પાબુમઠ

વિકિપીડિયામાંથી
પાબુમઠ
પુરાતત્વીય સ્થળ
પાબુમઠ is located in ભારત
પાબુમઠ
પાબુમઠ
અક્ષાંશ-રેખાંશ: 23°37′N 70°31′E / 23.617°N 70.517°E / 23.617; 70.517Coordinates: 23°37′N 70°31′E / 23.617°N 70.517°E / 23.617; 70.517
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
તાલુકોનખત્રાણા
સમય વિસ્તારUTC+૫.૩૦ (ભારતીય માનક સમય)

પાબુમઠગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ કાળનું પુરાતત્વીય સ્થળ છે.[૧]

ખોદકામ[ફેરફાર કરો]

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ સ્થળે ૧૯૭૭-૭૮, ૧૭૭૮-૭૯ અને ૧૯૮૦-૮૧ દરમિયાન ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું.[૨]

તારણો[ફેરફાર કરો]

૧૯૮૦-૮૧ના ખોદકામ દરમ્યાન એક મોટી ઈમારત સંકુલ, યુનીકોર્ન નું છાપ ધરાવતી મહોર, છીપલાની બંગડીઓ, મણકાઓ, તાંબાની બંગડીઓ, સોય, સુરમા ધાતુ (એન્ટીમની -antimony)ના સળિયા, અભ્રકના ઝીણા મોતી; માટીના વાસણોમાં મળ્યા છે. આ વાસણો મોટા અને મધ્યમ કદના છે જેમા કટોરો, થાળીઓ, વાસણ રાખવાનો ઘોડો, કાણા વાળી બરણી વગેરેનો સમાવેશ થાય છે. આ વાસણો લાલ માટીના બનેલા છે તેના પર કાળા રંગે ચિત્રકારી કરેલી છે.[૧] ઢોરો, ભેંસ, માછલી, ઘેટાં, જંગલી ડુક્કર અને સસલાં જેવા પ્રાણીના અવશેષો પણ અહીં મળી આવ્યા હતા.[૧]

અન્ય અવલોકનો[ફેરફાર કરો]

આ સ્થળ કચ્છ જિલ્લામાં આવેલું છે. જ્યાં ઘણા સિંધુ સંસ્કૃતિના અવશેષો ધરાવતા અન્ય પુરાતત્ત્વિક સ્થળો જેમ કે ધોળાવીરા, દેશલપર, સુરકોટડા વગેરે આવેલા છે.[૩]આ સિવાય દેશલપર, નેત્રા-ખીસ્સાર, સુરકોટડા, ધોળાવીરા, કોટડા, મેઘપર, સેવકિયા, ચિત્રોડ, કનમેર વગેરે જેવા અન્ય સિંધુ સંસ્કૃતિના પુરાતત્ત્વિક સ્થળોએ કિલ્લેબંધી પણ જોવા મળી છે.[૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Mittra, Debala, સંપાદક (૧૯૮૧). "Indian Archaeology 1980-81 A Review" (PDF). Indian Archaeology 1980-81 a Review. Calcutta: Government of India, Archaeological Survey of India: ૧૪. મૂળ (PDF) માંથી 2012-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-04.
  2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  3. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  4. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]