બિન-વેધક મૈથુન

વિકિપીડિયામાંથી
અંગૂલ મૈથૂન દર્શાવતું( fingering (sexual act)) ફ્રાન્ઝ વોન બેયોર્સ દ્વારા દોરાયેલું ચિત્ર

બિન-વેધક મૈથુન (જેને અંગ્રેજીમાં outercourse (બાહ્ય ભોગ), frottage, dry humping (શુષ્ક મૈથુન) and heavy petting (મૈથુન સ્પર્શના) પણ કહે છે) એ એક સંભોગ ક્રીડા છે જેમાં યોનિ, ગુદા કે મુખ સંદર્ભે કોઈ પણ પ્રકારના અવયવ માં લિંગ પ્રવેશ (ભેદન) વર્જિત હોય છે. [૧][૨][૩] આ પ્રકારના સંભોગને પારસ્પારિક હસ્ત મૈથુન પણ કહે છે જો કે તેને થોડા જુદા અર્થ/સંદર્ભમાં વાપરવામાં આવે છે.

આ પદ્ધતિમાં શારીરિક સ્ત્રાવોનો સંપર્ક કે પ્રવેશ થતો નથી તેથી આ પદ્ધતિને સલામત મૈથુન અને પ્રજનન નિયંત્રણનો એક પ્રકાર માનવામાં આવે છે. [૪]

બિન-વેધક મૈથુનના પ્રકારો[ફેરફાર કરો]

સ્તન મૈથુન, પુરુષ અને સ્ત્રી વચ્ચે એક પ્રકારનું બિન-વેધક મૈથુન

બિન-વેધ મૈથુન માં નીચેના પ્રકારનો સમાવેશ થાય છે જો કે તેનો વ્યાપ નીચેના પ્રકારો પૂરતો મર્યાદિત નથી.

પૂર્ણતઃ બિન-વેધક[ફેરફાર કરો]

બગલ સંભોગ
(આ પદ્ધતિને અંગ્રેજીમાં તુચ્છ કારે: "bagpiping" બેગપાઈપીંગ , કહે છે કેમકે બેફ પાઈપર તેના વાજાને બગલમાં ભરાવીને વગાડે છે.; "directing traffic" ડાયરેક્ટીંગ ટ્રાફીક, કે "pit-wank" પીટ વેંક, ટીટ વેંક "tit-wank" પરથી, પણ કહે છે)એક પ્રકારનો બાહ્ય સંભોગ છે જેમાં એક વ્યક્તિના લિંગને સાથીની બગલમાં ઘૂસાડવામાં આવે છે.[૫][૬]
ઉત્તેજક મસાજ
તેલ વાપરીને કે વાપર્યા વગર સમગ્ર શરીર પર માલિશ કરવું કે ચોળવું
પાદ કર્મ
પગ દ્વારા લિંગને ઉત્તેજિત કરવું.
લિંવ ચુંબન (ફ્રોટ)
લિંગથી લિંગ ચોળવું.
હસ્ત કર્મ
હાથ વડે લિંગને ઉત્તેજીત કરવું.
સાથળ કર્મIntercrural sex
(અંગ્રેજી: ઈન્ટરક્રૂરલ (Intercrural) અથવા ઈન્ટરફેમોરલ (interfemoral intercourse)), આમાં લિંગને સાથીની સાથળની વચમાં ઘુસાડીને આગળ પાછળ સરકાવવામાં આવે, મસળવામાં આવે છે.
નિતંબ કર્મ
(અંગ્રેજી:ઈંટર ગ્લુટીલ સેક્સ (Intergluteal sex)) જ્યારે લિંગને બે નિતંબ (ઢેકા)ની વચ્ચેની ખાંચામાં રાખીને રગડવામાં આવે છે.
સ્તન સંભોગ
(અંગ્રેજી: મૅમરી ઈંટરકોર્સ Mammary intercourse) જ્યારે એક સાથી પોતાના લિંગને સાથીના સ્તન ની વચ્ચે રાખી રગડવામાં આવે છે.
કુચાગ્ર ઉદ્દીપ્તન અથવા (સ્તન દીંટડીને ઉત્તેજિત કરવી)
આમાં હાથ અથવા મોં દ્વારા સ્તનના કુચાગ્રને ઉત્તેજિત કરવામાં આવે છે.
સુમાટા
સુમાટા એ જાપાની વેશ્યા ગ્રુહો દ્વારા કરાતું પુરુષ લિંગને ઉત્તેજિત કરવાની એક પ્રખ્યાત વિધી છે. આમાં સ્ત્રી પોતાનાઅ હાથ , સાથળ અને યોનિ બાહ્ય પ્રદેશને વડે પુરુષના લિંગને ઉત્તેજીત કરે છે. [૭]
યોનિ ઘર્ષણ
આ પદ્ધતિમાં યોનિ ઓષ્ઠ (વલ્વા)ને અન્ય સાથીની યોનિ ઓષ્ટ સાથે કે અન્ય પદાર્થ સાથે રગડવામાં આવે છે.

