પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

વિકિપીડિયામાંથી
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
જન્મ૧૯ ઓક્ટોબર ૧૯૨૦ Edit this on Wikidata
મહારાષ્ટ્ર Edit this on Wikidata
મૃત્યુ૨૫ ઓક્ટોબર ૨૦૦૩ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયઅભિપ્રેરણાત્મક વક્તા, તત્વજ્ઞાની, ક્રાંતિકારી Edit this on Wikidata

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.[૧] મરાઠી ભાષામાં "દાદાજી" શબ્દનો અર્થ થાય "મોટાભાઈ".

પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.

પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ, ટેમ્પલટન પુરસ્કાર[૨], મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મવિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Swadhyay Pariwar". swadhyay.org.
  2. "Spiritualist from India is honored with religion's Templeton Prize". 5 March 1997. મેળવેલ 2018-12-18.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]