પિંડવળ

વિકિપીડિયામાંથી
પિંડવળ
—  ગામ  —
પિંડવળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°32′18″N 73°10′29″E / 20.538258°N 73.174788°E / 20.538258; 73.174788
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ધરમપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ નાગલી, ડાંગર, વરાઇ
મુખ્ય બોલી કુકણા

પિંડવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. પિંડવળ ગામમાં પ્રાથમિક શાળા, આશ્રમશાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

આ ગામમાં ખેતી, ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પહેલાં અહીં નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ, હાલના સમયમાં શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. અહીંના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

ધરમપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન