પતંજલિ ચિકિત્સાલય

વિકિપીડિયામાંથી

પતંજલિ ચિકિત્સાલયપાંડુરંગ શાસ્ત્રી આઠવલેની પ્રેરણાથી સ્થપાયેલા સ્વાધ્યાય પરિવાર દ્વારા કરવામાં આવતા સમાજોપયોગી સેવાના કેટલાક પ્રયોગો પૈકીનો એક અનોખો પ્રયોગ છે. આ પ્રયોગમાં પરિવારના સભ્યમાંથી જે ડૉકટરનો વ્યવસાય કરતા હોય, તેઓ પોતાનો કિંમતી સમય નિ:શુલ્ક સેવા રૂપે કોઇક ગામડાંના લોકો માટે ફાળવે છે અને તેમની સારવાર કરે છે.આ પ્રયોગ હેઠળ નક્કી કરેલા ગામડામાં નક્કી કરેલા ગૃપો નિયમિત અને સતત પૂજારી તરીકે પોતાની ક્ષમતા યોગેશ્વરચરણે ધરે છે. ડૉકટરો, નર્સો ઉપરાંત સ્થાનિક લોકોને જીવનદર્શી તત્વજ્ઞાન લોકભાષામાં સરળ રીતે સમજાવી શકે તેવા ભાવફેરી કરનારા સ્વાધ્યાયીઓનો પણ આ ગૃપમાં સમાવેશ થાય છે.