પરસ્પરોપગ્રહો જીવાનામ્

વિકિપીડિયામાંથી
જૈન ધર્મનું ચિન્હ જે લોક નો આકાર અને તેમનું સૂત્ર દર્શાવે છે.

પરસ્પરોપગ્રહો જીવાનામ્ (સંસ્કૃત: परस्परोपग्रहो जीवानाम्) જૈન ગ્રંથ તત્ત્વાર્થસૂત્રનાં અધ્યાય ૫, શ્લોક ૨૧માંનું સૂત્ર કે મયકથન છે. જેનો અર્થ થાય છે: જીવો પરસ્પર (એકબીજાની) સેવા કરે.[૧] એનો અન્ય એક અર્થ એમ પણ થાય છે કે: દરેક જીવ અન્યોન્ય સહકાર અને સ્વાતંત્ર્ય વડે પરસ્પર બંધાયેલો છે.[૨] આ સૂત્ર પરસ્પરોપગ્રહો જીવાનામ્ મૂળ રૂપે સંસ્કૃતનાં ત્રણ શબ્દોનું બનેલું છે: परस्पर (અન્યોન્ય), उपग्रह (સહાય) અને जीव (જીવ, जीवानाम् શબ્દ જીવનું બહુવચન છે અને વિભક્તિતત્પુરુષનું રૂપ છે). આ સૂત્રને જૈન ધર્મના મુદ્રાલેખ તરિકે પણ સ્વિકારવામાં આવ્યું છે.

જૈનત્વનો મુદ્રાલેખ[ફેરફાર કરો]

પરસ્પરોપગ્રહો જીવાનમ્ ને જૈનત્વના સૂત્ર તરીકે અપનાવાયું છે.[૩] આ સૂત્ર જૈનત્વના પાયાના સિદ્ધાંતો, અહિંસા અને અનેકાંતવાદ પર આધારિત છે. મહાવીર નિર્વાણની ૨૫૦૦મી જયંતિના અવસરે સમગ્ર જૈન પંથો દ્વારા એક ચિન્હને માન્યતા મળી તેની નીચે દેવનાગરીમાં આ સૂત્ર લખવામાં આવ્યું છે.

જૈન ધર્મ પ્રમાણે પ્રકૃતિનું નિવેદન[ફેરફાર કરો]

જાણીતા ભારતીય ન્યાયવેત્તા અને જૈન નેતા એલ એમ સીંઘવી એ તેમના પ્રખ્યાત "પ્રકૃતિ નો જૈન ઉદઘોષણા"માં નોંધ્યું છે":[૪]

મહાવીરે આવનાર અનંત સમયના સત્ય એવી એક વાત જગતને જાહેર કરી જ્યારે તેમણે કહ્યું: "જે વ્યક્તિ પૃથ્વી, હવા, અગ્નિ, પાણી અને વનસ્પતિ સૃષ્ટિનો અનાદર કે અવહેલના કરે છે તે સ્વયંની અવહેલના કરે છે કેમકે તેનું અસ્તિત્વ આજ વસ્તુથી ગૂંથાયેલ છે." જૈન જ્યોતિષ જણાવે મૂળભૂત ગુણધર્મ સહજીવન કે પરસ્પરાવલંબનને માને છે, જે આજના પારિસ્થિતિકી વિ઼જ્ઞાનનો પાયો છે. અહીં તે વાત યાદ કરવા જેવી છે કે ઈકોલોજી આ શબ્દ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં માં વપ્રાવો શરુ થયો જે ગ્રીક શબ્દ ઈકોસ "iokos" અર્થાત્ ઘર, જ્યાં માણસ પાછો ફરે, પરથી લેવામાં આવ્યો છે. ઈકોલોજી કે પારિસ્થિતિકી એ જીવ વિજ્ઞાનની શાખા છે કે જેમાં સજીવ સૃષ્ટિ અને પર્યાવરણ વચ્ચેના પરસ્પર સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રાચીન જૈન મયકથન પરસ્પરોપગ્રહો જીવાનામ્ (સમગ્ર જીવન પ્રસ્પર સહકાર અને અન્યોન્યાશ્રય પર આધારિત છે) એ આ પાર્શ્વાભૂમિમાં અને અભિગમ માં પણ એકદમ યથાર્થ બેસે છે. એટલું જ નહીં આ મયકથન આધુનિક ઈકોલોજી કે પારિસ્થિતિકીના દાયરાને હજીપણ વિસ્તૃત રીતે વિચારે છે. તેનો અર્થ થાય છે કે પ્રકૃતિના દરેક અંગો નમાત્ર ભૌતિક રીતે જે નહી પણ આધ્યાત્મીક રીતે એકબીજા સાથે જોડાયેલ છે. જીવનને પ્રાકૃતિક તત્વો વચ્ચેના સાથ, સહકર, સહાય ની ભેંટ તરીકે જોવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. તાતિયા, નાથાલાલ (tr.) (1994). તત્ત્વાર્થ સૂત્ર: ધેટ વીચ ઈઝ ઓફ વાકક ઉમાસ્વાતિ (સંસ્કૃત - અંગ્રેજીમાં). લેન્હામ, મેરિલેન્ડ: રૉમેન અલ્ટાવિરા. ISBN 0761989935.CS1 maint: unrecognized language (link) પૃ.૧૩૧
  2. સાનગાવે, ડૉ. વિલાસ એ. (૨૦૦૧). ફેસેત્સ ઑફ જૈનોલોજી: સીલેક્ટેડ રીસર્ચ પેપર્સ ઓન જૈનો સોસાયટી, રેલીજીયન એન્ડ કલ્ચર. મુંબઈ: પોપ્યુલર પ્રકાશન. ISBN 8171548393. પૃ. ૧૨૩
  3. એન્સાયક્લોપેડિયા ઓફ જૈનીઝમ(નાગેન્દ્ર કે સિંઘ દ્વારા સંપાદીત). નવી દીલ્હી: અનમોલ પબ્લીકેશન. ૨૦૦૧. ISBN 8126106913. પૃ. ૨૯૨૬-૨૭
  4. સીંઘવી, એલ. એમ. (૨૦૦૬). "પ્રકૃતિનું જૈન નિવેદન". માં ક્રીસ્ટોફર કી ચેપલ (સંપાદક). જૈનીઝમ એન્ડ ઈકોલોજી: નોન વાયોલેન્સ ઈન ધ વેબ ઑફ લાઈફ. નવી દીલ્હી: મોતીલાલ બનારસીદાસ પબ્લીશર્સ. ISBN 8120820452. પૃ.૨૧૭