પી. વી. સિંધુ

વિકિપીડિયામાંથી
પુસરલા વેંકટ સિંધુ
પી. વી. સિંધુ, ૨૦૧૫માં
Personal information
Birth nameપી. વી. સિંધુ
Countryભારત
Born૫ જુલાઇ ૧૯૯૫
હૈદરાબાદ, તેલંગાણા, ભારત[૧]
Residenceહૈદરાબાદ, ભારત[૨]
Height૧.૭૯ મીટર
Weight૬૫ કિગ્રા
Handednessજમણેરી
Coachપુલ્લેલા ગોપીચંદ
મહિલાઓની સિંગલ
Highest ranking૯ (૧૩ માર્ચ ૨૦૧૪[૩])
Current ranking૧૦ (૭ એપ્રિલ ૨૦૧૬[૪])
BWF profile

પુસરલા વેંકટ સિંધુ (જન્મ ૫ જુલાઇ ૧૯૯૫) એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે.

૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પ્રસિદ્ધ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની યાદી પ્રમાણે તેણી ટોચની ૨૦ ખેલાડીઓમાં હતી.[૫] ૧૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. ૩૦ માર્ચ ૨૦૧૫ના દિવસે તેણીને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો. ૧૮ ઓગસ્ટ ૨૦૧૬ ની તારીખે તેણી ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. સેમી ફાઇનલ મેચમાં તેણીએ જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી.[૬] ૧૯ ઓગસ્ટ, ૨૦૧૬ના દિવસે તેણીએ ૨૦૧૬ની રીઓ ઓલિમ્પિકની ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો હતો.

સિંધુના પિતા પી. વી. રમણ અર્જુન અવોર્ડથી સમ્માનિત છે. પી. વી. રમણે વોલીબોલની રમતમાંભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

બાળપણ અને પ્રારંભિક તાલીમ[ફેરફાર કરો]

પી. વી. સિંધુના માતા-પિતા પી. વી. રમણ અને પી. વિજયા ભૂતપૂર્વ વોલીબોલ ખેલાડીઓ છે. પી. વી. રમણને ભારત સરકારે વર્ષ ૨૦૦૦માં અર્જુન એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. તેણીના માતા-પિતા વ્યવસાયિક વોલીબોલ ખેલાડી હોવા છતાં ૨૦૦૧ના ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયન પુલેલા ગોપીચંદની સફળતાથી પ્રેરણા લઇને તેમણે સિંધુ માટે બેડમિન્ટનનું ક્ષેત્ર પસંદ કર્યુ. તેણીએ આઠ વરસની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ હતુંં.

કારકિર્દી[ફેરફાર કરો]

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોલંબો ખાતે યોજાયેલ ૨૦૦૯ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૦માં ઈરાન ફજ્ર્ર્ર્ર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૦માં મેક્સિકો ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં તેણી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ૨૦૧૦ના ઉબેર કપ માટેની ભારતની રાષ્ટ્રીય ટીમની તે સદસ્ય હતી.

૨૦૧૨[ફેરફાર કરો]

૧૪ જૂન ૨૦૧૨ ના રોજ ઈન્ડોનેશિયન ક્પમાં તેણી જર્મનીની જુલિયાન શેન્ક સામે ૨૧-૧૪, ૨૧-૧૪ ના આંકથી હારી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "bwf world superseries - P V Sindhu Profile". મૂળ માંથી 2019-01-06 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-19.
  2. "Badminton". Olympic Gold Quest. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૬.
  3. "BWF World Rankings - BWF世界排名榜". Badminton World Federation. મેળવેલ ૩ નવેમ્બર ૨૦૧૫.
  4. "BWF World Rankings". bwfbadminton.org. Badminton World Federation. મેળવેલ ૧૯ માર્ચ ૨૦૧૬.
  5. "Sindhu breaks into world top 20 ranking". The Hindu. Chennai, India. ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨.
  6. PTI. "Advani, Bachchan, Dilip Kumar get Padma Vibhushan". The Hindu.