લખાણ પર જાઓ

નાથુ લા અને ચો લા સંઘર્ષો

વિકિપીડિયામાંથી
૧૯૬૭ ભારત-ચીન સીમા સંઘર્ષો
China India Locator (1959).svg
ચીન અને ભારતને દર્શાવતો વિશ્વ નકશો
તિથિ ૧૧-૧૪ સપ્ટેમ્બર ૧૯૬૭ (નાથુ લા)
૧ ઓક્ટોબર ૧૯૬૭ (ચો લા)
સ્થાન નાથુ લા અને ચો લા, ચીન અને સિક્કિમની સરહદ પર, હવે ભારતનો ભાગ.
પરિણામ ચીની દળો ખદેડી મૂકવામાં આવ્યા[][][]
યોદ્ધા
ભારત ચીન
સેનાનાયક
Zakir Hussain (ભારતના રાષ્ટ્રપતિ)
ઈન્દિરા ગાંધી (ભારતના વડાપ્રધાન)
Swaran Singh (Defence Minister of India)
General Paramasiva Prabhakar Kumaramangalam (Chief of the Army Staff)
Lt. General Jagjit Singh Aurora[]
Maj. General Sagat Singh[]
Mao Zedong (Leader of the Communist Party of China and Chairman of Central Military Commission of China)
[]
[સ્પષ્ટતા જરુરી]
મૃત્યુ અને હાની
ભારતીય સ્ત્રોતો:
88 killed and 163 wounded in Cho La and the Nathu La incidents combined ચીની સ્ત્રોતો:
65 killed in the Nathu La incident
36 killed in the Cho La incident
ભારતીય સ્ત્રોતો:
340 killed and 450 wounded in Cho La and Nathu La incidents combined ચીની સ્ત્રોતો:
32 killed in the Nathu La incident
'unknown' in the Cho La incident

નાથુ લા અને ચો લા સંઘર્ષો (૧૧-૧૪ સપ્ટેમ્બર ૧૯૬૭ નાથુ લા અને ૧ ઓક્ટોબર ૧૯૬૭ ચો લા) એ ભારત અને ચીન વચ્ચે સિક્કિમ ખાતે થયેલ શ્રુંખલાબદ્ધ સરહદી અથડામણો હતી. તે સમયે સિક્કિમ એક સ્વતંત્ર રજવાડું હતું જે ભારતના સંરક્ષણ હેઠળ હતું.

૧૧ સપ્ટેમ્બરના રોજ નાથુ લા ખાતે અથડામણોની શરૂઆત થઈ. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ નાથુ લા ખાતે ભારતીય ચોકીઓ પર હુમલો કર્યો અને અથડામણ ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી. ઓક્ટોબરમાં એક દિવસ માટે સંઘર્ષ ચો લા ખાતે પણ થયો.

તટસ્થ અને સ્વતંત્ર સંદર્ભો અનુસાર ભારતીય ભૂમિસેનાએ નિર્ણાયક વ્યૂહાત્મક લાભ હાંસલ કર્યો અને સંઘર્ષમાં ચીની દળોને હરાવ્યા.[][][] નાથુ લા ખાતે ઘણી ચીની ચોકીઓને તોડી પાડવામાં આવી. ત્યાં ભારતીય સૈન્યએ હુમલાખોર ચીની દળોને પીછેહઠ કરાવી.

ચુમ્બી ખીણ ખાતે વિવાદાસ્પદ સરહદી જમીનને કબ્જે કરવાની હરિફાઈને આ સંઘર્ષ માટે કારણભૂત માનવામાં આવે છે. નિરીક્ષકો અનુસાર ભારત વિરુદ્ધ ચીનની તાકતનો ઉપયોગ કરી અને મનમાન્યું કરાવવાની કથિત માન્યતાનો નાશ થયો અને ભારતને ૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ દરમિયાન હાર સામે સૈન્યના આ સંઘર્ષમાં પ્રદર્શનથી આત્મવિશ્વાસમાં વધારો થયો.

