દિયોદર

વિકિપીડિયામાંથી
દિયોદર
નગર
દિયોદર is located in ગુજરાત
દિયોદર
દિયોદર
દિયોદર is located in India
દિયોદર
દિયોદર
અક્ષાંશ-રેખાંશ: Coordinates: 24°06′27″N 71°46′04″E / 24.1075868°N 71.7677945°E / 24.1075868; 71.7677945
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
તાલુકોદિયોદર
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

દિયોદર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

દિયોદર પર ભિલરિયા વાઘેલાઓનું શાસન પાટણના રાજપૂત શાસનના અંત સાથે ૧૨૯૭માં શરૂ થયું હતું અને કેટલીક પેઢીઓ સુધી ટક્યું હતું. મુસ્લિમો વડે હાંકી કઢાયા બાદ તેઓએ કાંકરેજમાં સમાવ, રાધનપુરમાં મુંજપુર અને થરાદમાં તેરવાડા જાળવી રાખ્યા હતા અને ફરીથી મુસ્લિમો દ્વારા હાંકી કઢાયા પછી દિયોદર જાળવી રાખ્યું હતું. અગાઉનું દિયોદર ૮૪ ગામની રિયાસત હતું, જે લગભગ અડધું થયું હતું અને ગુમાવેલા વિસ્તારો કાંકરેજ અને ભાભરના ઠાકોરો પાસે ગયા હતા. ૧૭૮૬ના દુષ્કાળમાં દિયોદર લગભગ ખાલી થઇ ગયું હતું અને તેનો શાસક તેના કુટુંબ સાથે અન્યત્ર ગયો હતો.[૧]

વાધેલાઓ પછી ઠાકોરો દ્વારા કબ્જે કરાયેલા દિયોદરને રાધનપુરના નવાબના ભાયાત રહેલા પુંજાજીએ દિયોદર પર કબ્જો મેળવ્યો હતો.[૧]

દિયોદરનું શાસન ઠાકોર પુંજાજીના બે પુત્રો, અખેસિંહજી અને ચંદાજી દ્વારા સંયુક્ત રીતે થયો હતો, જેઓ દિયોદરના શાસક ગણાાતા હતા. અખેસિંહજી અને ચંદાજીના મૃત્યુ પછી, અખેસિંહજીના પુત્ર માલુજી અને ચંદાજીના પૌત્ર ભુપતસિંહજી ઠાકોર બન્યા હતા.[૧]

૧૮૨૦ના દાયકામાં દિયોદર શાસકોએ બ્રિટિશરો જોડે સંધિ કરી હતી. તે બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સીમાં આવ્યું,[૨] જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ બન્યું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી દિયોદર બનાસકાંઠા જિલ્લામાં આવ્યું.[૧]

ભૂગોળ[ફેરફાર કરો]

દિયોદર શહેર પાલનપુર થી 80 કિમી દૂર ભાભર-સુઈગામ હાઈવે ૫ર આવેલ છે. પાટણ-શિહોરી થઇને ૫ણ દિયોદર શહેરમાં પહોંચી શકાય છે દિયોદર ગુજરાતના મુખ્ય શહેરોના માર્ગો સાથે જોડાયેલ છે.

વસ્તી[ફેરફાર કરો]

દિયોદર શહેરમાં કુલ વસ્તી અંદાજે ૧૩,૦૧૮ (૨૦૧૧) ની છે.

સુવિધાઓ[ફેરફાર કરો]

દિયોદરમાં બસ ડેપો તેમજ રેલ્વે સ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ છે અને હેલિપેડ તથા હોસ્પિટલની સુવિધા પણ ઉપલબ્ધ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૩૬.
  2. Chisholm 1911, p. 785.

પુસ્તકો[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૬.
  • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.


આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૬. માંથી હવે પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]