દાહોદ

વિકિપીડિયામાંથી
દાહોદ
—  નગર  —
દાહોદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°31′N 74°09′E / 22.52°N 74.15°E / 22.52; 74.15
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દાહોદ
વસ્તી ૯૪,૫૭૮ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૯૧૫૧
    • ફોન કોડ • +૯૧ ૨૬૭૩
    વાહન • જીજે ૨૦

દાહોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના મહત્વના દાહોદ તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. દાહોદ જિલ્લા તેમ જ શહેરમાંથી ગાંધીનગરથી ઈંદોર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પસાર થાય છે.

ગુજરાત માં સૌપ્રથમ સુર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે. દાહોદ જીલ્લો એ રાજસ્થાન અને મઘ્ય પ્રદેશ એમ બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે.

દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ અભ્યારણ આવેલું છે

ઇતિહાસ[ફેરફાર કરો]

દાહોદ નામ દાહોદ બે રાજ્યો રાજસ્થાન તથા મધ્ય પ્રદેશ સાથે જોડાયેલું હોવાથી દોહદ નામથી ઓળખાતું હતું દધિચિ ઋષિ પરથી દુધી મતી નદી નું નામ પડ્યું હોવાનું મનાય છે, જેમનો આશ્રમ દુધમતી નદીના કિનારે આવેલો હતો.અહીંયા ના આદિવાસી હજી સુધી દાહોદ ને દેહવોદ નામે થી ઓળખે છે તથા દેહવોદ બોલે છે.

પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે માળવા પર ચડાઈ કરતી વખતે દાહોદ ખાતે રોકાણ કર્યું હતું ત્તે વિસ્તારને આજે પણ પડાવ તરીકે ઓળખવામાં આવે છે અને તેમના બનાવેલા તળાવને છાબતળાવ તરીકે ઓળખવામાં આવે છે.

મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ઇ.સ. ૧૬૧૮માં જહાંગીરના શાસન દરમિયાન થયો હતો.[૨][૩]

પરિવહન[ફેરફાર કરો]

GSRTC બસ સ્ટેશન, દાહોદ

દાહોદ ગુજરાતના બધા મુખ્ય શહેરો સાથે ધોરીમાર્ગો અને રેલ્વે વડે જોડાયેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dohad Population Census 2011". મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૬.
  2. Ashish Vashi (૧ મે ૨૦૧૨). "Aurangzeb loved Dahod till the end". dnaindia.com. મેળવેલ ૪ ઓક્ટોબર ૨૦૧૩. Eminent historian Manekshah Commissariat has quoted from this letter in his book 'A History of Gujarat: Mughal period, from 1573 to 1758'.
  3. transl.; Waseem, ed. by M. (૨૦૦૩). On becoming an Indian Muslim : french essays on aspects of syncretism. New Delhi: Oxford Univ. Press. પૃષ્ઠ ૧૦૩. ISBN 9780195658071.CS1 maint: extra text: authors list (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]