બખરલા (તા. પોરબંદર)

વિકિપીડિયામાંથી
બખરલા
—  ગામ  —
બખરલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′55″N 69°38′06″E / 21.731836°N 69.635024°E / 21.731836; 69.635024
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
તાલુકો પોરબંદર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી,કપાસ,દિવેલા,

રજકો, શાકભાજી

બખરલા (તા. પોરબંદર)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા પોરબંદર તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો, મગફળી, જીરું, કઠોળ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં માધ્યમિક શાળા (એમ. આર. કે. હાઇસ્‍કુલ), પ્રાથમિક શાળા (પે સેન્‍ટર પ્રાથમિક શાળા), કન્‍યાશાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

બખરલા ગામ એક સમયે બરડા વિસ્‍તારનું સૌથી મોટું ગામ હતું, જેથી કહેવાતું કે બરડામાં બે ગામ, બખરલા અને દહેગામ [સંદર્ભ આપો]. આ ગામમાં "બખરલીવાવ" અને "હમીરવાવ" નામના પૌરાણીક કુવાઓ આવેલા છે, જેમાં ૫થ્‍થરોમાં કરેલ કોતરકામ જોવાલાયક છે. બખરલા ગામની પુર્વે હમીસર નામનું મોટું તળાવ આવેલુ છે. તેમજ ગામની ૫શ્રિમે તલાવડી નામનું એક તળાવ આવેલું છે, જેમાં શિયાળામાં સફેદ કમળ ખીલે છે. બખરલા ગામમાં વિશાળ ચોક આવેલો છે.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

હોળીના તહેવાર પર બખરલા ગામના મહેર સમાજ દ્વારા રમવામાં આવતો મણિયારો રાસ જાણીતો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]