ધોલપુર

વિકિપીડિયામાંથી
ધોલપુર ખાતે આવેલી રાજા ઉદયભાનુ સિંહની છતરી

ધોલપુર (હિંદી:धौलपुर) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નાનું ઐતિહાસિક નગર છે. ધોલપુરમાં ધોલપુર જિલ્લાનું મુખ્યાલય છે.

ધોલપુર વિશેષ રીતે અહીંના વિસ્તારમાંથી મળી આવતા બલુઆ પથ્થર માટે જાણીતું છે. અહીં બનાવવામાં આવેલી મોટા ભાગની ઇમારતોના નિર્માણમાં આ બલુઆ પથ્થરો વાપરવામાં આવેલા છે. આ ઐતિહાસિક શહેરમાં ઘણાં મંદિરો, કિલ્લો, તળાવ અને મહેલ આવેલા છે, જે જોવાલાયક સ્થળો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]