આંશિક બિન-વેધક[ફેરફાર કરો]

અંગૂલ મૈથુન
(અંગ્રેજી: ફીંગરીંગ- Fingering) આ પદ્ધતિમાં યોનિ કે ગુદાને આંગળીઓ દ્વારા ઉત્તેજીત કરવામાં આવે છે.
મુખ મૈથુન
આ પદ્ધતિમાં મોઢું, હોઠ, જીભ,દાંત અને ગળા દ્વારા લિંગને ઉત્તેજિત કરવામાં આવે છે.

પારસ્પારિક હસ્તમૈથુન[ફેરફાર કરો]

ઢાંચો:Ref improve section

Johann Nepomuk Geiger, watercolor, 1840.

પારસ્પારિક હસ્તમૈથુન એ એક એવી મૈથુન ક્રીડા છે કે જેમાં એક કે વધુ લોકો પોતાને કે પોતાના સાથીઓને કામુક રીતે પ્રાય: હાથ વડે ઉત્તેજિત કરે છે. આ ક્રીડાને હસ્ત સંભોગ પણ કહે છે. [૮][૯]

આવી ક્રીડા એવી સ્થિતીમાં કરવામાં આવે છે જ્યારે બંને પક્ષ શારીરીક ખોડ, સામાજિક નિયમો- બંધનો કે સ્વેચ્છા આદિને કારણે પૂર્ણ સંભોગ કરવામાં અચકાતા હોય તેમ છતાં તેનો અનુભવ કરવા માંગતા હોય. પૂર્ણ સંભોગના સમયે વચ્ચેના સમયની ક્રીડા તરીકે કે પૂર્વ ક્રીડા તરીકે પણ આ ક્રીડા કરવામાં આવે છે. વેધનના વિકલ્પ તરીકે પણ આ ક્રીડા કરાતી હોય છે. અમુક લોકો માટે આ એક મનગમતી ક્રીડા હોય છે અને તેમાં તેઓ વધુ આનંદ માણે છે. આને કારણે વ્યક્તિ એક બીજાને સામસામે જોઈ શકે છે અને હાથ ને શરીર પર પસરાવવા મુક્ત રહે છે. દા.ત ફ્રટેજ.

કોઈ પણ પ્રકારનું જાતીય અભિગમ ધરાવતા લોકો પારસ્પારિક હસ્તમૈથુન કરી શકે છે. જ્યારે શિશ્ન-યોનિ સંભોગ ના વિકલ્પ તરીકે પારસ્પારિક મૈથુન કરાય છે ત્યારે તેનો ઉદ્દેશ્ય કૌમાર્ય (virginity)નું સંરક્ષણ અથવા ગર્ભધારણ નું ટાળવું હોઈ શકે છે.અમુક લોકો આને ક્વચિત મૈથુન (casual sex) ના વિકલ્પ તરીકે પસંદ કરે છે કેમેકે આમાંથી ખરેખર સંભોગ ન કરવા છતાં સંભોગનો સંતોષ મળે છે.

પારસ્પારિક હસ્ત મૈથુનની વિધી પણ સામાન્ય હસ્તમૈથુન જેવી હોય છે, તેમાં માત્ર એક ફરક એ હોય છે કે અન્ય વ્યક્તિની હાજરી હોય છે. આ મૈથુનમાં સાથીનો સહવાસ એકજ ઓરડામાં એક બીજાને અડ્યા વગર બે વ્યક્તિ ઓ દ્વારા થતાં હસ્ત મૈથુન થી લઈને એક જૂથ દ્વારા સૌના એકબીજાઓને સ્પર્ષીને થતાં હસ્ત મૈથુન જેટલો હોઈ શકે છે. આ ક્રીડામાં બે સહભાગી પોતાને, બીજાને કે એકબીજને ઉત્તેજિત કરી શકે છે.

