બાંદ્રા-વરલી સમુદ્રસેતુ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અક્ષાંશ-રેખાંશ: ૧૯°૦૨′૧૧″N ૭૨°૪૯′૧૫″E / ૧૯.૦૩૬૪૮°N ૭૨.૮૨૦૭૭°E / 19.03648; 72.82077

बांद्रा-वर्ली समुद्रसेतु
बांद्रा-वर्ली समुद्रसेतु
बांद्रा-वर्ली समुद्रसेतु
આધિકારીક નામ વાંદરા-વરલી સમુદ્રસેતુ
ક્ષમતા વાહન વ્હવહાર માટે ૮ લેન જેમાં ૨ બસો માટે છે.
પાર કરે છે માહીમ ખાડી
સ્થાનીય મુંબઈ
અભિકલ્પના રજ્જુ કર્ષણ
કુલ લંબાઈ ઢાંચો:Km to mi
ઉદ્ઘાટન તિથી ३० जून, २००९[૧]
ટોલ ૪૦-૫૦ રૂ.
જોડે છે:
વાંદરા ને
વરલી સાથે
Bandra-Worli Sea Link Map.png
निर्देशांक 19°1′40″N, 72°48′56″W

</noinclude>


બાંદ્રા-વરલી સમુદ્રસેતુ ૮-લેન ધરાવતો, તાર-સમર્થિત કોંક્રીટ વડે નિર્માણ કરવામાં આવેલ સેતુ છે. આ સેતુ મુંબઇ મહાનગરના બાંદ્રા તેમ જ વરલી એમ બે ઉપનગરોને એકબીજા સાથે જોડે છે. આ સેતુ પશ્ચિમી-દ્વીપ મહામાર્ગ યોજનાનું પ્રથમ ચરણ છે. ૧૬ અજબ રૂપિયા (૪૦ કરોડ $) ની મહારાષ્ટ્ર સરકારનીઆ પરિયોજનાના આ ચરણને હિન્દુસ્તાન કંસ્ટ્રક્ટશન કંપની દ્વારા પૂરું કરવામાં આવ્યું. આ પુલનું ઉદ્ઘાટન ૩૦ જૂન ના દિવસે થયું પણ સામાન્ય જનતા માટે તેને ૧ જુલાઈ ના મધ્ય રાત્રે ખુલ્લો મુકવામાં આવ્યો. સાડા પાંચ કીલોમીટર લાંબા આ પુલના બનવાથી વાંદરા અને વર્લી વચ્ચે પ્રવાસમાં લાગતો સમય ૪૫ મિનિટ થી ઘટીને માત્ર ૬-૮ મિનિટ રહી ગયો છે. [૨] [૩] આ પુલની યોજના ૧૯૮૦માં બનાવવામાં આવી પણ તેનું કાર્ય ૨૦૦૯માં પુરૂં થયું. [૩][૪]


કેટલાંક તથ્યો[ફેરફાર કરો]

આ સેતુ મુંબઇ તેમ જ આખા ભારત દેશમાં આ પ્રકારનો પ્રથમ પુલ છે. આ સેતુ-પરિયોજનાનો કુલ ખર્ચ ૧૬.૫૦ અબજ રૂપિયા જેટલો છે. [૨] [૩] આ પુલ પર માત્ર પ્રકાશ-વ્યવસ્થા કરવા માટેનો ખર્ચ ૯ કરોડ રૂપિયા જેટલો થયેલ છે. આ સેતુના નિર્માણકાર્યમાં ૩૮,૦૦૦ કિલોમીટર લોખંડના દોરડાં, ૫,૭૫,૦૦૦ ટન કોંક્રીટ અને ૬,૦૦૦ શ્રમિકોની જરૂર પડી છે. આ પુલના નિર્માણ માટેના લોખંડના તારો ખાસ ચીન દેશથી મંગાવવામાં આવ્યા હતા. આ દોરડાં પર કાટ ન લાગે તે માટે ખાસ પ્રકારનો રંગ લગાવી તેના ઉપર પ્લાસ્ટિકનું આવરણ ચઢાવવામાં આવેલું છે. [૨] હાલમાં આ પુલ પરથી પસાર થવા માટે વાહન દીઠ ચોક્કસ કર (ટોલ-ટેક્સ) ઉઘરાવવાનું નક્કી થયેલ છે. આ કર પ્રતિ વાહન ૪૦-૫૦ રૂપિયા જેટલો હશે. આ પુલની કુલ ૭ કિલોમીટરની સફર ખેડવાથી લગભગ ૧ કલાકના સમયની બચત થશે. આ ઉપરાંત પસાર થનારાં બધાં વાહનોના જાળવણી ખર્ચ અને ઇંધણના ખર્ચમાં પણ મોટી બચત થશે. આ બચતના આંકડા જોતાં વાહન દીઠ ચૂકવવો પડતો કર નગણ્ય હશે એવું લાગે છે. દરરોજ લગભગ સવા લાખ જેટલાં વાહનો આ પુલ પરથી પસાર થશે.

संदर्भ[ફેરફાર કરો]

  1. ૨.૦ ૨.૧ ૨.૨ जय शंकर पसाद शुक्ला. "बांद्रा-वर्ली समुद्री पुल पर सरपट दौड़ीं गाडियां" (in हिन्दी). समय लाइव. 
  2. ૩.૦ ૩.૧ ૩.૨ गुरमीत सिंह. "समुद्र सेतु से बांद्रा-वर्ली का फासला हुआ कम" (एचटीएम) (in हिन्दी). तुरन्त न्यू़ज़.  Unknown parameter |accessyear= ignored (|accessyear= suggested) (help); Unknown parameter |accessmonthday= ignored (help)
  3. "एक सेतु समुद्र यह भी" (in हिन्दी). नवभारत टाइम्स. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:मुंबई के दर्शनीय स्थल