ધનૌલ્ટી (મસૂરી)

વિકિપીડિયામાંથી
ધનૌલ્ટીથી દેખાતું દૃશ્ય

ધનૌલ્ટી (મસૂરી)ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લામાં ઊંચાઈ પર આવેલું એક શાંત સ્થળ છે, જે વર્તમાન સમયમાં ગિરિમથક (હિલ-સ્ટેશન) તરીકે વિકસી રહ્યું છે. આ સ્થળ મસૂરી થી ૨૪ કિલોમીટર અને ચંબા ગિરિમથકથી ૨૯ કિલોમીટર જેટલા અંતરે મસૂરી-ચંબા માર્ગ પર આવેલું છે[૧].

અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. અહીં કેટલીક ખાનગી હોટલો ઉપરાંત ગઢવાલ વિકાસ મંડલનું પ્રવાસી-ઘર (ગેસ્ટ હાઉસ) આવેલું છે. અહીનું ઠંડું વાતાવરણ, પર્વતના ઢોળાવો, ખીણો, બરફીલા પર્વતોનું દર્શન, લીલુંછમ દેવદારનું ગાઢ જંગલ રજાઓ વિતાવવા માટેનું આદર્શ ગિરિમથક છે. અહીં શિયાળાની ઋતુમાં બરફ-વર્ષા પણ માણી શકાય છે. અહીં આસપાસમાં બારેહીપાની ધોધ, જોરાંડા ધોધ, દશાવતાર મંદિર, ઈકો પાર્ક, સુરકન્ડા દેવી મંદિર, હિમાલયન વણકરો (વીવર્સ), જૈન મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [૧] સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૨ ના રોજ વેબેક મશિન Places of Interest Official website of Tehri Garhwal district

Coordinates: 30°45′00.00″N 78°25′00.00″E / 30.7500000°N 78.4166667°E / 30.7500000; 78.4166667

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]