દયારામ

વિકિપીડિયામાંથી
કવિ દયારામ

દયારામ (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા.[૧] તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.[૨] દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે.

જીવન[ફેરફાર કરો]

દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.[૨]

તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા.[૨]

વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા.[૨]

કૃતિઓ[ફેરફાર કરો]

દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે.[૩] તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે.

તેમની કેટલીક જાણીતી કૃતિઓ:

  • શ્યામ રંગ સમીપે ન જાઉં
  • હવે સખી નહીં બોલું,
  • ઓ વ્રજનારી!

પૂરક વાચન[ફેરફાર કરો]

  • શુક્લા, પ્રવિણાબેન (૧૯૮૩). કવિ દયારામની કવિતામાં તત્વજ્ઞાન (PhD). મુંબઈ: શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિશ્વવિદ્યાલય.
  • સુભદ્રા એમ. દવે (૧૯૭૦). દયારામ: એક અધ્યયન. અનડા બુક ડિપો.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Rachel Dwyer (૨૦૦૧). The Poetics of Devotion: The Gujarati Lyrics of Dayaram. Psychology Press. પૃષ્ઠ ૧. ISBN 978-0-7007-1233-5.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Parikh, Dhiru (૧૯૯૫). Dayaram Na Shreshtha Kavyo. Navbharat Sahitya Mandir Ahmedabad. પૃષ્ઠ ૩–૬.
  3. Joseph T. Shipley, સંપાદક (1946). "Archived copy". Encyclopedia of Literature. New York: Philosophical Library. પૃષ્ઠ 513. મૂળ માંથી 13 May 2018 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2018.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]