ફિલિપ્સ

વિકિપીડિયામાંથી
Koninklijke Philips Electronics N.V.
Naamloze vennootschap (ઢાંચો:Euronext, NYSEPHG)
ઉદ્યોગElectronics
સ્થાપના1891, Eindhoven
મુખ્ય કાર્યાલયAmsterdam, Netherlands
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide
મુખ્ય લોકોGerard Kleisterlee (CEO), Jan-Michiel Hessels (Chairman of the supervisory board)
ઉત્પાદનોConsumer electronics, domestic appliances, lighting, medical systems, medical technology
આવક23.19 billion (2009)[૧]
સંચાલન આવક€614 million (2009)[૧]
નફો€410 million (2009)[૧]
કુલ સંપતિ€30.53 billion (2009)[૧]
કુલ ઇક્વિટી€14.60 billion (2009)[૧]
કર્મચારીઓ115,924 (FTE, 2009)[૧]
વેબસાઇટwww.philips.com
એમ્સ્ટરડેમમાં ફિલિપ્સનું વડુંમથક

કોનિનક્લિજકે ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ એન.વી. (રોયલ ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક. ), જે સૌથી વધુ ફિલિપ્સ તરીકે ઓળખાય છે તે ડચની બહુરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ કંપની છે. ફિલિપ્સનો વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાં સમાવેશ થાય છે. 2009માં તેનું વેચાણ 23.18 અબજ યુરોનું હતું. કંપની 60 કરતા વધુ દેશોમાં 115,924 લોકોને રોજગારી આપે છે.[૧] ફિલિપ્સ સંખ્યાબંધ ક્ષેત્રોમાં સક્રિય છે, જેમાં ફિલિપ્સ કન્ઝ્યુમર લાઇફસ્ટાઇલ્સ (અગાઉનું નામ ફિલિપ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફિલિપ્સ ડોમેસ્ટિક એપ્લાયન્સિસ એન્ડ પર્સનલ કેર), ફિલિપ્સ લાઇટિંગ એન્ડ ફિલિપ્સ હેલ્થકેર (અગાઉનું નામ (ફિલિપ્સ મેડિકલ સિસ્ટમ્સ) સમાવેશ થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ફિલિપ્સ ઇલેક્ટ્રિક રેઝર

કંપનીની સ્થાપના નેધરલેન્ડ્સના આઇન્ડહોવન ખાતે કાર્લ માર્ક્સના પિતરાઈ એન્ટન અને ગેરાર્ડ ફિલિપ્સે 1891માં કરી હતી. તેની પ્રથમ પ્રોડક્ટ્સમાં કાર્બન-ફિલામેન્ટ લેમ્પ્સ અને બીજા ઇલેક્ટ્રો-ટેકનિકલ ઉપકરણનો સમાવેશ થાય છે. તેની પ્રથમ ફેક્ટરી હાલમાં પ્રકાશ શિલ્પકલાના માટેના સંગ્રહાલય તરીકે અસ્તિત્વ ધરાવે છે.[૨] 1920ના દાયકામાં કંપનીએ શુન્ય અવકાશિત નળીઓ (વિશ્વભરમાં ‘વાલ્વ’ તરીકે પણ પ્રખ્યાત છે) જેવી બીજી પ્રોડક્ટ્સનું ઉત્પાદન ચાલુ કર્યું હતું. 1927માં તેમણે બ્રિટનની ઇલેક્ટ્રોનિક વાલ્વ ઉત્પાદક કંપની મુલાર્ડને અને 1932માં જર્મનની ટ્યુબ ઉત્પાદક વાલ્વોને હસ્તગત કરી હતી, આ બંને કંપનીઓ પેટાકંપનીઓ બની હતી. 1939માં તેમણે તેમના ઇલેક્ટ્રિક રેઝર- ફિલિશેવ (અમેરિકામાં નોરેલ્કો બ્રાન્ડ નેમ હેઠળ માર્કેટિંગ થયું હતું.) રજૂઆત કરી હતી. સ્ટર્લિંગ એન્જિનના પુનઃજીવનમાં ફિલિપ્સની ભૂમિકા મહત્ત્વની હતી.

ફિલિપ્સ રેડિયો[ફેરફાર કરો]

ફિલિપ્સ રેડીયો રિસીવર મોડેલ 930A, 1931

ફિલિપ્સે 11 માર્ચ 1927ના રોજ બે શોર્ટવેવ રેડિયો સ્ટેશન સાથે પ્રસારણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું, આ બે સ્ટેશનમાં ડચ ઇસ્ટ ઇન્ડીઝ (હાલમાં ઇન્ડોનેશિયા) માટે ડચ ભાષામાં કાર્યક્રમ પ્રસારિત કરતા ફોહી (PHOHI) બ્રોડકાસ્ટિંગ અને પીસીજેજે (PCJJ) (પછીથી પીસીજે (PCJ))નો સમાવેશ થાય છે. પીસીજેજે બાકીના વિશ્વ માટે અંગ્રેજી, સ્પેનિસ અને જર્મન ભાષામાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.

1928માં રવિવારે યજમાન એડી સ્ટાટર્ઝ સાથે આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામ ચાલુ થયા હતા, તેમનો હેપ્પી સ્ટેશન શો વિશ્વનો સૌથી લાંબો શોર્ટવેર પ્રોગ્રામ બન્યો હતો.

મે 1940માં જર્મનીના આક્રમણને કારણે નેધરલેન્ડમાંથી પ્રસારણમાં વિક્ષેપ પડ્યો હતો. હ્યુવાઇઝેનમાં ટ્રાન્સમિટર્સ પર જર્મનીએ અંકુશ મેળવ્યો હતો અને જર્મનીના અંકુશ હેઠળ જર્મની બનાવવામાં આવેલા તેમજ ડચ પ્રસારકોએ બનેલા નાઝી તરફી પ્રોગ્રામનું પ્રસારણ કરવા તેનો ઉપયોગ થયો હતો.

આઝાદી બાદ ફિલિપ્સ રેડિયો ફરી ચાલુ થયો ન હતો. આની જગ્યાએ આ બે શોર્ટવેવ સ્ટેશનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું 1946માં રેડિયો નેધરલેન્ડ્સ વર્લ્ડવાઇડ, ડચ ઇન્ટરનેશનલ સર્વિસમાં તેનું રૂપાંતર કરવામાં આવ્યું હતું, જોકે હેપી સ્ટેશન જેવા પીસીજે (PCJ) પ્રોગ્રામ આ નવા સ્ટેશન પર ચાલુ રહ્યા હતા.

દ્વિતીય વિશ્વ યુદ્ધ[ફેરફાર કરો]

ફિલિપ્સ શીલ્ડ

9 મે, 1940ના રોજ ફિલિપ્સના ડિરેક્ટર્સને એવી માહિતી આપવામાં આપવામાં આવી હતી, કે આવતીકાલે નેધરલેન્ડ્સ પર જર્મની આક્રમણ કરશે. તેમણે કંપનીની જંગી મૂડી પોતાની પાસે રાખીને દેશ છોડીને અમેરિકા ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. નોર્ધ અમેરિકન ફિલિપ્સ કંપની તરીકે અમેરિકામાંથી સંચાલન કરીને તેઓ સમગ્ર યુદ્ધ દરમિયાન કંપનીને ચલાવવામાં સફળ રહ્યા હતા. આની સાથે કંપનીને અમેરિકાના અંકુશથી દૂર રાખવા નેધરલેન્ડ્સ એન્ટીલીઝ (માત્ર કાગળ પર) ખસેડવામાં આવી હતી.

એવું પણ માનવામાં આવે છે કે ફિલિપ્સ પરિવારે યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પહેલા જર્મનીના લશ્કરી દળોને જંગી માત્રામાં ઇલેક્ટ્રિક ઉપકરણ પૂરા પાડ્યા હતા, જેનાથી કેટલાંક લોકો માનતા હતા કે તે દિવસોની બીજી ઘણી કંપનીઓની જેમ ફિલિપ્સે પણ નાઝીને સહયોગ આપ્યો હતો. જોકે એવા કોઈ પુરાવા મળતા નથી કે ફિલિપ્સ કે તેનું મેનેજમેન્ટ નાઝી કે તેમની વિચારણી સાથે સહાનુભૂતિ ધરાવતું હતું. દેશ ન છોડનારા ફિલિપ્સ પરિવારના એક માત્ર સભ્ય ફ્રીટ્સ ફિલિપ્સે એવું કહીને 382 યહુદીના જીવ બચાવ્યા હતા, કે તેઓ ફિલિપ્સની ઉત્પાદન પ્રક્રિયા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે.[૩] આને માટે તેમને 1995માં યાડ વોશેમ દ્વારા ‘રાઇટીયસ અમોંગ ધ નેશન્સ’ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.[૪] પોતાની ઉત્પાદન સુવિધાનો જર્મની દ્વારા દુરુપયોગને અટકાવવા અને કબજા દરમિયાન ગુલામ મજૂર તરીકે કર્મચારીઓને ફરજ પાડવામાંથી બચાવવા ફિલિપ્સ ભાગ્યે જ કંઈ કરી શક્યું હતું. આઇન્ડહોવન સ્થિત ઉત્પાદન સુવિધા એવું એકમાત્ર ડચ ઔદ્યોગિક નિશાન હતું કે જેના પર યુદ્ધ દરમિયાન સાથીદળોએ ઇરાદાપૂર્વક બોંબ મારો કર્યો હતો.[સંદર્ભ આપો]

યુદ્ધ પછીનો યુગ[ફેરફાર કરો]

યુદ્ધ પછી કંપની નેધરલેન્ડ્સમાં પરત આવી હતી અને આઇન્ડહોવનમાં તેના વડામથક શરૂ કર્યા હતા. ઘણી ગુપ્ત રિચર્સ ફેસિલિટીને તાળા મરાયા હતા અને તેને આક્રમણખોરથી સફળતાપૂર્વક ગુપ્ત રાખવામાં આવી હતી, તેનાથી કંપનીને યુદ્ધ પછી ઝડપથી કામગીરી ચાલુ કરવામાં મદદ મળી હતી.[સંદર્ભ આપો]

