પરશુરામ કુંડ, લોહિત જિલ્લો

વિકિપીડિયામાંથી
પરશુરામ કુંડ
નગર
પરશુરામ કુંડ is located in Arunachal Pradesh
પરશુરામ કુંડ
પરશુરામ કુંડ
અરુણાચલ પ્રદેશમાં સ્થાન
પરશુરામ કુંડ is located in India
પરશુરામ કુંડ
પરશુરામ કુંડ
પરશુરામ કુંડ (India)
અક્ષાંશ-રેખાંશ: 27°52′39″N 96°21′33″E / 27.87750°N 96.35917°E / 27.87750; 96.35917
દેશ ભારત
રાજ્યઅરુણાચલ પ્રદેશ
જિલ્લોલોહિત

પરશુરામ કુંડ જે પ્રભુ કુઠાર (કોઠાર)ના નામથી પણ ઓળખાય છે, ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ[૧][૨] રાજ્યના લોહિત જિલ્લાની ઉત્તર-પૂર્વ દિશામાં જિલ્લાના મુખ્ય મથક તેઝુથી ર૪ કિલોમીટરના અંતરે આવેલું છે.

આ કુંડ સાથે ભગવાન પરશુરામની કથા જોડાયેલી છે. એક વાર ઋષિ જમદગ્નિનાં પત્ની રેણુકા ઋષિરાજ માટે નહાવાનું પાણી લાવવા માટે ગયા હતાં. કોઇક કારણસર એમને પાણી લાવવામાં મોડું થઇ ગયું. ત્યારે કોપાયમાન થયેલા ઋષિરાજે પરશુરામજીને પોતાની માતાનો વધ કરવા માટે કહ્યું. પિતાજીની આજ્ઞાનુસાર પરશુરામે પોતાની માતાનો વધ કર્યો હતો. પણ પછી પરશુરામજીએ માતૃવધના પાપમાંથી મુક્તિ મેળવવા માટે આ કુંડમાં સ્નાન કર્યું હતું.[૩] ત્યારથી આ કુંડ અહીંના આસપાસના વિસ્તારોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયો છે.

સમય આગળ વધતાં સ્થાનિક લોકોની સાથે સાથે દૂર દૂરથી આવતા પર્યટકોમાં પણ આ સ્થળ જાણીતું બન્યું છે. વર્તમાન સમયમાં આ સ્થળ લોહિત જિલ્લાની ઓળખાણ બની ગયું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં તીર્થયાત્રીઓ ૧૪ જાન્યુઆરીના દિવસે આવતા મકર સક્રાંતિ અહીં આવેલા કુંડમાં સ્નાન કરવા માટે આવે છે. અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે પર્યટકોની સુવિધા માટે અનેક સવલતો ઉપલબ્ધ કરાવી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. આદર્શ બ્રહ્મચારી, અતુલ પરાક્રમી શ્રી પરશુરામ[હંમેશ માટે મૃત કડી] અમર ઉજાલા પર
  2. અરુણાચલ પ્રદેશ ભારત સરકારનું અધિકૃત વેબસાઇટ પર
  3. "પૂર્વોત્તર રેલ્વે, ભારત પર્યટન સંબંધિત સૂચના". મૂળ માંથી 2007-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-26.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]