નગીના વાડી

વિકિપીડિયામાંથી
નકશો
કાંકરિયા તળાવમાં નગીના વાડીનું સ્થાન

નગીના વાડી કાંકરિયા તળાવની મધ્યમાં આવેલા બગીચાનું નામ છે.[૧]

નામ[ફેરફાર કરો]

નગીના શબ્દનો ઉર્દુમાં અર્થ સુંદર થાય છે.

બાંધકામ[ફેરફાર કરો]

ગોળ તળાવની એક તરફથી એનો પ્રવેશ બાંધેલો છે, જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. આ ગોળાકાર ટાપુ ઉપર એક નાનકડા મહેલ જેવું મકાન પણ છે. થોડા વર્ષો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં સંગીતના તાલે નાચતા ફુવારા (Musical Fountains) બનાવ્યા છે, ત્યારથી નગીના વાડીની શકલ પલટાઇ ગઇ છે. અહીં ફરતે ખાણીપીણી ની નાની નાની જગ્યાઓ પણ બનાવીને ભાડે આપવામાં આવી છે. ઉનાળાની સાંજે નગીના વાડીમાં માનવ મેદની ઉમટી પડે છે.

સંગીતના તાલે નાચતા ફુવારા પર લેસર લાઇટ દ્વારા વિવિધ આકૃતિઓ અને ભાત દ્વારા લોકોને મનોરંજન પુરૂ પાડવામાં આવે છે. મુલાકાતીઓ માટે ફુવારા સામે પગથીયા સ્વરૂપે બેસીને જોઇ શકાય તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. તળાવથી નગીનાવાડી સુધી લઇ જતા રસ્તાને સુંદર હરિયાળી અને તેની બન્ને બાજુએ મુલાકાતીઓ માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kankaria". www.kankarialakefront.in. મેળવેલ 2019-05-21.