ઇન્ધોવેનમાં ફિલિપ્સ લાઇટ ટાવર

ફિલિપ્સે 1950માં ફિલિપ્સ રેકોર્ડસ સ્થાપના કરી હતી. ફિલિપ્સે 1963માં ઓડિયો કોમ્પેક્ટ ઓડિયો કેસેટ ટેપ રજૂ કરી હતી, જેને જબરદસ્ત સફળતા મળી હતી. આ કોમ્પેક્ટ કેસેટનો શરૂઆતમાં ઓફિસ ટાઇપિંગ સ્ટેનોગ્રાફર અને વ્યવસાયી પત્રકાર દ્વારા ડિક્ટેશન મશીન માટે ઉપયોગ થતો હતો. અવાજની ગુણવત્તામાં સુધારો થતા અવાજનું રેકોર્ડિંગ કરવા માટે પણ કેસેટનો ઉપયોગ થવા લાગ્યો હતો અને તે વિનાઇલ રેકોર્ડ સાથે રેકોર્ડેડ મ્યુઝિકના વેચાણ માટેનું બીજા ક્રમનું સમૂહ માધ્યમ બન્યું હતું. ફિલિપ્સે પોર્ટેબલ રેડિયો અને કેસેટ રેકોર્ડરનુ પ્રથમ સંયોજન રજૂ કર્યું હતું, જેનું ‘રેડિયોરેકોર્ડર’ તરીકે માર્કેટિંગ થાય છે અને તે હાલમાં બૂમ બોક્સ તરીકે વધુ પ્રખ્યાત છે. પછીથી આ કેસેટનો ટેલિફોન આન્સરિંગ મશીનમાં ઉપયોગ થયો હતો,. જેમાં કેસેટનું સ્પેશિયલ સ્વરૂપ હતું, જેમાં ટેપ અનેક લુપ પર વીંટળાયેલી હતી. 1970 અને 1980ના દાયકાના શરૂઆતના પર્સનલ કમ્પ્યુટરમાં સી-કેસેટનો પ્રથમ માસ સ્ટોરેજ ડિવાઇસ તરીકે પણ ઉપયોગ થયો હતો. ફિલિપ્સે મિની કેસેટ સાથે પ્રોફેશનલની જરૂરિયાત પૂરી કરવા કેસેટના કદમાં પણ ઘટાડો કર્યો હતો, જોકે તે ઓલિમ્પસ માઇક્રોકેસેટ જેટલી સફળ રહી ન હતી. માઇક્રોકેસેટ ફૂલી ડિજિટલ ડિક્ટેશન મશીનના આગમન સુધી મહત્ત્વનું ડિક્ટેશન મિડિયા બની રહી હતી. 

1972માં ફિલિપ્સે મોટી વિડિયો કેસેટ સાથે વિશ્વનું પ્રથમ હોમ વિડિયો કેસેટ રેકોર્ડર એન (N)1500 ઇંગ્લેન્ડમાં લોન્ચ કર્યું હતું, તે 30 મિનિટથી 45 મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરી શકતી હતી. આ પછી એક કલાકની ટેપ પણ ઓફર કરવામાં આવી હતી. સોનીના બિટામેક્સ અને વીએચએસ (VHS) ગ્રૂપની સ્પર્ધા શરૂ થતા ફિલિપ્સે 1977માં એન (N)1700 સિસ્ટમ રજૂ કરી હતી, તે ડબલ લેન્થ રેકોર્ડિંગની સુવિધા પૂરી પાડતી હતી અને એક વિડિયો કેસેટમાં બે કલાકની ફિલ્મનો સૌ પ્રથમ સમાવેશ શક્ય બન્યો હતો. કંપનીએ જાણીતા કોમેડિયન ડેનિસ નોર્ડન સાથે બ્રિટનમાં આ સિસ્ટમની સ્પેશિયલ પ્રમોશનલ ફિલ્મની રજૂઆત કરી હતી.[૫] આ વિચારનું નોંધપાત્ર પ્રમાણમાં સસ્તી ટેપ બનાવતી જાપાનની કંપનીઓ તરત અનુકરણ કર્યું હતું. ફિલિપ્સે વિડિયો 2000 સિસ્ટમ સાથે વિડિયો રેકોર્ડર્સના નવા ધોરણો માટે છેલ્લો પ્રયાસ કર્યો હતો. આ સિસ્ટમની ટેપની બંને બાજુનો ઉપયોગ થઈ શકતો હતો અને તેથી કુલ 8 કલાકના સમય માટે રેકોર્ડિંગ થઈ શકતું હતું. ફિલિપ્સે માત્ર યુરોપમાં પાલ (PAL) સ્ટાન્ડર્ડ હેઠળ તેનું સિસ્ટમનું વેચાણ કર્યું હતું, જ્યારે જાપાનની કંપનીઓએ વૈશ્વિક વેચાણ કર્યું હતું, તેથી જાપાનની કંપનીઓને મોટા વ્યાપનો થયેલો લાભ વિજેતા પૂરવાર થયો હતો અને ફિલિપ્સ વી2000 સિસ્ટમને પાછી ખેંચી લીધી હતી અને તે વીએચએસ (VHS) સંગઠનમાં જોડાઈ હતી. 

ફિલિપ્સે ફિલ્મો માટેની લેઝર ડિસ્ક વિકસવવામાં વહેલી સફળતા મેળવી હતી, પરંતુ તેની પોતાના વિડિયો રેકોર્ડરનું વેચાણ બંધ થઈ જવાના ભયે લેઝર ડિસ્કને લોન્ચ કરી ન હતી. આ પછી ફિલિપ્સે પ્રથમ કોમર્શિયલ ડિસ્ક સ્ટાન્ડર્ડ અને પ્લેયસર્ને લોન્ચ કરવા માટે એમસીએ (MCA) સાથે જોડાણ કર્યું હતું. 1982માં ફિલિપ્સે કોમ્પેક્ટ ડિસ્ક અને ઓપ્ટિકલ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમની રજૂઆત કરવા સોની સાથે હાથ મિલાવ્યા હતા. આ સિસ્ટમ વિકાસ પામીને હાલમાં ડીવીડી બ્લૂ-રે બની છે, જેને ફિલિપ્સે અનુક્રમે 1997  અને 2006માં સોનીના સહયોગમાં લોન્ચ કરી હતી. 1991માં કંપનીના નામને એન.વી. ફિલિપ્સ ગ્લીઓલેમ્પેનફેબર્કિકેનથી બદલીને ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ એન.વી કરવામાં આવ્યું હતું. આની સાથે સાથે નોર્થ અમેરિકન ફિલિપ્સનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું અને ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ નોર્થ અમેરિકન કોર્પના નામ સાથે અમેરિકામાં નવું કોર્પોરેટ ડિવિઝન સ્થાપવામાં આવ્યું હતું. 

1997માં કોનિન્કેજકે ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ એન.વીના નામમાં પરિવર્તન સાથે હેડક્વાર્ટર્સને આઇન્ડહોવનથી ખસેડીને આમ્સર્ટડેમ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  આ પ્રક્રિયા 2001માં પૂરી થઈ હતી. શરૂઆતમાં કંપનીની કામગીરી રેમ્બ્રાન્ડ ટાવરમાંથી થઈ હતી, પરંતુ 2002માં તેને ફરી ખસેડીને બ્રીટનર ટાવરમાં લઈ લવામાં આવી હતી. એ રીતે જોવા જઈએ તો આમ્સર્ટડેમમાં કંપનીને ખસેડવાની હિલચાલને કંપનીના મૂળ વતન તરફ વાપસી ગણી શકાય છે, કારણ કે ગેરાર્ડ ફિલિપ્સે લાઇટ બલ્બ ફેક્ટરી બાંધવાનો વિચાર આવ્યો ત્યારે તેઓ આમ્સર્ટડેમમાં રહેતા હતા. તેમણે દેન રીસી સાથે લાઇટ બલ્બના વ્યાપક ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રથમ પ્રયાસો અહી કર્યા હતા. ફિલિપ્સ લાઇટિંગ, ફિલિપ્સ રિચર્સ, ફેલિપ્સ સેમિકન્ડર્ટસ (સપ્ટેમ્બર 2006માં એનએક્સપી (NXP) તરીકે અલગ કરાયેલી) અને ફિલિપ્સ ડિજાઇન હજુ પણ આઇન્ડહોવન સ્થિત છે. ફિલિપ્સ હેલ્થકેર નેધરલેન્ડ્સના બેસ્ટ (આઇન્ડહોવન નજીક) અને અમેરિકાના મેસેચ્યુસેટ્સના એન્ડોવર (બોસ્ટન નજીક) એમ બંને સ્થળે હેડક્વાર્ટર્સ ધરાવે છે. 2010ના અંતે કંપની મૂળભૂત સંશોધન મારફતે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વધુ નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.[૬]

મુખ્ય શોધો[ફેરફાર કરો]

કોમ્પેક્ટ કેસેટ[ફેરફાર કરો]

1962માં ફિલિપ્સે ઓડિયો સ્ટોરેજ માટે કોમ્પેક્ટ ઓડિયો કેસેટની શોધ કરી હતી. બીજી મેગ્નેટિક ટેપ કાર્ટિજ સિસ્ટમ ઉપલબ્ધ હોવા છતાં કોમ્પેક્ટ કેસેટનું બજારમાં વર્ચસ્વ જામ્યું હતું, કારણ કે ફિલિપ્સે કોઈ પણ ચાર્જ વગર આ ફોર્મેટનું લાઇસન્સ આપવાનો નિર્ણય કર્યો હતો.