પશ્ચાદભૂમિ

[ફેરફાર કરો]

૧૯૬૨ના યુદ્ધ બાદ ભારત-ચીન સરહદ ખાતે તણાવ હતો. તે યુદ્ધ બાદ ભારતીય સેનાએ તેનું કદ બમણું કર્યું. સાત પહાડી ડિવિઝન ભારતની ઉત્તરી સરહદને ચીની આક્રમણ સામે લડવા ઉભી કરવામાં આવી. આ તમામ ડિવિઝન ચુમ્બી ખીણપ્રદેશ સિવાય સરહદ પાસે નથી રાખવામાં આવી. આ પ્રદેશમાં બંને દેશની સેના બહુ નજીક મૂકાયેલી છે. સિક્કિમ-તિબેટ સરહદ પરના નાથુ લા ઘાટ ખાતે બંને સૈન્યો વચ્ચે ૨૦/૩૦ મિટરનું અંતર જ છે. આ ૪૦૦૦ કિમિ લાંબી સરહદ પણ સૌથી ઓછું અંતર છે. આ સ્થળ પર એવું કહેવાય છે કે સરહદને અંકિત કરતી કોઈ નિશાની જમીન ઉપર નથી. ઘાટનો ઉત્તરી હિસ્સો ચીન પાસે અને દક્ષિણી ભારત પાસે છે. ઘાટની દક્ષિણે સેબુ લા અને કેમલ્સ બેક તરીકે ઓળખાતા પ્રદેશ ભારતના કબ્જામાં આવે છે. ૧૯૬૩થી નાના સંઘર્ષો વર્તમાનપત્રોમાં છપાતા રહ્યા હતા. ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ જ્યારે ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન ચીને ભારતને નાથુ લા ઘાટ ખાલી કરી આપવા ચેતવણી આપી. જો કે ૧૭મી પહાડી ડિવિઝનના તત્કાલીન જનરલ ઓફિસર મેજર જનરલ સાગત સિંહે આમ કરવા ના પાડી અને એમ જણાવ્યું કે નાથુ લા કુદરતી સરહદ છે કેમ કે તે જળવિભાજક છે.[][]

૧૩ ઓગષ્ટ ૧૯૬૭ના રોજ ચીની સૈનિકોએ નાથુ લા ખાતે સિક્કિમ તરફ ખાઇ બનાવવાનું ચાલુ કર્યું. ભારતીય સૈનિકોએ નિરિક્ષણ કરતાં કેટલીક ખાઈ ભારતના વિસ્તારમાં હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું. આ બાબત સ્થાનિક ચીની સૈન્ય અધિકારીના ધ્યાન પર લાવવામાં આવી અને તેમને પાછા હટવા જણાવાયું. ચીની સૈનિકોએ આના જવાબમાં ૨૧ લાઉડસ્પીકર લગાવી અને પ્રચાર કરવાનું શરુ કર્યું. ભારતીય સૈનિકોએ નાથુ લા ખાતે ભારતીય વિસ્તારમાં કાંટાળી વાડ ઉભી કરવાની શરુઆત કરી.

તે અનુસાર ૧૮ ઓગષ્ટના રોજ સરહદ પર વાડ ઉભી કરાઇ રહી હતી જેનો ચીની સૈનિકોએ વિરોધ કર્યો. બે દિવસ બાદ હથિયારબંધ ચીની સૈનિકોએ વાડનું કામ કરી રહેલા ભારતીય સૈનિકો પાસે તૈનાત થઈ ગયા. પરંતુ, ગોળીબાર શરૂ ન કર્યો.[]

ફરી ૭ સપ્ટેમ્બરના રોજ નાથુ લાની દક્ષિણે ભારતીય સૈનિકોએ વાડ ઉભી કરવાનું કાર્ય ચાલુ રાખ્યું તે દરમિયાન સ્થાનિક ચીની સૈન્ય અધિકારી અને સૈનિકો સાથે ધસી આવ્યા અને ભારતીય અધિકારીને કાર્ય રોકવા માટે 'ગંભીર ચેતવણી' આપી. તે બાદ ધક્કામુક્કી પણ થઈ અને બંને તરફ સૈનિકો ઇજાગ્રસ્ત થયા. ચીની સૈનિકો તેમના બે સૈનિકોને થયેલ ઇજા માટે આક્રોશિત હતા.

પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ભારતીય સૈન્યએ નાથુ લાની વચ્ચેથી પસાર થતી વધુ એક વાડ ઉભી કરવા નિર્ણય કર્યો. આ કાર્ય દ્વારા ભારત જેને સરહદ ગણતું હતું તે અંકિત કરાવાની હતી. આ કાર્ય ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૭ના રોજ આરંભ થવાનું હતું.

