર્સિટી, ચાર મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજ, તૃશ્શૂર જ્યુબિલી મિશન મેડિકલ કોલેજ અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ, અમલા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, કેરાલા યુનિવર્સિટી ઓફ મેડિકલ અને એલીડ સાઇન્સ ઉપરાંત એક ડઝન જેટલી એન્જીનિયરીંગ કોલેજ, એક આર્યુર્વેદ કોલેજ, એક પશુચિકિત્સક કોલેજ, બિઝનેસ સ્કૂલ્સ, લો સ્કૂલ્સ, ફાઇન આર્ટ્સ કોલેજ, પ્રખ્યાત આર્ટસ અને સાયન્સ કોલેજ ઉપરાંત સારી રેસીડેન્સિયલ શાળાઓને કારણે વિદ્યાર્થિઓ માટે તૃશ્શૂર એક ખૂબ જ માણીતું સ્થાન છે. તૃશ્શૂરને સ્કોલર સીટી પણ કહેવામાં આવે છે.

કોઇપણ પ્રકારના વ્યાવસાયિક કોર્સમાં જોડાવા ઇચ્છતા વિદ્યાર્થિઓ માટે તૃશ્શૂર દક્ષિણ ભારતમાં મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે[૯]. કેરાલામાં કોઇપણ પ્રકારના કોચિંગમાં પ્રવેશવા માટે પી.સી. થોમસ(પ્રોફેસર) એ “ગુરૂ” છે. તેના કોચિંગ ક્લાસ પી.સી. થોમસ એન્ટરન્સ કોચિંગ સેન્ટર દ્વારા તેમને હજારો લોકોને તૃશ્શૂરમાં નોકરી અપાવી છે.[૧૦] કેરાલા અને બહારના લગભગ 17,000 વિદ્યાર્થિઓ હાલ તેમના કોચિંગ સેન્ટરમાં તાલીમ હેઠળ છે. ઉપરાંત મોટી સંખ્યામાં બહારનાં વિદ્યાર્થિઓ તૃશ્શૂરના આર્થિક વાતાવરણને અનુરૂપ થવા તાલીમ લઇ રહ્યા છે જે વેપારમાં, હોટેલ્સ અને ટ્રાન્સપોર્ટમાં તથા મનોરંજન ઉદ્યોગમાં આગળ વધવા તાલીમ લઇ રહ્યા છે. [૧૧] થોમસ એકલા હાથે આ બધુ ચલાવે છે અને કેરાલામાં એન્જિનિયરીંગ અને મેડિકલની એન્ટરન્સ પરીક્ષા માટે પણ વર્ષોથી મોટા પાયે કોચિંગ સેન્ટર ચલાવે છે.

આરોગ્યસંભાળ[ફેરફાર કરો]

મધ્ય કેરાલામાં તૃશ્શૂર સ્વાસ્થ કેન્દ્ર માટે મુખ્ય શહેર છે.

આ હિસ્સામાં તૃશ્શૂર, પાલાક્કાડ અને માલાપ્પુરામ એમ ત્રણ જિલ્લા આવરી લેવામાં આવ્યા છે.  આ જિલ્લાના મોટા ભાગના લોકો દવા કે સારવાર લેવા તૃશ્શૂર શહેરમાં આવે છે.  સરકારી મેડિકલ કોલેજ તૃશ્શૂર, અમલા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ અને જ્યુબિલી મિશન મેડિકલ કોલેજ અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ તથા અન્ય ડઝન જેટલી હાઇટેક હોસ્પિટલને કારણે તૃશ્શૂર મધ્ય કેરાલમાં ખૂબ જ સારું સ્વાસ્થય કેન્દ્ર પૂરૂ પાડે છે. 

લોકપ્રિય સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

  • મલયાલમ ફિલ્મ કલાકાર મોહનલાલએ તેની ફિલ્મ થૂવાનાથુમ્બિકાલમાં તૃશ્શૂરમાં જન્મેલા જયક્રિષ્નનું પાત્ર કર્યુ હતું. જેમાં તેમણે ખૂબ જ સારી રીતે તૃશ્શૂરનાં ઉચ્ચારો વાળી મલયાલમ ભાષા બોલી હતી. આ ફિલ્મનું શૂટીંગ પણ તૃશ્શૂર શહેરમાં કરવામાં આવ્યું હતુ.[૧૨]
  • સારાહ જોસેફની નવલકથા ઓથાપૂમાં વાર્તા તૃશ્શૂર શહેરની કરવામાં આવી છે. જ્યાં સિસ્ટર માર્ગલિથા અને પાદરી કારીક્કન તેમના વ્યવસાય છોડીને એક સામાજીક જીવન શરૂ કરે છે. [૧૩]

રમત ગમત[ફેરફાર કરો]

તૃશ્શૂરમાં સૌથી વધુ પ્રખ્યાત રમત ફુટબોલ છે. તૃશ્શૂરમાં ફ્લડલાઇટ સ્ટેડિયમ છે જે તૃશ્શૂર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત અન્ય ત્રણ સ્ટેડિયમ (થોપ, કેરાલા વર્મા કોલેજ અને કૃષિ યુનિવર્સિટી) પણ છે. શહેરમાં બે ઇન્ડોર સ્ટેડિયમ (વી.કે.એન. મેનન ઇન્ડોર સ્ટેડિયમ અને થોપ સ્ટેડિયમ) પણ છે અને એક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા( એસએઆઇ) છે. જે આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્વિમિંગ પૂલની સુવિધાની જાળવણી કરે છે. ખૂબજ જાણીતા ફૂટબોલ ખેલાડી અને ભૂતપૂર્વ ભારતના કપ્તાન સી.વી. પાપ્ચાન, આઇ. એમ.વિજયન અને જો પૌલ અન્ચેરી હાઇલ આ શહેરના છે. તૃશ્શૂર ટી.વી. પૌલી અને વી.એમ. બશીર જેવા રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય બોડી બિલ્ડીંગ સ્ટાર પણ આપ્યા છે.

નોંધ[ફેરફાર કરો]

Thrissur વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી
  1. "Best cities to live, invest and earn in". Ibnlive.com. મેળવેલ 2010-04-07.
  2. "Catholic Syrian: God's Own Bank". Forbes India. મૂળ માંથી 2010-04-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-27.
  3. "Tourist statistics" (PDF). Kerala Tourism. મેળવેલ 2010-02-15.
  4. "South Indian Bank sees sunshine in slowdown". The Economic Times. મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-16.
  5. "Tourist statistics" (PDF). Kerala Tourism. મેળવેલ 2010-02-15.
  6. "Political History". Thrissur Corporation. મૂળ માંથી 2012-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-15.
  7. "History". Thrissur Corporation. મૂળ માંથી 2010-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-05.
  8. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)
  9. "Entrance coaching — a success story". The Hindu. મૂળ માંથી 2010-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-10.
  10. "Entrance coaching — a success story". The Hindu. મૂળ માંથી 2010-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-10.
  11. "Entrance coaching — a success story". The Hindu. મૂળ માંથી 2010-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-10.
  12. "Thoovanathumbikal (". The Internet Movie Database. મેળવેલ 2010-04-07.
  13. "http://www.vedamsbooks.com/no61488.htm". Vedamsbooka. મેળવેલ 2010-04-04. External link in |title= (મદદ)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Kerala ઢાંચો:Kerala topics ઢાંચો:Thrissur topics