લેઝરડિસ્ક[ફેરફાર કરો]

એમસીએ (MCA)ના સહયોગમાં તૈયાર કરાયેલી લેઝરડિસ્ક 30 સેન્ટિમીટરની ડિસ્ક છે, તેનો હેતુ વીએચએસ (VHS) સાથે સ્પર્ધા કરીને તેનું સ્થાન લેવાનો હતો. જોકે ખેલાડીઓના પ્રારંભિક રોકાણ ખર્ચ, મૂવી ટાઇટલના થોડા અંશે ઊંચા ખર્ચ અને રીડ ઓન્લી ફોર્મેટને કારણે તે વીએચએસ (VHS) જેટલી લોકપ્રિય બની ન હતી. પરંતુ બિટામેક્સની જેમ વિડિયો કલેક્ટર્સમાં તેને ખૂબ જ સફળતા મળી હતી. લેઝર ડિસ્ક માટે વિકસિત કરાયેલી ટેકનોલોજીનો પછીથી કોમ્પેક્ટ ડિસ્કમાં ઉપયોગ થયો હતો.

કોમ્પેક્ટ ડિસ્ક[ફેરફાર કરો]

ફિલિપ્સ અને એમસીએ (MCA)નો લેઝરડિસ્ક પ્રોજેક્ટ બજારમાં વીએચએસ (VHS) જેટલો વ્યાપ ફેલાવી શક્યો ન હતો, પરંતુ ફિલિપ્સ હજુ પણ માનતી હતી કે આ ફોર્મેટ સફળ બની શકે છે અને 1982માં (સોનીની મદદ સાથે) કંપનીએ નાની સીડી લોન્ચ કરી હતી.

ડીવીડી (DVD)[ફેરફાર કરો]

સીડીનું આખરી સ્વરૂપ એવી ડીવીડી (DVD) પીછેહટના લાંબા સમયથી પસાર થઈ હતી. ફિલિપ્સ મલ્ટી મીડિયા કોમ્પેક્ટ ડિસ્ક (એમએમસીડી (MMCD)) તરીકે ઓળખાતા નવા ફોર્મેટમાં સીડીને ચાલુ રાખવા માગતી હતી, જ્યારે બીજુ જૂથ (તોશિબાની આગેવાની હેઠળ) તત્કાલિન નામ સુપર ડેન્સિટી (એસડી (SD)) ડિસ્ક પ્રતિસ્પર્ધી ફોર્મેટ વિકસાવી રહ્યું હતું. આ ફાઇલ સિસ્ટમ માટે સલાહ મેળવવા તેમના પ્રતિનિધિઓએ આઇબીએમ (IBM)નો સંપર્ક કર્યો હતો. આઇબીએમ (IBM) ફિલિપ્સ અને સોનીની આવી પહેલથી માહિતગાર હતી. આઇબીએમ (IBM)એ વર્કિંગ ગ્રૂપની રચના કરવા કમ્પ્યૂટર ઉદ્યોગના નિષ્ણાતો (એપલ, ડેલ વગેરે)ના જૂથને સમજાવ્યું હતું. આ ટેકનિકલ વર્કિંગ ગ્રૂપ (ટીડબલ્યુજી (TWG))એ બીજા ફોર્મેટ યુદ્ધ (વિડિયો ટેપ ફોર્મેટ યુદ્ધ જેવા) ટાળવા માટે આ બંને ફોર્મેટ વિલિન ન થાય ત્યાં સુધી બંનેને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. તેના પગલે ડીવીડી (DVD) સ્પેફિકેશનને 1995માં આખરી ઓપ મળ્યો હતો. ડીવીડી (DVD) વિડિયો ફોર્મેટને પ્રોયોગિક ધોરણે મર્યાદિરત પ્રમાણમાં 1996માં સૌ પ્રથમ જાપાનમાં અને તે પછી 1997માં અમેરિકામાં રજૂ કરવામાં આવ્યું હતું અને પછી 1998માં યુરોપ અને બીજા ખંડો રજૂ કરવામાં આવ્યું હતું.

બ્લૂ-રે[ફેરફાર કરો]

મૂળભૂત રીતે ફિલિપ્સ અને સોની દ્વારા વિકસિત બ્લૂ-રેમાં સીડી કે ડીવીડી (DVD) કરતા પણ ટૂંકા વેવલેન્થ બીમનું સર્જન કરવા બ્લૂ-વાયોલેટ કલર્ડ ડાયોડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આના કારણે તેની ક્ષમતા સીડી કે ડીવીડી (DVD) કરતા વધુ છે, તેની સીંગલ લેયર બ્લૂ રેની ક્ષમતા 25જીબી અને ડ્યુલ લેયરની ક્ષમતા 50 જીબી છે.

સેમિકન્ડક્ટર્સનું વેચાણ[ફેરફાર કરો]

ચીપ ઉત્પાદક તરીકે ફિલિપ્સ સેમિકન્ડક્ટર્સ વિશ્વના ટોચના 20 સેમિકન્ડક્ટર્સ વેચાણકર્તા કંપનીમાં સ્થાન ધરાવે છે.

ડિસેમ્બર 2005માં ફિલિપ્સે અલગ કાનૂની એકમમાં સેમિકન્ડક્ટર ડિવિઝન બનાવવાના હેતુની જાહેરાત કરી હતી. ‘વિભાજન’ની આ પ્રક્રિયા પહેલી ઓક્ટોબર 2006ના રોજ પૂરી થઈ હતી. 2 ઓગસ્ટ 2006ના રોજ ફિલિપ્સે પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારોના કોન્સોર્ટિયમને ફિલિપ્સ સેમિકન્ડક્ટર્સનો 80.1 ટકા બહુમતી હિસ્સો વેચવાની સમજૂતી પૂરી કરી હતી જેમાં કોલબર્ગ ક્રેવિસ રોબર્ટ એન્ડ કંપની (કેકેઆર (KKR)), સિલ્વર લેક પાર્ટનર્સ અને આલ્પઇન્વેસ્ટ પાર્ટનર્સ વગેરેનો સમાવેશ થાય છે. આ વેચાણની સાથે સેમિકન્ડક્ટર્સ માટે અલગ કાનૂની એકમ રચવાના અને તમામ વ્યૂહાત્મક વિકલ્પોની ચકાસણી કરવાના નિર્ણયની સાથે ડિસેમ્બર 2005માં શરૂ થયેલી એક પ્રક્રિયા પૂરી થઈ હતી. ઓનલાઇન મંત્રણાના છ સપ્તાહ પહેલા ફિલિપ્સના 8,000 મેનેજર્સને પત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ત્રાહિત પક્ષની બહુમતી માલિકી સાથેના સ્વતંત્ર એકમમાં સેમિકન્ડક્ટર્સ બિઝનેસને અલગ કરવાની પ્રક્રિયાને વેગ આપી રહ્યા છે. તે સમયે જણાવવામાં આવ્યું હતું કે ‘તે એક સોદા કરતા કંઈ વિશેષ છે, તે ફિલિપ્સ માટે પરિવર્તનની લાંબી સફરનો સંભવત સૌથી મોટો સિમાચિહ્ન છે અને તે તમામ માટે અને ખાસ કરીને સેમિકન્ડક્ટર્સમાં સંકળાયેલા લોકો માટે નવા પ્રકરણની શરૂઆત કરે છે.’

115 વર્ષના લાંબા ઇતિહાસમાં કંપની માટે આ એક મોટું પગલું હતું, જેનાથી કંપનીની પ્રોફાઇલમાં મોટું પરિવર્તન આવ્યું હતું. 19મી સદીના ઇલેક્ટ્રિકલ યુગથી ઇલેક્ટ્રોનિક યુગમાં પ્રવેશ કરવામાં સફળ થયેલી ગણીગાંઠી કંપનીઓમાં ફિલિપ્સનો સમાવેશ થાય છે. તેને 1953માં સેમિકન્ડક્ટર્સ પ્રવૃત્તિની શરૂઆત કરી હતી અને આ ઇન્ડસ્ટ્રીમાં વિશ્વની ટોચની 10 કંપનીઓમાં સ્થાન મેળવ્યું હતું. છેલ્લા 50 વર્ષમાં ફિલિપ્સની ઘણી શોધનું મુખ્ય કેન્દ્ર સેમિકન્ડક્ટર્સ છે. તેથી સેમિકન્ડક્ટર્સ ડિવિઝનના વેચાણ તરફ દોરી જતી પ્રક્રિયા માટેની સંમતિ બોર્ડ ઓફ મેનેજમેન્ટે કરેલા સૌથી વધુ મુશ્કેલ નિર્ણયો પૈકીનો એક નિર્ણય હતો. 21 ઓગસ્ટ 2006માં બૈન કેપિટલ અને એપાક્સ પાર્ટનર્સે જાહેરાત કરી હતી કે સેમિકન્ડક્ટર્સ ડિવિઝનનો બહુમતી હિસ્સો ખરીદી રહેલા કેકેઆર (KKR)ની આગેવાની હેઠળના વિસ્તૃત કોન્સોર્ટિયમમાં જોડાવા માટે તેમને પણ સમજૂતી કરી છે.પહેલી સપ્ટેમ્બર 2006ના રોજ બર્લિનમાં જાહેરાત કરવામાં આવી હતી કે ફિલિપ્સ દ્વારા સ્થાપવામાં આવેલી નવી સેમિકન્ડક્ટર્સ કંપનીનું નામ એનએક્સપી (NXP) સેમિકન્ડક્ટર્સ છે. સેમિકન્ડક્ટર ડિવિઝનના વેચાણની સાથે સાથે ફિલિપ્સે એવી પણ જાહેરાત કરી હતી તેઓ કંપનીના નામમાંથી ‘ઇલેક્ટ્રોનિક્સ’ શબ્દને પડતો મૂકશે, આ રીતે તેનું નામ કોનિક્લિજકે ફિલિપ એન.વી (રોયલ ફિલિપ્સ એન.વી.) બન્યું હતું.

કોર્પોરેટ બાબતો[ફેરફાર કરો]

માર્ચ 2008 સુધી વપરાતો ફિલિપ્સનો લોગો

2004માં ફિલિપ્સે તેના સૂત્ર ‘લેટ્સ મેક થીંગ્સ બેટર’ને પડતું મૂક્યું હતું અને ‘સેન્સ એન્ડ સિમ્પ્લીસિટી’ સૂત્ર અપનાવ્યું હતું. એએસએમ (ASM) લિથોગ્રાફીએ ફિલિપ્સનું છૂટો પડાયેલો વિભાગ છે. ઓરિજીન, જે હવે એટોસ ઓરિજીનનો ભાગ છે એ ફિલિપ્સનું ભૂતપૂર્વ વિભાગ છે. તેના રેકોર્ડ ડિવિઝન પોલીગ્રામને 1998માં સીગ્રામને વેચવામાં આવ્યું હતું અને તેને યુનિવર્સલ મ્યુઝિકલ ગ્રૂપમાં વિલિન કરવામાં આવ્યું હતું. ફિલિપ્સ રેકોર્ડ્સ નામ યુએમજી (UMG)ના ભાગ તરીકે ચાલુ રહ્યું હતું, કારણ કે અગાઉની કંપની પાસેથી નામનું લાઇસન્સ મેળવવામાં આવ્યું હતું. ફિલિપ્સ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ સ્ટાન્ડર્ડ[૭] કંપનીનું એક ડિવિઝન છે, જે લાઇસન્સિંગ, ટ્રેડમાર્કના રક્ષણ અને પેટન્ટ સંબંધિત કામગીરી કરે છે. ફિલિપ્સ આશરે 55,000 પેટન્ટના હકો , 33,000 ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન અને 49,000 ડિઝાઇન રજિસ્ટ્રેશન ધરાવે છે.

સીઇઓ (CEO)[ફેરફાર કરો]

ભૂતપૂર્વ અને વર્તમાન સીઇઓ (CEO):

  • 1891–1922: ગેરાર્ડ ફિલિપ્સ
  • 1922–1939: એન્ટન ફિલિપ્સ
  • 1939–1961: ફ્રાન્સ ઓટેન
  • 1961–1971: ફ્રિટ્સ ફિલિપ્સ
  • 1971–1977: હેન્ક વાન રીમ્સડિક
  • 1977–1981: નિકો રોડેનબર્ગ
  • 1982–1986: વીસે ડેક્કર
  • 1986–1990: કાર્નેલિસ વાન કેલટ
  • 1990–1996: જાન ટિમર
  • 1996–2001: કોર બૂનસટ્રા
  • 2001–2011: ગેરાર્ડ ક્લીસ્ટરલી
  • 2011-એન/એ: ફ્રાન્સ વાન હ્યુટન

હસ્તાંતરણ, પેટાકંપનીઓ અને વિસ્તરણ[ફેરફાર કરો]

હસ્તાંતરણ[ફેરફાર કરો]

લાંબા ઇતિહાસમાં ફિલિપ્સે હસ્તગત કરેલી કંપનીઓમાં એમ્પેરેક્સ, મેગ્નાવોક્સ, સિગ્નેટીક્સ, મુલાર્ડ, વીએલએસઆઇ (VLSI), એજિલેન્ટ હેલ્થકેર સોલ્યુશન ગ્રૂપ, માર્કોની મેડિકલ સિસ્ટમ્સ, એડીએસી (ADAC) લેબ્સ, એટીએલ (ATL) અલ્ટ્રાસાઉન્ડ, વેસ્ટિંગહાઉસના કેટલાંક ડિવિઝન તેમજ ફિલકો અને સિલ્વેનિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસનો સમાવેશ થાય છે. ફિલિપ્સે સિલ્વેનિયા ટ્રેડમાર્કને પડતો મૂક્યો હતો. આ ટ્રેડમાર્કની માલિકી ઓસ્ટ્રેલિયા, કેનેડા, મેક્સિકો, ન્યૂ ઝીલેન્ડ, પુઅર્ટો રિકો અને અમેરિકાના સિવાયના દેશો માટે હાલમાં એસએલઆઇ (SLI) (સિલ્વેનિયા લાઇટિંગ ઇન્ટરનેશનલ) પાસે છે. આ બાકાત દેશોમાં તેની માલિકી સીમેન્સના ઓસરામ યુનિટ પાસે છે. ફિલિપ્સ અને એજિલેન્ટ ટેકનોલોજીસ વચ્ચે નવેમ્બર 1999માં સમાન ભાગીદારી સાથે સ્થાપવામાં આવેલું સંયુક્ત સાહસ લાઇટ-એમિટિંગ ડાયોડ્સ ઉત્પાદક લુમિલેડ્ ઓગસ્ટ 2005માં ફિલિપ્સ લાઇટિંગની પેટાકંપની અને ડિસેમ્બર 2006માં સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની હતી.[૮][૯] 2000માં ફિલિપ્સે સોનીકેર ઇલેક્ટ્રીક ટુથબ્રસનું ઉત્પાદન કરતી ઓપ્ટીવા કોર્પોરેશનને હસ્તગત કરી હતી. કંપનીનું નામ બદલીને ફિલિપ્સ ઓરલ હેલ્થકેર કરવામાં આવ્યું હતું અને તે ફિલિપ્સ ડીએપી (DAP)ની પેટાકંપની બની હતી. 2006માં ફિલિપ્સે મેસેચ્યુસેટ્સના ફ્રેમિંગહામમાં વડું મથક ધરાવતી કંપની લાઇફલાઇન સિસ્ટમને ખરીદી હતી. ઓગસ્ટ 2007માં ફિલિપ્સ ટેક્સાસના અલ પાસો ખાતે વડુ મથક ધરાવતી કંપની ઝીમીસ ઇન્ક.ને તેને મેડિકલ ઇન્ફર્મેટિક્સ ડિવિઝન માટે ખરીદી હતી.[૧૦] ઓક્ટોબર 2007માં ટીપીએલ (TPL) ગ્રૂપ પાસેથી મૂર માઇક્રોપ્રોસેસેર પેટન્ટ (એમપીપી (MPP))નો પોર્ટફોલિયા લાઇન્સ ખરીદ્યું હતું.

21 ડિસેમ્બર,2007, શુક્રવારે ફિલિપ્સ અને રેસ્પિરોનિક્સ ઇન્ક. એક મર્જર સમજૂતીની જાહેરાત કરી હતી, જે મુજબ ફિલિપ્સે શેરદીઠ 66 અમેરિકી ડોલરના ભાવે રેસ્પીરોનિક્સના તમામ બાકી શેર ખરીદવાની ટેન્ડર ઓફર કરવાની હતી અથવા સોદા પૂર્ણ થાય ત્યારે રોકડ તરીકે કુલ 3.6 અબજ યુરો (5.1 અબજ અમેરિકી ડોલર)નો કુલ ખરીદ ભાવ ચુકવવાનો હતો.[૧૧]

વિસ્તરણ[ફેરફાર કરો]

ધ રેડીયુઝના ઉત્પાદક[૧૨] }પોલિમર વિઝન[૧૩] ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સનું વિસ્તરણ છે. એપ્રીકો (APRICO) સોલ્યુશન્સ[૧૪] પણ ફિલિપ્સ ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી એન્ડ સ્ટાન્ડર્ડનું સાહસ છે. ફિલિપ્સે ફાર્માસ્યુટિકલ્સ બજારમાં પણ પ્રવેશ કર્યો હતો, તેની શ્રેષ્ઠ જાણીતી કંપની ફિલિપ્સ- ડુપહાર (ડચ ફાર્માસ્યુટિકલ્સ ) છે. ફિલિપ્સ-ડુપહાર પાકના રક્ષણ માટેની પ્રોડક્ટ્સ, પ્રાણીઓની દવા અને માનવ ઉપયોગ માટેની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી હતી. ડુપહારને હાલમાં સોલ્વે ફાર્માસ્યુટિકલ્સ તરીકે જાણીતી સોલ્વેને વેચવામાં આવી હતી. આ પછીના વર્ષોમાં સોલ્વેએ આ કંપનીના વિવિધ ડિવિઝનનું વેચાણ બીજી કંપનીઓને કર્યું હતું. (ક્રોપ પ્રોટેક્શનનું વેચાણ હાલમાં કેમટુરા તરીકે જાણીતી યુનિરોયલને તેમજ વેટરિનરી ડિવિઝનનું વેચાણ વેથના ડિવિઝન ફોર્ટ ડોજને કરવામાં આવ્યું હતું.)

