પહલગામ

વિકિપીડિયામાંથી
પહલગામ
ગિરિ મથક
પહલગામ નજીક ખીણનો દેખાવ
પહલગામ નજીક ખીણનો દેખાવ
પહલગામ is located in Jammu and Kashmir
પહલગામ
પહલગામ
જમ્મુ અને કાશ્મીરમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 34°01′N 75°11′E / 34.01°N 75.19°E / 34.01; 75.19
દેશ ભારત
રાજ્યજમ્મુ અને કાશ્મીર
જિલ્લોઅનંતનાગ જિલ્લો
ઊંચાઇ
૨,૭૪૦ m (૮૯૯૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫,૯૨૨
ભાષાઓ
 • અધિકૃતઉર્દૂ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

પહલગામ (ઉર્દૂ: پہلگام, હિન્દી: पहलगाम) ભારતના ઉત્તરીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક નોટીફાઈડ એરિયા કમિટી (વસ્તી ૧૦૦૦૦ થી ૨૦૦૦૦ વચ્ચે) છે. આ એક પ્રખ્યાત સ્થળ છે અને દર વર્ષે અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

પહલગામ ૩૪.૦૧° N ૭૫.૧૯° E અક્ષાંસ રેખાંશ પર આવેલું છે.[૧] સરાસરી સમુદ્ર સપાટીથી અહીંની સરાસરી ઊંચાઈ ૨૭૪૦ મી છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે પહલગામની વસ્તી ૫૯૨૨ હતી. તેમાં ૬૫% પુરુષો અને ૪૪% સ્ત્રીઓ હતી. અહીં ની સરાસરે સાક્ષરતા ૩૫% હતી જે રાષ્ટ્રીય સરાસરી ૫૯.૫% કરતાં ઓછી હતી. ૪૯% પુરુષો અને ૧૭% સ્ત્રીઓ અહીં સાક્ષર હતી. ૧૪% વસ્તી ૬ વર્ષથી નીચેની ઉમર નાની હતી.

પ્રવાસી આકર્ષણ[ફેરફાર કરો]

પહલગામ (ભરવાડોનું ગામ) ખૂબ સુંદર પ્રાકૃતિક દ્રશ્યો ધરાવે છે. અહીં પ્રવાસી કોઈ હોટેલમાં માત્ર આરામ કરી શકે છે અથવા આસપાસની ઘણી ટેકરીઓમાં કોઈ એક પર આરોહણ કરી શકે છે જેમાં લીદ્દેરવાત, કોલોહોઈ હિમનદી કે સોમાંગ શામિલ છે. અહીં શિયાળાના સમય દરમ્યાન સ્નો સ્કીઈંગ કરી શકાય છે (ડિસેમ્બરથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી). પહલગામમાં રહેવા માટે જમ્મુ કાશ્મીર પર્યટન નિગમ ખૂબ સસ્તા દરે કોટેજ આપે છે.

હિંદુઓનું પવિત્રધામ ગણાતી અમરનાથ ગુફા જવા માટે આ એક પ્રવેશ સ્થળ છે.

કોલાહોઈ હિમનદી[ફેરફાર કરો]