નાથુ લા ખાતે સંઘર્ષ

[ફેરફાર કરો]

આ આદેશ અનુસાર, ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૭ના રોજ સવારમાં ભારતીય સેનાના ઇજનેર અને સૈનિકો નાથુ લા થી સેબુ લા તરફ વાડ બાંધવા લાગ્યા. ભારતીય ખુલાસા અનુસાર તુરંત જ ચીની રાજકીય કોમિસાર એક સૈન્ય ટુકડી સાથે નાથુ લા વચ્ચે આવ્યા જ્યાં એક ભારતીય લેફ્ટ્ કર્નલની દેખરેખ હેઠળ વાડ બાંધવાનું કાર્ય ચાલી રહ્યું હતું. ચીની અધિકારીએ ભારતીય ટુકડીને કાર્ય રોકવા જણાવ્યું જેનો વિરોધ કરતાં ભારતીય અફસરે જણાવ્યું કે તેમને આદેશ છે આમ કરવા. તુરંત જ ધક્કામુક્કીની શરૂઆત થઈ. પરંતુ ચીની સૈનિકો પોતાના વિસ્તારમાં પાછા જતા રહ્યા અને ભારતીયોએ કાર્યવાહી આગળ વધારી.

આમ થવાની થોડી મિનિટો બાદ જ, ચીની તરફથી એક વ્હિસલ વગાડાઈ અને મધ્યમ મશીનગનથી ગોળીબાર વાડ બાંધવાનું કાર્ય કરી રહેલ ભારતીય સૈનિકો પર કર્યો. આડ ન હોવાને કારણે શરૂઆતમાં ભારતીય સેનાએ મોટાપ્રમાણમાં ખુવારી વેઠી. તુરંત જ ચીની સેનાએ તોપખાના વડે ગોળા ફેંકવાનું શરુ કર્યું. ભારતીય સેનાએ પણ વળતી કાર્યવાહી શરૂ કરી. આ સંઘર્ષ ત્રણ દિવસ સુધી સતત ચાલતો રહ્યો. વ્યૂહાત્મક દૃષ્ટિએ ફાયદાકારક સ્થળની મદદથી ભારતીય સેનાએ ચીની સેનાને મારી હટાવી અને તેના બંકરો તોડવામાં સફળ રહી. સંઘર્ષની શરૂઆતના પાંચ દિવસ બાદ સ્થળ પર યુદ્ધવિરામ ઘોષિત કરવામાં આવ્યો.[]

૧૫/૧૬ સપ્ટેમ્બરના રોજ મૃતદેહોની અદલા બદલી કરવામાં આવી.

પશ્ચિમી નિષ્ણાતોએ ચીની સેના પર સંઘર્ષ શરૂ કરવાનો દોષ રોપ્યો. જોકે, ચીની સેનાને મતે ભારતીયોએ સંઘર્ષ થાય એ પ્રકારના વાતાવરણનું સર્જન કર્યું અને ગોળીબારની શરૂઆત ભારતે કરી.

ચો લા ખાતે સંઘર્ષ

[ફેરફાર કરો]

૧ ઓક્ટૉબર ના રોજ સિક્કિમ-તિબેટ સરહદ પર નાથુ લા થી થોડા કિમી દૂર ચો લા ખાતે બંને દેશોના સૈન્ય વચ્ચે સંઘર્ષ થયો.

નિષ્ણાતોના મતે ચો લા ખાતે સંઘર્ષની શરૂઆત ચીન દ્વારા થઈ જ્યારે ચીની સૈનિકોએ સરહદ ઓળંગી અને ઘાટ પર પોતાનો કબ્જો કર્યો અને ભારતના કબ્જાને ગેરકાયદેસર જાહેર કર્યો.

જોકે ચીની ખુલાસા અનુસાર ભારતીય સૈનિકોએ સરહદ ઓળંગી અને ચીની સેના પર ગોળીબાર કર્યો અને અથડામણ માટેનું વાતાવરણ સર્જ્યું.

સંઘર્ષ એક દિવસ ચાલ્યો અને ચીની સેનાને ભારતે ત્રણ કિમી પીછેહઠ કરવા મજબુર કરી.[૧૦][૧૧]

જાનહાનિ

[ફેરફાર કરો]

ચીન અનુસાર નાથુ લા ખાતે ૩૨ ચીની સૈનિકો અને ૬૫ ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા અને ચો લા ખાતે ૩૬ ભારતીય સૈનિકો અને અજ્ઞાત સંખ્યામાં ચીની સૈનિકો મૃત્યુ પામ્યા.

