પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

વિકિપીડિયામાંથી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મજાદર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચંદીયા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સરકાર દ્વારા ગામના તથા આજુબાજુના ગામો ને આરોગ્યને લગતી સેવાઓ આપવામાં માટે ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ કેન્દ્રોનું સંચાલન જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા કરે છે. આ કેન્દ્રોમાં દાક્તર, પરિચારિકા, પટાવાળાની ટીમ કાર્ય કરે છે, આ ઉપરાંત અહીં ડ્રાઈવર સાથેની એમ્બ્યુલન્સ વાન પણ કાર્યરત હોય છે. અમુક કેન્દ્રોમાં ફાર્માસીસ્ટ તેમ જ લેબોરેટરી આસિસ્ટન્ટ પણ કાર્ય કરે છે.