કોલોહોઈ હિમનદી, એ કોલોહોઈ પર્વતની નીછે લીડ્ડર ખીણની ઉપર તરફ આવેલી છે જે અત્યારે લટકતી હિમનદી છે. આ નદી વૈશ્વીક ગરમી, એશિયાઈ કથ્થઈ વાદળ અને પર્યાવરણીય જળશાસ્ત્ર ને લાગતા સ્થાનીય પર્યાવરણીય કારકોને કારણે આ હિમનદી લટકતી હિમનદી બની ગઈ છે. ૨૦૦૮માં જવાહર પર્વતારોહણ સંસ્થાના પર્વતારોહકોના હિસાબે ૧૯૮૫ના મુકાબલે આ હિમનદી અડધી થઈ ગઈ છે. આ હિમનદી અભ્યાસ માટે સલામત નથી કેમકે તે ઘણે ઠેકાણે પોલી થઈ ગઈ છે આ પોલાણ ઘણે સ્થળે ૨૦૦ ફૂટ ઊંડું છે. હિમ ક્ષેત્રની બંને તરફ હિમ તૂટવાના કડાકા સાંભળી શકાય છે જે દર્શાવે છે કે ક્યારે પણ તે ધરાશાયી થઇ શકે છે. સલામતી પૂર્વક આસ્થળેને નીહાળવાનો વિકલ્પ છે કે તમે જમણી તરફથી જાઓ. આ બાજુએથી આવતા ઓછા પથ્થરીય ક્ષેત્રો આવે છે, અને રસ્તામાં ક્યરેક બકરી/ઘોડા/ઢોર આદિ છરાવતાં ભરવાડ મળી જાય છે જેમની પાસે થોડું ચીઝ કે કાશ્મીરી ચા મેળવી શકાય છે. લીડ્ડર ખીણ માર્ગે કોલહોઈ પહોંચતા તમને પશ્ચિમ હિમાલયના સૌથી કપરા ભૂપૃષ્ઠનો સામનો કરવો પડે છે પણ પ્રાકૃતિક દ્રશ્ય શ્વાસ થંભાવનારું સુંદર છે.

આબોહવા[ફેરફાર કરો]

હવામાન માહિતી Pahalgam
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
સરેરાશ મહત્તમ °C (°F) 7.0
(44.6)
8.2
(46.8)
14.1
(57.4)
20.5
(68.9)
24.5
(76.1)
29.6
(85.3)
30.1
(86.2)
29.6
(85.3)
27.4
(81.3)
22.4
(72.3)
15.1
(59.2)
8.2
(46.8)
19.7
(67.5)
સરેરાશ ન્યૂનતમ °C (°F) −2
(28)
−0.7
(30.7)
3.4
(38.1)
7.9
(46.2)
10.8
(51.4)
14.9
(58.8)
18.1
(64.6)
17.5
(63.5)
12.1
(53.8)
5.8
(42.4)
0.9
(33.6)
−1.5
(29.3)
7.3
(45.0)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 48
(1.9)
68
(2.7)
121
(4.8)
85
(3.3)
68
(2.7)
39
(1.5)
62
(2.4)
76
(3.0)
28
(1.1)
33
(1.3)
28
(1.1)
54
(2.1)
710
(27.9)
સ્ત્રોત: Meoweather

પ્રાણી સૃષ્ટિ[ફેરફાર કરો]

અહીંના ક્ષેત્રો માં જંગલી રીંછ આજે પણ જોવા મળે છે અને ગામડાના લોકો સતત તેનાથી સાવચેત રહે છે. સીમાપારથી ગેરકાયદેસર પ્રવેશ ને રોકવા અહીં ભારતીય સેના સતત ચોકી ફેરા પર રહે છે અને તે હંમેશા સાવચેતીની ઉચ્ચ સ્તરે હોય છે. સ્થાનીય લોકોને શસ્ત્રો ન લેવાનો આદેશ હોવાથી અહીંના રીંછ લુપ્ત પ્રાયઃ થવાથી બચ્યા છે. નદીમાં ટ્રાઉટ અને સ્થાનીય ફાર્મમાં પ્રાણીની આપૂરતી હોવાને કારણે તેમને ખોરાકની તંગી રહેતી નથી. અહીં વાનરો પણ સારી સંખ્યામાં જોવા મળે છે મોટા ભાગના વાંદરાઓ શાંત અને શરમાળ છે, પણ તક મળતા તે પર્યટકો અને કેમ્પના લોકોનું ખાવનું ચોરીને ભાગી જાય છે.

વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી[ફેરફાર કરો]

અહીં વષંત દરમ્યાન અસંખ્ય ફૂલો ખીલી ઉઠે છે.

છબીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]