રમતો, સ્પોન્સરશિપ અને નામનો ઉપયોગ કરવાના અધિકારો[ફેરફાર કરો]

પરંપરાગત રીતે ફિલિપ્સ રમતોમાં સ્થાપિત હિત ધરાવે છે. કંપની તેના કર્મચારીઓના મનોરંજનના તંદુરસ્ત માધ્યમ તરીકે રમતોનો ઉપયોગ કરે છે. 1913માં ફ્રાન્સ પાસેથી નેધરલેન્ડની આઝાદીની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ફિલિપ્સે ફિલિપ્સ સ્પોર્ટસ વેરેનીજિંગ અથવા પીએસવી (PSV)ની સ્થાપના કરી હતી જે હાલમાં ફિલિપ્સ સ્પોર્ટસ ક્લબના નામથી ઓળખાય છે. આ સ્પોર્ટસ કલબમાં તમામ પ્રકારની રમતોનો સમાવેશ થાય છે, પરંતુ તે હાલમાં તેની પ્રીમિયર લીગ ફૂટબોલ ટીમ અને તેની સ્વિમિંગ ટીમ માટે સૌથી વધુ જાણીતી છે. ફિલિપ્સ આઇન્ડહોવનમાં ફિલિપ્સ સ્ટેડિયોનના નામનો ઉપયોગ કરવાનો હક ધરાવે છે. આ સ્ટેડિયમ ડચ ફૂટબોલ ટીમ પીએસવી (PSV) આઇન્ડહોવનનું વતન છે. વિદેશમાં પણ ફિલિપ્સ રમતોને સ્પોન્સર્સ છે અને સંખ્યાબંધ સ્પોર્ટસ ક્લબ, સ્પોર્ટસ ફેલિસિટી અને ટુર્નામેન્ટનો સ્પોન્સર કરી છે. ફિલિપ્સે તાજેતરમાં (નવેમ્બર 2008)માં વધુ પ્રોડક્ટસ ગ્રૂપનો સમાવેશ કરવા તેની ખૂબ જ સફળ એફવન (F1) પાર્ટનરશીપમાં એટી એન્ડ ટી (AT&T) વિલિયમ્સને સામેલ કરી હતી. વધુમાં ફિલિપ્સ જ્યોર્જિયાના એટલાન્ટામાં ફિલિપ્સ અરેના તેમજ ઓસ્ટ્રેલિયાની પરંપરાગત રીતે નેશનલ બાસ્કેટ બોલ લીગ તરીકે જાણીતી પ્રીમિયમ બાસ્કેટબોલ લીગ ફિલિપ્સ ચેમ્પિયનશિપ માટે પોતાનું નામ રાખવાના હક ધરાવે છે. 1988 અને 1993ની વચ્ચે ફિલિપ્સ ઓસ્ટ્રેલિયાની રગ્બી લીગ ટીમ બાલમેઇન ટાઇગર્સની મુખ્ય સ્પોન્સર હતી. થાઇલેન્ડમાં ફિલિપ્સ પીઇએ એફસી (PEA FC)ની પ્રાયોજક છે. રમતો ઉપરાંત ફિલિપ્સ વિશ્વના ઘણા દેશોમાં યોજવામાં આવતા ફિલિપ્સ મોન્સ્ટર્સ ઓફ રોક ફેસ્ટિવલ ને સ્પોન્સર કરે છે.

વૈશ્વિક હાજરી[ફેરફાર કરો]

ફિલિપ્સ મુખ્ય હાઉસહોલ્ડ એપ્લાયન્સિસ (વ્હાઇટગુડ્ઝ)નું વેચાણ ફિલિપ્સ નામ હેઠળ કરે છે. મેજર ડોમેસ્ટિક એપ્લાયન્સિસ ડિવિઝનનું વર્લપૂલ કોર્પોરેશનને વેચાણ કરવામાં આવ્યા બાદ તેનું નામ ફિલિપ્સ વર્લપૂલ અને વર્લપૂલ ફિલિપ્સ થી બદલાઈને આખરે માત્ર વર્લપૂલ થયું હતું. વર્લપૂલે ફિલિપ્સના મુખ્ય એપ્લાયન્સ બિઝનેસનો 53 ટકા હિસ્સો ખરીદીને વર્લપૂલ ઇન્ટરનેશનને રચના કરી હતી. વર્લ્ડપૂલે 1991માં વર્લપૂલ ઇન્ટરનેશનલમાં રહેલા ફિલિપ્સના બાકીના હિસ્સાને ખરીદી લીધો હતો. ફિલિપ્સ હાલમાં બ્રોડકાસ્ટિંગ અને ઇન્ટરનેટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીઓ (એસઈએસ (SES) એસ્ટ્રા, હ્યુમેક્સ, ઓપનટીવી અને એએનટી (ANT) સોફ્ટવેર સહિત)ના હાઇબ્રિડ બ્રોડકાસ્ટ બ્રોડબેન્ડ ટીવી (એચબીબીટીવી (HbbTV)) કોન્સોર્ટિયમની પણ સભ્ય છે, જે સિંગલ યુઝર ઇન્ટરફેસ સાથે બ્રોડકાસ્ટ ટીવી અને બ્રોડબેન્ડ મલ્ટિમીડિયા સર્વિસ મેળવવા માટે હાઇબ્રિડ સેટ-ટોપ બોક્સ માટેના ખુલ્લા યુરોપિયન ધોરણો (એચબીબીટીવી (HbbTV) તરીકે ઓળખાય છે)ની સ્થાપના કરવા અને તેને પ્રોત્સાહન આપવા કામ કરે છે.

ઓસ્ટ્રેલિયા[ફેરફાર કરો]

ફિલિપ્સ ઓસ્ટ્રેલિયાની સ્થાપના 1927માં કરવામાં આવી હતી અને તે ઘણી પ્રવૃત્તિ અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગમાં સંકળાયેલી છે. ફિલિપ્સ ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથવેલ્સના નોર્થ રાઇડમાં વડુમથક ધરાવે છે. કંપની દેશમાં 400થી વધુ લોકોને રોજગારી આપે છે. પ્રાદેશિક સેલ્સ અને સપોર્ટ ઓફિસ મેલબોર્ન, બ્રિસ્બેન, એડિલેઇડ અને પર્થમાં આવેલી છે. એપીએસી (APAC) રિજનલ રિવર કોન્ટ્રાક્ટ હેઠળ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ આઇબીએમ (IBM) દ્વારા પુરી પડાય છે અને તેનું સંચાલન ફિલિપ્સ આઇટીઆઇ (ITI) કરે છે.

હાલના બિઝનેસ ક્ષેત્રો/પ્રવૃત્તિઓ નીચે મુજબ છે,

  • ફિલિપ્સ હેલ્થકેર (ન્યૂઝીલેન્ડ ખાતેના બિઝનેસ માટે પણ જવાબદાર)
  • ફિલિપ્સ લાઇટિંગ (ન્યૂઝીલેન્ડ ખાતેના બિઝનેસ માટે પણ જવાબદાર)
  • ફિલિપ્સ કન્ઝ્યુમર લાઇફસ્ટાઇલ (ન્યૂઝીલેન્ડ ખાતેના બિઝનેસ માટે પણ જવાબદાર)
  • ફિલિપ્સ ડિક્ટેશન સિસ્ટમ્સ
  • ફિલિપ્સ ડાયનાલાઇટ (લાઇટિંગ કંટ્રોલ સિસ્ટમ્સ, 2009માં ખરીદેલી)
  • ફિલિપ્સ લુમિલેડ્સ (લુમિલેડ-એલઇડી લાઇફ્ટ, કેમરા ફ્લેશ તરીકે સેલફોનમાં ઉપયોગ. આનું ઉદાહરણ સોની એરિસકસન ડબલ્યુ995 (W995) ફ્લેશ છે.)

2009માં ફિલિપ્સે ઓસ્ટ્રેલિયામાંથી તેની મોટા ભાગની એવી પ્રોડક્ટ્સને દૂર કરી હતી. તે હાલમાં માત્ર સ્મોલ એપ્લાયન્સ વેચાણકર્તા કંપની છે. આ પ્રોડક્ટ્સનું વેચાણ વિતરકો મારફતS થાય છે.

બ્રાઝિલ[ફેરફાર કરો]

ફિલિપ્સ ડુ બ્રાસિલની સ્થાપના 1924માં રિયો ડી જાનેરો ખાતે કરવામાં આવી હતી.[૧૫] 1929માં ફિલિપ્સે રેડિયો રિસિવર્સનું વેચાણ ચાલુ કર્યું હતું. ફિલિપ્સ બ્રાઝિલમાં તેના લાઇટ બલ્બ અને રેડિયો રિસિવર્સનું ઉત્પાદન કરે છે. 1939થી 1945 દરમિયાન બીજા વિશ્વ યુદ્ધને કારણે ફિલિપ્સની બ્રાઝિલ શાખાને સાઇકલ, રેફ્રિજરેટર્સ અને કીટનાશકોનું વેચાણ કરવાની ફરજ પડી હતી. યુદ્ધ પછી ફિલિપ્સે બ્રાઝિલમાં મોટા પાયે ઔદ્યોગિક વિસ્તરણ કર્યું હતું અને માનોસ ફ્રી ઝોનની સ્થાપના કરનાર પ્રથમ જૂથોમાં તેનો સમાવેશ થતો હતો. 1970ના દાયકામાં ફિલિપ્સ રેકોર્ડ બ્રાઝિલની રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં મુખ્ય ખેલાડી હતી. હાલમાં ફિલિપ્સ ડુ બ્રાસિલ બ્રાઝિલ ખાતેની વિદેશી માલિકીની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે.

કેનેડા[ફેરફાર કરો]

ફિલિપ્સે ઘણા વર્ષો સુધી કેનેડામાં લાઇટિંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કર્યું હતું. તે બે ફેક્ટરી ધરાવતી હતી. એક ફેક્ટરી વેન્ડડોર, ઓએન (ON)માં હતી. ફિલિપ્સે 1971માં આ ફેક્ટરી ખોલી હતી. આ ફેક્ટરીમાં એ19 લેમ્પ્સ (‘રોયલ’ લોંગ લાઇફ બલ્બ સહિત), પીએઆર38 (PAR38) લેમ્પ અને ટી19 લેમ્પ્સ (મૂળમાં વેસ્ટિંગહાઉસ લેમ્પ આકાર)નું ઉત્પાદન થતું હતું. ફિલિપ્સે મે 2003ના રોજ આ ફેક્ટરીને બંધ કરી દીધી હતી. બીજો પ્લાન્ટ ક્વિબેકના ટ્રાઇસ-રિવિરીસમાં હતો. તે અગાઉ વેસ્ટિંગહાઉસની ફેકટરી હતી, ફિલિપ્સ ’83માં વેસ્ટિંગહાઉસના લેમ્પ ડિવિઝનને ખરીદ્યા પછી ફિલિપ્સ આ પ્લાન્ટ ચલાવતી હતી. ફિલિપ્સે 80ના દાયકાના અંતિમ ભાગમાં આ ફેકટરીને બંધ કરી દીધી હતી.