પારસ્પારિક હસ્તમૈથુનમાં એક અથવા બંને સાથીઓ રતિક્ષણને પ્રાપ્ત કરી શકે છે. કોઈ નું શારીરિક સ્ત્રાવ એકબીજના શરીરમાં ન પ્રવેશે તો આ મૈથુન સલામત મૈથુન બની રહે છે અને ગુપ્ત રોગના સંક્રમણની સંભાવનાને ઘટાડી દે છે. As such, it was encouraged among gay men by some safer sex organizations in the wake of the AIDS outbreak of the 1980s, as an alternative to anal or oral sex.

સાથી દ્વારા હસ્તમૈથુન[ફેરફાર કરો]

યુગલો દ્વારા રતિ ક્ષણ કે લંબાયેલ રતિક્ષણ મેળવવા એક બીજાને હસ્ત મૈથુન કરી અપાતું હોય છે. આમાં બંને સાથીઓ એકજ વ્યક્તિ દ્વારા રતિ ક્ષણ મેળવવા ઉપર ધ્યાન કેંદ્રીત કરે છે. સામાન્ય રીતે એક વ્યક્તિ પોતે વસ્ત્ર રહિત સૂઈ જાય છે અને તેની બાજુમાં તેનો સાથી બેસે છે. બેઠેલે સાથી પોતાના હાથ અને આંગળીઓ વાપરી( પ્રાય: ચીકણા પદાર્થ સાથે) અન્ય સાથીના લિંગ કે યોની કે અન્ય ગુપ્તાંગોને પંપાળે છે. પારસ્પારિક હસ્ત મૈથુન વિધી દ્વારા મેળવાતા વિસ્તરીત રતિ ક્ષણ સામાન્ય રતિ ક્ષણ કરતાં વધુ તીવ્ર અને વિસ્તરીત હોય છે. [૧૦] આ વિસ્તરીત રતિક્ષણની વિધી વિવિધ પ્રકારની સંવેદનાઓનો અનુભવ ધરાવે છે અને તેનું રતિક્ષણ અમુક મિનિટો થી લઈને અમુક કલાકો સુધી સજીવ રહે છે.[૧૧] વિસ્તરીત રતિક્ષણ આ સંજ્ઞા સૌ પ્રથમ પેટ્રીશીયા ટેલરએ ૧૯૯૫માં વાપરી હતી. જોકે આ પ્રણાલી વાપરતાં ગુપ્તરોગ કે એચ.આઈ.વી. ના સંક્રમણ નું જોખમ પૂર્ણ સંભોગ જેટલું જ રહેલું હોય છે. જો માણસની આંગળીમાં ઘા હોય અને તે હસ્તમૈથુન દરમ્યાન એચ.આય.વી ગ્રસ્ત સ્ત્રીના યોની સ્ત્રાવના સંપર્કમાં આવે તો તેને સંક્રમણ ની શક્યતા રહેલી હોય છે ; તે પ્રમાણે એચ.આઈ.વી. ગ્રસ્ત પુરુષ ના વીર્ય નો સંપર્ક પણ કોઈ ઘા સાથે થાય તો પણ સંક્રમણ થઈ જાય છે.


લિંગ ચુંબન (ફ્રટેજ)[ફેરફાર કરો]

લિંગ ચુંબન એ એવી ક્રીડા છે જેમાં સાથીઓ વસ્ત્ર સહિત કે વસ્ત્ર રહીત અવસ્થામાં કોઈ પણ વેધન સિવાય કામુક આનંદ મેળવે છે. અંગ્રેજીમાં આને ડ્રાય હમ્પીંગ-dry humping કે ડ્રાય સેક્સ-dry sex કહે છે. [૧] આ પ્રકારની મૈથુન ક્રીડામાં શરીરના લગભગ દરેક ભાગનો સમાવેશ થતો હોય છે જેમ કે નિતંબ, સ્તન, પેટ, સાથળ, પગ, હાથ, પાની, અને અન્ય ગુપ્ત અંગો. ફ્રટેજમાં પારસ્પારિક લિંગોને એક બેજા સાથે રગડવું પણ શામિલ હોય છે આને અમુક વખત જેનીટો-જેનીટલ જે જીજી રબીંગ પણ કહે છે.[૧]