ભારત અનુસાર બંને સંઘર્ષોમાં ૮૮ ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા અને ૧૬૩ ઘાયલ થયા જ્યારે ચીન તરફ આશરે ૩૪૦ સૈનિકો મૃત્યુ પામ્યા અને ૪૫૦ ઘાયલ થયા.[૧૨][૧૩]

વિશ્લેષણ

[ફેરફાર કરો]

નિષ્ણાત ટેલર ફ્રાવેલ અનુસાર ચુમ્બી ખીણ ખાતે વિવાદાસ્પદ જમીનને કબ્જે કરવાની હોડએ તણાવ વધારવાનું કાર્ય કર્યું હતું. આ વિવાદમાં ચીન દ્વારા કરાયેલ કાર્યવાહી તેની તાકાત વાપરી અને ધાર્યું કરાવવાની નબળાઈ છતી કરે છે. વધુમાં ભારતીય સેના ૧૯૬૨ના યુદ્ધ બાદ બમણા કદની થઈ હતી અને જેના કારણે સરહદ પર તૈનાત સૈનિકોમાં વધારો થયો હતો. ભારત પોતાની સરહદ પાસે હક્કો જાળવી રાખવા જે આક્રમક વલણ બતાવી શક્યું જેની ધારણા ચીનને હતી નહિ. ચીની  શાશકોએ  સરહદ પર તણાવને કારણે  ભારત તરફથી ઉભા થતા ખતરાને વધુ પડતો આંક્યો અને આમ થતાં સશસ્ત્ર કાર્યવાહી કરી.

ફ્રાવેલ અનુસાર એ શક્ય છે કે શરૂઆતનો ચીની હુમલો ચીનના કેન્દ્રિય સૈન્ય આયોગ દ્વારા મંજૂર નહોતો કરાયો. તેના અનુસાર ઝાઉ એન લાઇએ ચીની સેનાને ગોળીબાર થાય તો જ વળતો જવાબ આપવા જણાવ્યું હતું.

જહોન ગાર્વર અનુસાર આ બનાવોને કારણે ચીનના સિક્કિમ પ્રત્યેના વલણ બાબતે ભારતમાં ચિંતા ઉભી થઈ. જોકે સૈન્યના પ્રદર્શનને કારણે ભારત ખૂબ ખુશ થયું.[૧૪]

પ્રત્યાઘાત

[ફેરફાર કરો]

આ બનાવો બાદ ભારત-ચીન સરહદ પર શાંતિ છવાયેલી રહી:

સિક્કિમ ૧૯૭૫માં લોકમત બાદ રાજાશાહી હટાવી અને ભારતનો હિસ્સો બન્યું.[૧૫][૧૬]તે સમયે ચીને આ બાબતને માન્યતા આપવાથી ઇન્કાર કર્યો. ૨૦૦૩માં ચીને  પરોક્ષ રીતે સિક્કિમને ભારતનો  હિસ્સો માન્યો એ શરત હેઠળ કે જો ભારત તિબેટને ભારતનો હિસ્સો માને.[૧૭][૧૮][૧૯] ભારતે આમ ૧૯૫૩માં જ માની લીધું હતું. આ સમજૂતીને કારણે ભારત-ચીન સંબંધો સામાન્ય બન્યા.[૨૦][૨૧]