ચીન, લોક ગણરાજ્ય[ફેરફાર કરો]

2008ની શરૂઆતમાં રોયલ ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સના એક ડિવિઝન ફિલિપ્સ લાઇટિંગ એશિયામાં કંપનીનું પ્રોડક્ટ્સનું વેચાણ કરવા નાનું એન્જિનિયરિંગ સેન્ટર ખોલ્યું હતું.[૧૬]

હોંગ કોંગ[ફેરફાર કરો]

ફિલિપ્સ હોંગ કોંગે 1948માં કામગીરી ચાલુ કરી હતી. ફિલિપ્સ હોંગ કોંગમાં ફિલિપ્સના ઓડિયો બિઝનેસ યુનિટનું વૈશ્વિક હેડક્વાર્ટર આવેલું છે. તેમાં ફિલિપ્સના એશિયા પેસિફિક રિજનલ ઓફિસ તેમજ તેમાં તેના ડિઝાઇન ડિવિઝન, ડોમેસ્ટિક એપ્લાયન્સિસ એન્ડ પર્સનલ કેર પ્રોડક્ટ્સ ડિવિઝન, લાઇટિંગ પ્રોડક્ટ્સ ડિવિઝન અને મેડિકલ સિસ્ટમ પ્રોડક્ટ્સ ડિવિઝન માટેના હેડક્વાર્ટર્સ આવેલા છે.[૧૭] ફિલિપ્સ 11 ઓટોમેટિક પ્રોડક્શન લાઇન સાથે હોંગ કોંગમાં લાઇટ ફેક્ટરી પણ ધરાવે છે, જે વર્ષે 20 કરોડ નંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. ફિલિપ્સ લાઇટ ફેક્ટરીની સ્થાપના 1974માં કરવામાં આવી હતી અને તે હાલમાં આઇએસઓ (ISO)9001:2000 અને આઇએસઓ (ISO)14001 પ્રમાણપત્ર ધરાવે છે, તેના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયામાં પ્રિફોકસ, લેનસેન્ડ અને ઇ10 મિનિચર લાઇટ બલ્બ સહિતની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.[૧૭]

ફ્રાન્સ[ફેરફાર કરો]

ફિલિપ્સ ફ્રાન્સ સુરેસનીસ ખાતે વડુમથક ધરાવે છે. કંપની દેશમાં 3600 કરતા વધુ લોકોને રોજગારી આપે છે.

  • ફિલિપ્સ લાઇટિંગઃ શાલોન-સુર સોન (ફ્લોરીસન્ટ લેમ્પ્સ), ચાર્ટ્રેસ (ઓટોમેટિવ લાઇટિંગ), લેમોટી-બુવરોન (એલઈડી અને પ્રોફેશનલ ઇન્ડોર લાઇટિંગ મારફત આર્કિટેક્ચરલ લાઇટિંગ), લોંગવિક (લેમ્પ્સ), મિરિબેલ (આઉટડોર લાઇટિંગ), નેવર્સ (પ્રોફેશનલ ઇન્ડોર લાઇટિંગ), પોન્ટ એ મૌસોન (હેલોજન લેમ્પ્સ)નું ઉત્પાદન કરે છે.

ભારત[ફેરફાર કરો]

ફિલિપ્સે ભારત ખાતે 1930માં કોલકાતા (કલકતા) ખાતે બિઝનેસની શરૂઆત કરી હતી જેનું નામ ફિલિપ્સ ઇલેક્ટ્રીકલ કું. (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ હતું. તે 75 કર્મચારી ધરાવતી હતી. તે વિદેશમાંથી આયાત કરેલા ફિલિમ્પ લેમ્પ્સ માટેનું વેચાણ કેન્દ્ર હતું. 1938માં ફિલિપ્સ ઇન્ડિયાએ કોલકતા ખાતે ભારત ખાતેની તેની પ્રથમ લેમ્પ ઉત્પાદન ફેક્ટરીની સ્થાપના કરી હતી. બીજા વિશ્વ યુધ્ધ પછી 1948માં ફિલિપ્સે કોલકતામાં રેડિયોનું ઉત્પાદન ચાલુ કર્યું હતું. 1959માં પૂણે નજીક બીજી રેડિયો ફેક્ટરી નાંખવામાં આવી હતી.

  • 1957માં કંપનીને પબ્લિક લિમિટેડ કંપની બનાવવામાં આવી હતી અને તેનું નામ ‘ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડ’ કરવામાં આવ્યું હતું.
  • 1965ની 3 એપ્રિલે ભારતમાં ફિલિપ્સના દસ લાખમાં રેડિયોનું ઉત્પાદન થયું હતું.
  • 1970માં પૂણે નજીકના પીમ્પરી ખાતે નવી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરી શરૂ થઈ હતી. (આ ફેક્ટરી 2006માં બંધ થઈ હતી)
  • 1982માં ફિલિપ્સ નવમી એશિયન ગેમ્સ દરમિયાન ડીડી નેશનલને ચાર આઉટડોર બ્રોડકાસ્ટ વાનના સપ્લાય સાથે ભારતમાં કલર ટેલિવિઝન ટ્રાન્સમિશન લાવી હતી.
  • 1996માં બેંગલોરમાં ફિલિપ્સ સોફ્ટવેર સેન્ટરની સ્થાપના કરાઈ હતી. (હાલમા તે ફિલિપ્સ ઇનોવેશન કેમ્પસ સંગ્રહિત ૨૦૧૦-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન તરીકે ઓળખાય છે).
  • 2008માં ફિલિપ્સ ઇન્ડિયા વોટર પ્યુરિફાયર્સની નવી પ્રોડક્ટ કેટેગરીમાં પ્રવેશી હતી, તેનું ડિઝાઇનિંગ અને ઉત્પાદનમાં ભારતમાં થયું હતું અને બીજા દેશોમાં નિકાસ થતી હતી.

2008ના રોજ ફિલિપ્સ ઇન્ડિયા આશરે 4,000 કર્મચારી ધરાવતી હતી.

ઈઝરાયેલ[ફેરફાર કરો]

ફિલિપ્સ 1948થી ઇઝરાયેલમાં સક્રિય છે અને 1998માં સંપૂર્ણ માલિકીની પેટાકંપની ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ (ઇઝરાયેલ) લિમિટેડની સ્થાપના કરી હતી. કંપની ઇઝરાયેલમાં 600 કર્મચારી ધરાવે છે અને તેને 2007માં 30 કરોડ ડોલરનું વેચાણ નોંધાવ્યું હતું.[૧૮]

  • ફિલિપ્સ મેડિકલ સિસ્ટમ્સ ટેકનોલોજી લિમિટેડ. (હૈફા) કમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી (સીટી), ડાયગ્નોસ્ટિક અને મેડિકલ ઇમેજિંગ સિસ્ટમ્સની ડેવલપર અને ઉત્પાદક છે. કંપનીની સ્થાપના એલરોન ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એલસિન્ટ તરીકે 1967માં કરવામાં આવી હતી, જેને 1998માં માર્કોની મેડિકલ સિસ્ટમ્સે ખરીદી હતી, માર્કોનીને 2001માં ફિલિપ્સે હસ્તગત કરી હતી.
  • ફિલિપ્સ સેમિકન્ડક્ટર ઇઝરાયેલ હાલમાં એનએક્સપી (NXP) સેમિકન્ડક્ટર્સનો એક હિસ્સો છે.

મેક્સિકો[ફેરફાર કરો]

  • ફિલિપ્સ મેક્સિકાના એસએ ડી સીવીની કોર્પોરેટ ઓફિસ મેક્સિકો સિટીમાં આવેલી છે.

મેક્સિકોમાં ઘણા ઉત્પાદન પ્લાન્ટ છે. કેટલાંક નીચે મુજબ છેઃ

ફિલિપ્સ લાઇટિંગ

  • મોન્ટેરી, નુવો લીયોન
  • સિઓડેડ જુરેઝ, ચિહુઆહુઆ
  • તિજુઆના, બાજા કેલિફોર્નિયા

ફિલિપ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સઃ

  • સિડડેડ જુરેઝ, ચિહુઆહુઆ

ફિલિપ્સ ડોમેસ્ટિક એપ્લાયન્સિસનું મેક્સિકો સિટીના ઇન્ડસ્ટ્રીયલ વાલેજો સેક્ટર ખાતેની મોટી ફેક્ટરીમાં ઉત્પાદન થતું હતું પરંતુ 2003-2004માં ઉત્પાદન બંધ થયું હતું.

પોલેન્ડ[ફેરફાર કરો]

  • યુરોપિયન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ સેન્ટરઃ લોડ્ઝ (Łódź)
  • ફિલિપ્સ લાઇટિંગઃ બિલ્સકો-બિયાલ, પાબિયનિસ, પિલા
  • ફિલિપ્સ ડોમેસ્ટિક એપ્લાયન્સિસઃ બિયાલિસ્ટોક

યુનાઈટેડ કિંગડમ[ફેરફાર કરો]

ફિલિપ્સ યુકે સુરીના ગીલ્ડફોર્ડ ખાતે હેડક્વાર્ટર ધરાવે છે. કંપની દેશભરમાં 2500થી વધુ લોકોને રોજગારી આપી છે. ફિલિપ્સ યુકેની સત્તાવાર વેબસાઇટ.

