પ્રેસિયોડિમિયમ

વિકિપીડિયામાંથી

પ્રેસિયોડિમિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Pr અને અણુ ક્રમાંક ૫૯ છે. પ્રેસિયોડિમિયમ એ એક મૃદુ, ચળકતી, પ્રસરણશીલ અને તંતુભવન ધાતુ છે અને તે લેંથેનાઈડ જૂથમાં આવે છે. આ ધાતુ રાસાયણિક રીતે અત્યંત ક્રિયાશીલ હોવાને કારણે તે શુદ્ધ સ્વરૂપે પ્રકૃતિમાં મળતી નથી. જ્યારે તેને પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે ત્યારે તેના પર લીલું ઓક્સઈડ નું આવરણ બને છે.

આ ધાતુનું નામ તેના મૂળભૂત ઓક્સાઈડના રંગ પરથી રાખવામાં આવ્યું છે. ૧૮૪૧માં, સ્વીડીશ રસાયણ શાસ્ત્રી કાર્લ ગુસ્તાવ મોસેન્ડરએ સિરીનિયમના ક્ષારો છૂટા પાડ્યાં હતી તેને તેણે ડિડિયમ નામ આપ્યું. ૧૮૮૫માં, ઓસ્ટ્રિયન રસાયણ શાસ્ત્રી કાર્લ એવર વોન વેલ્સબાચએ ડિડિયમમાંથી બે અન્ય ક્ષારો છૂટા પાડ્યાં પ્રેસિયોડિમિયમ અને નિયોડિમિયમ. પ્રેસિયોડિમિયમ એ નામ ગ્રીક શબ્દપ્રેસીઓસ (πράσιος) પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે લીલો, અને ડિડિમોસ (δίδυμος), જોડકું.

દરેક દુર્લભ પાર્થિવ ધાતુની જેમ, પ્રેસિયોડિમિયમ તૈયાર રીતે ત્રિપરમાણુ Pr(III) આયન બનાવે છે. પાણીમાં આમનું દ્રાવણ પીળાશ પડતા લીલા રંગનું હોય છે. કાંચમાં તેને ઉમેરી વિવિધ પ્રકારના લીલા-પીળા કાંચ બનાવાય છે. આનિ એક ઉપયોગ પ્રકાશના કિરણ માંથી પીળો પ્રકાશ છાણવા માટે પણ થાય છે.