દહનશીલતા

વિકિપીડિયામાંથી
દહનનશીલ રસાયણોનું પ્રતીક

દહનશીલત યા પ્રજ્વલનશીલતા, ઐ કોઇપણ પદાર્થનો એવો ગુણ છે, જેના અનુસાર એ પદાર્થ કેટલો આસાનીથી સળગે છે અથવા સળગીને આગ અથવા ઉષ્મા ઉત્પન્ન કરી શકે છે. કોઇપણ વસ્તુના દહનની પ્રક્રિયા હેતુ આવશ્યક કઠિનતાની માત્રાને અગ્નિ પરીક્ષણ દ્વારા માપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર, દહનશીલતાનું માપન કરવા માટે વિભિન્ન પ્રકારની પરીક્ષણ વિધિઓ (પ્રોટોકૉલ) મૌજૂદ છે. આ પરીક્ષણો દ્વારા પ્રાપ્ત કરાયેલા મૂલ્યાંકનો (રેટિંગ્સ)ને ઇમારતી કૂટ (બિલ્ડિંગ કોડ), વીમા આવશ્યકતાઓ, અગ્નિ કૂટ (ફાયર કોડ) ઉપરાંત એવા નિયમો અને વિનિમયો માટે પ્રયોગ કરવામાં આવે છે કે જે કોઇ ભવન નિર્માણ સામગ્રીના ઉપયોગ અને ભંડારણ સાથે સાથે કોઇપણ અત્યંત દહનશીલ પદાર્થની કોઇ ઇમારતની અંદર અથવા બહાર સંભાળ (‘હૈંડલિંગ’) તથા એના માર્ગ અથવા વાયુ પરિવહનને નિર્ધારિત કરે છે.

દહનશીલ પ્રવાહી[ફેરફાર કરો]

દહનશીલ પ્રવાહી એવો તરલ પદાર્થ હોય છે, જે ભડકા સાથે સળગી ઉઠવામાં અથવા વિસ્ફોટ કરવામાં સક્ષમ હોય છે, જેને કારણે એ પદાર્થો માનવ જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે. આ તરલ પ્રવાહીઓનાં ઉદાહરણ છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન (મિટ્ટી કા તેલ) વગેરે