  • સુરીના રેડહિલ સ્થિત ફિલિપ્સ એપ્લાઇડ ટેકનોલોજી ડિજિટલ ટીવી અને કમ્યુનિકેશન ટેકનોલોજી સહિતની નવી પ્રોડક્ટ્સ અને સબ-સિસ્ટમ્સ વિકસિત કરે છે.
  • બેલફાસ્ટ સ્થિત ફિલિપ્સ હેલ્થકેર ઇન્ફર્મેટિક્સ હેલ્થકેર સોફ્ટવેર પ્રોડક્ટ્સ તૈયાર કરે છે.
  • કેમ્બ્રિજ ખાતેની ફિલિપ્સ બિઝનેસ કમ્યુનિકેશન કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (સીઆરએમ (CRM)) એપ્લિકેશન, આઇપી (IP) ટેલિફોન, ડેટા નેટવર્કિંગ, વોઇસ પ્રોસેસિસંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ અને કોર્ડલેસ એન્ડ મોબાઇલ ટેલિફોનીમાં સ્પેશિયલાઇઝેશન સાથે વોઇસ અને ડેટા કમ્યુનિકેશન્સ ઓફર કરે છે.
  • ગિલ્ડફોર્ડ સ્થિત ફિલિપ્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ હાઇ ડેફિનેશનલ ટેલિવિઝન, ડીવીડી રેકોર્ડર્સ, હાઇ-ફાઇ અને પોર્ટેબલ ઓડિયો, સીડી રેકોર્ડર, પીસી પેરિફેરલ, કોર્ડલેસ ટેલિફોન, હોમ અને કિચન એપ્લાયન્સિસ, પર્સનલ કેર (શેવર્સ, હેર ડ્રાયર્સ, બોડી બ્યૂટી અને ઓરલ હાઇજિન) સહિતની પ્રોડક્ટ્સ માટે સેલ્સ અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડે છે.
  • ફિલિપ્સ ડિક્ટેક્શન સિસ્ટમ, કોલચેસ્ટર, એસેક્સ.
  • ફિલિપ્સ લાઇટિંગઃ ગીલ્ડફોર્ડમાંથી વેચાણ અને લેનાર્કશાયરના હેમિલ્ટનમાં ઉત્પાદન.
  • સુરીના રીગેટ સ્થિત ફિલિપ્સ હેલ્થકેર. એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, ન્યૂક્લિયર મેડિસિન, પેશન્ટ મોનિટરિંગ, મેગ્નેટિક રેઝોનન્સ, કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને રેસુસેટિશન પ્રોડક્ટ્સ માટે સેલ્સ અને ટેકનિકલ સપોર્ટ આપે છે.
  • કેમ્બ્રિજ સ્થિત ફિલિપ્સ રિસર્સ લેબોરેટરીઝ (2008 સુધી સુરીના રેડહિલમાં હતી, મૂળમાં મુલાર્ડ રિસર્ચ લેબોરેટરીઝ હતી.)
  • ફિલિપ્સ સેમિકન્ડક્ટર્સ, હેઝલ ગ્રોવ, સ્ટોકપોર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર અને સાઉથએમ્પ્ટન, હેમ્પશાયર, બંને અગાઉ મુલાર્ડનો હિસ્સો હતા. હાલમાં એનએક્સપી (NXP)નો એક ભાગ છે.

ભૂતકાળમાં ફિલિપ્સ યુકેમાં નીચેનાનો સમાવેશ થતો હતો.

  • ક્રોયડન ખાતે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનું ઉત્પાદન
  • ફિલિપ્સ ડોમેસ્ટિક એપ્લાયન્સિસઃ હેસ્ટિંગ્સમાં ઇલેક્ટ્રીક કેટલ ઉત્પાદન
  • લંડન કેરિયર્સ, લોજિસ્ટિક એન્ડ ટ્રાન્સપોર્ટ ડિવિઝન
  • મુલાર્ડ ઇક્વિપમેન્ટ લિમિટેડ (એમઇએલ (MEL)), જે લશ્કર માટે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું હતું.
  • પાયર ટેલિકમ્યુનિકેશન લિમિટેડ ઓફ કેમ્બ્રિજ
  • ટીએમસી (TMC) લિમિટેડ ઓફ માલ્મ્સબરી, વિલ્ટશાયર

અમેરિકા[ફેરફાર કરો]

ફિલિપ્સ અમેરિકા સ્થિત હેડક્વાર્ટર ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ નોર્થ અમેરિકા કોર્પોરેશન છે, જે મેસેચ્યુસેટ્સના એન્ડોવર ખાતેના 3000 મિનિટમેન રોડ પર આવેલું છે. ઘણા વર્ષો સુધી નોર્થ અમેરિકન હેડક્વાર્ટર ન્યૂ યોર્કમાં હતું, પરંતુ હેલ્થકેર ક્ષેત્રમાં કંપનીની હાજરીમાં સતત વધારાને કારણે તેના સૌથી મોટા બિઝનેસ સેક્ટર (હેલ્થકેર) સાથે તેની હેડક્વાર્ટર્સ ઓફિસને જોડવામાં આવી હતી.

ફિલિપ્સ લાઇટિંગ તેની કોર્પોરેટ ઓફિસ સોમરસેટ, ન્યૂ જર્સીમાં ધરાવે છે.

મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટઃ

  • ડેનવિલા, કેન્ટુકી
  • બાથ, ન્યૂ યોર્ક
  • સેલિના, કેન્સાસ
  • પેરિસ, ટેક્સાસ

વિતરણ કેન્દ્રોઃ

  • માઉન્ટેન ટોપ, પેન્સિલવેનિયા
  • ઓન્ટારિયો, કેલિફોર્નિયા
  • મેમ્ફેસીસ, ટેનેસી

ફિલિપ્સ હેલ્થકેરનું હેડક્વાર્ટર મેસેચ્યુસેટ્સના એન્ડોવરમાં આવેલું છે. નોર્થ અમેરિકન સેલ્સ ઓર્ગેનાઇઝેશન વોશિંગ્ટનના બોથેલમાં છે. ઉત્પાદન એકમો નીચે મુજબ છે.

  • એન્ડોવર, મેસેચ્યુસેટ્સ
  • બોથેલ, વોશિંગ્ટન
  • ક્લેવેન્ડ, ઓહાયો
  • ફોસ્ટર સિટી, કેલિફોર્નિયા
  • મિલપિટાસ, કેલિફોર્નિયા
  • રીડ્સવિલે, પેન્સીલ્વેનિયા

નોક્સવિલે, ટેનેસી ખાતેની એક બંધ કરાઈ છે. ફિલિપ્સ કન્ઝ્યુમર લાઇફસ્ટાઇલ કનેક્ટીકટના સ્ટેમ્ફોર્ડ ખાતે કોર્પોરેટ ઓફિસ ધરાવે છે તેનો ઉત્પાદન પ્લાન્ટ સ્નોક્વેલમી, વોશિંગ્ટનમાં આવેલો છે, જે સોનિકેર ઇલેક્ટ્રીક ટુથબ્રશનું ઉત્પાદન કરે છે. ફિલિપ્સ રિસર્ચ બ્રાયરક્લિપ મેનોર, ન્યૂ યોર્ક ખાતે એક પ્રયોગશાળા ધરાવે છે. 2007માં ફિલિપ્સે ઉત્તર અમેરિકાની લુમિનેર્સ કંપની જેનલાઇટ ગ્રૂપ ઇનકોર્પોરેટેડ સાથે મર્જર એગ્રીમેન્ટ કરી હતી, જેનાથી કંપનીને નોર્થ અમેરિકન લુમિનેર્સ (‘લાઇટિંગ ફિક્સર’ તરીકે પણ જાણીતી) મોખરાનું સ્થાન મળ્યું હતું અને તેને સોલિડ સ્ટેટ લાઇટિંગ સહિતના વિવિધ એપ્લિકેશન માટે સંબંધિત પ્રોડક્ટ્સ મળી હતી. કંપનીએ રેસ્પીરોનિક્સને પણ હસ્તગત કરી હતી, જેનાથી હેલ્થકેર સેક્ટરમાં તેને મોટો લાભ થયો હતો. ફિલિપ્સે તેની ડિઝાઇન, ઇનોવેશન અને બિઝનેસ ધોરણો માટે ઘણા એવોર્ડ મળ્યા છે. તેને ટેકનોલોજીમાં અને ખાસ કરીને હેલ્થકેર, લાઇટિંગ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં વિશ્વની અગ્રણી સંશોધક કંપની તરીકે જોવામાં આવે છે.

મુખ્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ[ફેરફાર કરો]

ફિલિપ્સ વિડીયોપેક G7000
ફિલિપ્સ ઇરિડિયમ

1951 - ટુ હેડેડ રોટરી શેવર ફિલિશેવની રજૂઆત, અમેરિકામાં નોરેલ્કો નામ હેઠળ માર્કેટિંગ

1963 – કોમ્પેક્ટ કેસેટની રજૂઆત

1963 – પ્રથમ ડોમેસ્ટિક હોમ વિડિયો ટેપ રેકોર્ડ, 405 લાઇન 1" ટેપ રીલ મોડલ ઇએલ3400 (EL3400)ની રજૂઆત

1978 – 1960ના દાયકામાં શોધવામાં આવેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લેઝરડિસ્ક પ્લેયરની રજૂઆત

1978 – મેગ્નોવોક્સ ડિવિઝન દ્વારા વિકસિત હોમ વિડિયો ગેમ કોન્સોલ ફિલિપ્સ વિડોયપેક જી7000 (જમીન બાજુ ચિત્ર) રજૂઆત. અમેરિકામાં ઓડિસી2 કોન્સોલ તરીકે માર્કેટિંગ. આ કોન્સોલના વેરિયેશનનું 1984થી વિશ્વભરમાં વેચાણ

1979 – વિડિયો 2000 સિસ્ટમની રજૂઆતઃ ટેકનિકલ રીતે વધુ સારી ડિઝાઇન, પરંતુ વેપારી ધોરણે નિષ્ફળ

1982 – સોની સાથેની ભાગીદારીમાં કોમ્પેક્ટ ડિસ્કની રજૂઆત

1983 – એમએસએક્સ (MSX) હોમ કમ્પ્યૂટર સ્ટાન્ડર્ડ વિકસાવવા ભાગીદારી. આ કમ્પ્યૂટર સ્ટાન્ડર્ડ ખાસ કરીને જાપાન અને નેધરલેન્ડ્સમાં લોકપ્રિય બન્યા હતા.