ચીનના પ્રધાનમંત્રી વેન જીઆબાઓ એ ૨૦૦૫માં જણાવ્યું કે સિક્કિમ બાબતે ભારત અને ચીન વચ્ચે કોઈ મતભેદ નથી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Brahma Chellaney (૨૦૦૬). Asian Juggernaut: The Rise of China, India, and Japan (અંગ્રેજીમાં). HarperCollins. પૃષ્ઠ 195. ISBN 9788172236502. Indeed, Beijing's acknowledgement of Indian control over Sikkim seems limited to the purpose of facilitating trade through the vertiginous Nathu-la Pass, the scene of bloody artillery duels in September 1967 when Indian troops beat back attacking Chinese forces.
  2. ૨.૦ ૨.૧ Van Praagh, David (૨૦૦૩). Greater Game: India's Race with Destiny and China (અંગ્રેજીમાં). McGill-Queen's Press - MQUP. પૃષ્ઠ 301. ISBN 9780773525887. (Indian) jawans trained and equipped for high-altitude combat used US provided artillery, deployed on higher ground than that of their adversaries, to decisive tactical advantage at Nathu La and Cho La near the Sikkim-Tibet border.
  3. ૩.૦ ૩.૧ Hoontrakul, Pongsak (૨૦૧૪). The Global Rise of Asian Transformation: Trends and Developments in Economic Growth Dynamics (illustrated આવૃત્તિ). Palgrave Macmillan. પૃષ્ઠ 37. ISBN 9781137412355. Cho La incident (1967) - Victorious: India / Defeated : China
  4. ૪.૦ ૪.૧ Sheru Thapliyal (Retired Major General of the Indian Army, who commanded the Nathu La Brigade.). "The Nathu La skirmish: when Chinese were given a bloody nose". www.claws.in. Force Magazine (2009). મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-29. Cite has empty unknown parameter: |dead-url= (મદદ); Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  5. ૫.૦ ૫.૧ Fravel, M. Taylor (૨૦૦૮). Strong Borders, Secure Nation: Cooperation and Conflict in China's Territorial Disputes (અંગ્રેજીમાં). Princeton University Press. પૃષ્ઠ 197–199. ISBN 1400828872.
  6. van Eekelen, Willem (૨૦૧૫). Indian Foreign Policy and the Border Dispute with China: A New Look at Asian Relationships (અંગ્રેજીમાં). BRILL. પૃષ્ઠ 235–236. ISBN 9789004304314.
  7. Singh, V. K. (૨૦૦૫). Leadership in the Indian Army: Biographies of Twelve Soldiers (અંગ્રેજીમાં). SAGE Publications. પૃષ્ઠ 308, 309. ISBN 9780761933229.
  8. van Eekelen, Willem (૨૦૧૫). Indian Foreign Policy and the Border Dispute with China: A New Look at Asian Relationships (અંગ્રેજીમાં). The Netherlands: BRILL. પૃષ્ઠ 239-. ISBN 9789004304314.
  9. Bajpai, G. S. (૧૯૯૯). China's Shadow Over Sikkim: The Politics of Intimidation (અંગ્રેજીમાં). Lancer Publishers. પૃષ્ઠ 186, 190, 191. ISBN 9781897829523.
  10. Bajpai, G. S. (૧૯૯૯). China's Shadow Over Sikkim: The Politics of Intimidation (અંગ્રેજીમાં). Lancer Publishers. પૃષ્ઠ 193, 194. ISBN 9781897829523.
  11. Elleman, Bruce; Kotkin, Stephen; Schofield, Clive (૨૦૧૫). Beijing's Power and China's Borders: Twenty Neighbors in Asia (અંગ્રેજીમાં). M.E. Sharpe. પૃષ્ઠ 317. ISBN 9780765627667.
  12. {{Cite book|url=https://books.google.com/books?id=y2jVAAAAMAAJ%7Ctitle=Lok[હંમેશ માટે મૃત કડી] Sabha Debates|last=People|first=India Parliament House of the|last2=Sabha|first2=India Parliament Lok|date=૧૯૬૭|publisher=Lok Sabha Secretariat.|pages=51-|language=en}
  13. Chapter 2: THE PERIOD OF STALEMATE (1963-1975); p 55, Shodhganga.
  14. Garver, John W. (૨૦૧૧). Protracted Contest: Sino-Indian Rivalry in the Twentieth Century (અંગ્રેજીમાં). University of Washington Press. પૃષ્ઠ 171. ISBN 9780295801209.
  15. Scott, David (૨૦૧૧). Handbook of India's International Relations (અંગ્રેજીમાં). Routledge. પૃષ્ઠ 80. ISBN 9781136811319.
  16. Breslin, Shaun (૨૦૧૨). A Handbook of China's International Relations (અંગ્રેજીમાં). Routledge. પૃષ્ઠ 433. ISBN 9781136938450.
  17. Aspects of India's International Relations, 1700 to 2000: South Asia and the World. Pearson. પૃષ્ઠ 87.
  18. van Eekelen, Willem (૨૦૧૫). Indian Foreign Policy and the Border Dispute with China: A New Look at Asian Relationships (અંગ્રેજીમાં). The Netherlands: BRILL. પૃષ્ઠ 36-. ISBN 9789004304314.
  19. Singh, Iqbal (૧૯૯૮). Between Two Fires: Towards an Understanding of Jawaharlal Nehru's Foreign Policy (અંગ્રેજીમાં). Orient Blackswan. પૃષ્ઠ 243-. ISBN 9788125015857.
  20. "India and China agree over Tibet". BBC News.
  21. Baruah, Amit (૧૨ એપ્રિલ ૨૦૦૫). "China backs India's bid for U.N. Council seat". The Hindu. મૂળ માંથી 2005-04-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૦૯.