1991 – કોમ્પેક્ટ ડિસ્ક ઇન્ટરેક્ટિવ સિસ્ટમ સીડી-આઇની રજૂઆત, જેમાં વિડિયો-ગેમ કોન્સોલનો ઘણા ફિચર્સ હતા,[૧૯] પરંતુ વેચાણમાં સફળતા મળી ન હતી.

1992 – ખરાબ નસીબ ધરાવતી ડિજિટલ કોમ્પેક્ટ કેસેટ ફોર્મેટની રજૂઆત.

1995 – એટારી જગુઆરની સીડી એડ-ઓનનું એટારી માટે ઉત્પાદન.

1999 – સોની સાથે ભાગીદારીમાં સુપર ઓડિયો સીડીની રજૂઆત

2000 - લ્યુમીનેર ઇરિડીયમની રજૂઆત.

2001 – સેન્સીયો કોફીમેકરની સફળ રજૂઆત, સૌ પ્રથમ નેધરલેન્ડ્સમાં અને 2002 પછી યુરોપની બીજા દેશોમાં આ પ્રોડક્ટ રજૂ કરી. તે કોફી ગ્રાઉન્ડનો સમાવિષ્ટ થતા કસ્ટમ મેઇડ પેડમાથી કોફીનું બનાવે છે. ઓરિજનલ સેન્સીયો પેડ્સનું ઉત્પાદન ડોવે એજબર્ટે કર્યું હતું. તે સેન્સીયો 2004થી અમેરિકામાં ઉપલબ્ધ છે.

2004 – ફિલિપ્સ હોમલેબ રિસર્ચ સેન્ટરે મિરાવિઝન ટેલિવિઝન લાઇનમાં ઉપયોગ થયેલી મિરર ટીવી ટેકનોલોજીની શોધ કરી હતી.

2006 – સોની સાથે ભાગીદારીમાં બ્લૂ-રે ડિસ્કની રજૂઆત

2008 – વાઉ વીએક્સ (WOW VX) ટેકનોલોજી સાથે ફ્લેટસ્ક્રીનની રજૂઆત. (થ્રીડી ટીવી)

2008 – બ્રિટનના માર્કેટમાં ફિલિપ્સ ઇન્ટિમેટ મેસેજર્સ રિલેશનશિપ કેર રેન્જની રજૂઆત.

કંપનીને દરેક ઉત્પાદિત ડીવીડી માટે રોયલ્ટી મેળવે છે.[૨૦]

2009 – એસ્પેક્ટ રેશિયાના ઉપયોગથી એલસીડી ડિસ્પ્લે સાથે એચડીટીવી માટે વાઇડસ્કીન મોડમાં Philips Cinema 21:9 TVની રજૂઆત

સ્વાસ્થ્યસંભાળ ઉત્પાદનો[ફેરફાર કરો]

ઇમેજિંગ સિસ્ટમ્સ[ફેરફાર કરો]

  • કાર્ડિયો/વેસ્ક્યુલર એક્સ-રે
  • કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (સીટી (CT))
  • ફ્લોરોસ્કોપી
  • મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજીંગ (એમઆરઆઈ (MRI))
  • મોબાઇલ સી-આર્મ
  • ન્યુક્લિયર મેડિસિન
  • પેટ (PET) (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી)
  • પેટ (PET)/ સીટી (CT)
  • રેડીયોગ્રાફી
  • રેડિયેશન ઓન્કોલોજી સિસ્ટમ્સરૂટ્સ
  • અલ્ટ્રાસાઉન્ડ

ડાયગ્નોસ્ટિક મોનિટરિંગ[ફેરફાર કરો]

  • ડાયગ્નોસ્ટિક ઇસીટી (ECG)

ડિફિબ્રીલેટર્સ[ફેરફાર કરો]

  • એકસેસરીઝ
  • સાધનો
  • સોફ્ટવેર

ગ્રાહકો[ફેરફાર કરો]

  • ફિલિપ્સ એવેન્ટ (AVENT)

દર્દી સંભાળ અને ક્લિનિકલ ઇન્ફોર્મેટિક્સ[ફેરફાર કરો]

  • એનેસ્થેટિક ગેસ મોનિટરિંગ
  • રૂધિરદાબ
  • કેપ્નોગ્રાફી
  • ડાયગ્નોસિટક સ્લીપ ટેસ્ટિંગ
  • ડી. એમ. ઇ.
  • ઇસીજી (ECG)
  • એન્ટરપ્રાઇઝ પેશન્ટ ઇન્ફોર્મેટિક્સ સોલ્યુશન્સ
ઓબી (OB) ટ્રેસવ્યૂ
કમ્પ્યુરેકોર્ડ
આઇસીઆઇપી (ICIP)
ઇઆઇસીયુ (eICU( પ્રોગ્રામ
ઇમર્જિન
  • હેમોડાયનામિક
  • આઇસાઇઠ પીએસીએસ (PACS)
  • મલ્ટિ-મેઝરમેન્ટ સર્વર્સ
  • ન્યૂરોફિડીયોઇલ્સ
  • પલ્સ ઓક્સિમેટ્રી
  • તાપમાન
  • ટ્રાન્સક્યુટેનિયસ ગેસ
  • વેન્ટિલેશન
  • વ્યૂફોરમ
  • એક્સિલેરા
  • ઝાઇરિસ

સ્પિન-ઓફ્સ[ફેરફાર કરો]

  • એએસએમએલ (ASML) હોલ્ડિંગ
  • એટોસ ઓરિજિન
  • એનએક્સપી (NXP) સેમીકન્ડક્ટર્સ
  • પેનલાયટિકલ
  • લિક્વાવિસ્ટા

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ "Annual Results 2009" (PDF). Philips. મેળવેલ 25 January 2010. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "AR2009" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  2. Kunstlichtkunst.nl સંગ્રહિત ૨૦૧૦-૦૩-૦૬ ના રોજ વેબેક મશિન, સેન્ટ્રમ કન્સ્ટલિટ
  3. "એબાઉટ ફિલિપ્સ – રોયલ ફિલિપ્સ". મૂળ માંથી 2006-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  4. ધ એનસાયક્લોપેડીયા ઓફ ધ રાઇટીયસ એમોન્ગ ધ નેશન્સ: રેસ્ક્યુઅર્સ ઓફ જ્યુઇસ ડ્યુરિંગ હોલોકોસ્ટ: ધ નેધર્લેન્ડ્સ. જેરુસલેમ: યાદ વશેમ, 2004, પાના.596–597
  5. "BFI – Film & TV Database – The PHILIPS TIME MACHINE (1977)". The British Film Institute Web Database. મૂળ માંથી 19 સપ્ટેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 16 February 2010.
  6. એનઆરસી (NRC) હેન્ડલ્સબ્લેડ, 4 સપ્ટે. 2010 હેટ ન્યુવી ફિલિપ્સ વોર્ડ્ટ બ્લિજ વાન ઇન આઇપેડ હૂસ્જે/આઇપેડ કવરથી નવું ફિલિપ્સ ખુશ થયું, ડચ મૂળ:" 'વી ઝિજ્ન ગીન હાઇ-ટેક બેડરિજફ મીયર હેટ ગાટ ઇરોમ ડાટ દી ટેકનલોજીન ઇન્ડ્રોડ્યુસિરેન દાઇ બ્રીડ ગેડ્રાજન વોર્ડન ડોર દી કન્ઝ્યુમેન્ટ', ઝેગ્ટ વોલ્ક [..] કન્ઝ્યુર લાઇફસ્ટાઇળ નુ ઝુડાનિગ ઇન્ગ્રીચ ડાટ એર ગીન જારેન મીયર ગીવેર્ક્ટ વોર્ડ આન યુટ્વીનડીન્જન દાઇ વિનીંગ કાન્સ વાન સ્લાજેન હેબ્બેન. [..] દી ફિલિપ્સ સ્ટાફ વિન્ડ્ટ એક ગીન ડોએક્જીસ ઓમ ડાટ હેટ બેડ્રીજ નીટ ઓલટીજ વૂરોપ લૂપ્ટ બીજ દી ટેકનોલોજીશ્ચે ઓન્ટ્વીક્કેલિનજેન ઇન કન્ઝુયમેનટેનજીઇડેરેન."
  7. IP.Philips.com
  8. "LedsMagazine.com". મૂળ માંથી 2010-01-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  9. "LedsMagazine.com". મૂળ માંથી 2010-11-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  10. 16.08.2007, ફિલિપ્સ ટુ એક્વાયર હેલ્થકેર ઇન્ફોર્મેટિક્સ કંપની ઝિમિસ (XIMIS) ઇન્ક.ટુ સ્ટ્રેન્થન પ્રેઝન્સ ઇન હેલ્થકેર ઇન્ફર્મેશન ટેકનોલોજી માર્કેટ
  11. NewsCenter.philips.com
  12. "Raedius.com". મૂળ માંથી 2019-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  13. "Polymervision.com". મૂળ માંથી 2019-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-17.
  14. "Aprico.tv". મૂળ માંથી 2012-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  15. Eira.com.br[હંમેશ માટે મૃત કડી]
  16. ફિલિપ્સ ઓપન્સ લાઇટિંગ સેન્ટર ઇન ચાઇના[હંમેશ માટે મૃત કડી] ઓટોમોટિવ ન્યૂઝ રિપોર્ટ– 1 મે 2008
  17. ૧૭.૦ ૧૭.૧ (કંપની પ્રોફાઇલ – ફિલિપ્સ હોંગ કોંગ)
  18. Philips Israel- Company Overview, http://www.philips.co.il/, retrieved 1 May 2010 
  19. Philipcscdi.com સંગ્રહિત ૨૦૧૭-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન, હિસ્ટરી ઓફ ફિલિસ્પસ સીડી-આઇ
  20. "હાઉ કેન પેપર્સ એફોર્ડ ટુ ગીવ અવે ડીવીડીસ?", news.bbc.co.uk , ધ બીબીસી (BBC), 11 ઓક્ટોબર 2005. સુધારો 29 જુલાઇ 2007.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]