યુગલ દ્વારા ફ્રટેજ પસંદ કરવા પાછળ ઘણા કારણો હોઇ શકે છે. આનું સૌથી પ્રમુખ કારણ સંભોગ પહેલાની પૂર્વ ક્રીડાનો એક ભાગ હોય છે. આ સિવાય મૌખિક, યોનિ કે ગુદા સંભોગમાં પડ્યા વગર મૈથુન નો આનંદ લેવાની મજબૂરી કે ઈચ્છા પણ એક કારણ જોઈ શકે છે. પ્રાયઃ યુવા લોકો સંભોગના સ્તર સુધી પહોંચવા પહેલા આ સ્તરનો ઉપયોગ કરે છે યા તો થોડા ઉચ્ચ સ્તરની મર્યાદા જાળવવા પણ આ પદ્ધતિ અપનાવાતી હોય છે. વસ્ત્રો ઉતાર્યા સિવાય પણ ફ્રટેજ કરી શકાય છે.

લેપ ડાન્સ તરીકે ઓળખાતા એક નૃત્યમાં વસ્ત્ર સહીતના ફ્રટેજ નો સમાવેશ હોય છે. આધુનિક નૃત્ય શૈલી કે જેમાં નર્તકો વસ્ત્રો સહીત શરીર એક બીજા સાથે રગડે છે તેને ગ્રાઈંડીંગ, ફ્રીકીંગ, કે સેંડવીચ ડાન્સીંગ કહે છે. આને સ્પેનીશ ભાષામાં પેરીઅર (ડોગીંગ ) કહે છે.

ફ્રટેજ આ શબ્દ ફ્રેંચ શબ્દ ફ્રટર પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે "રગડવુ".


શબ્દ વપરાશમાં ફરક[ફેરફાર કરો]

"ઘસડવું" કે "ચોળવું" માટેનો ફ્રેંચ શબ્દ "ફ્રોટર" પરથી અમુક શબ્દો ઉતરી આવ્યાં છે, તેના વપરાશમાં થાપ ન ખાવી જોઈએ:

ફ્રટેજ
એક મૈથુન ક્રીડા, જેમાં ચોળવાની ક્રિયા કરાય છે, આ લેખમાં તેનું વર્ણન છે.
ફ્રોટેયુરેઝમ
આ એક રોકી ન શકાય એવી વિકૃતિ છે જેમાં વ્યક્તિ પોતાના લિંગ પ્રદેશને સહમતી સિવાય અન્ય વ્યક્તિના શરીર સાથે ઘસે છે. (દા.ત., ભીડ ભરેલે ટ્રેન જે બસમાં અજાણ્યા વ્યક્તિ સાથે પોતાના લિંગને દબાવવું). આ પ્રકારના વર્તનને એક સમયે ફ્રટેજ કહેવાતું પણ હવે આ શબ્દનો પ્રયોગ આવા વર્તન માટે થતો નથી.
ફ્રોટ
આ શબ્દનો ઉપયોગ માત્ર પુરુષ લિંગ પર પુરુષ લિંગ ઘસવાના કે રગડવાના સંદર્ભમાં થાય છે આ ક્રીડા બિન-વેધક હોય છે.[૧૨][૧૩] ક્યારેક ભૂલથી ફ્રટેજ શબ્દના ટૂકા સ્વરૂપે ફ્રોટ્આ વપરાય છે જે ભૂલ ભરેલું છે.

આ શબ્દો વચ્ચે ની ગડમથલ એ માટે થાય છે કે સહેમતી દ્વારા થયેલ ફ્રટેજ ને એક સમયે વિકૃતિ ગણવામાં આવતી હતી. અને આને અસહમતી વાળા ફ્રોટેયુરીઝમ સાથે થાપ ખવાતું. જો કે આ અભિગમ હવે માન્ય નથી. ૧૯૯૫ના એક પુસ્તક એક્સેન્ટ્રીક એન્ડ બિઝેર બિહેવીયર્સ માં લેખક લ્યુઈસ આર. ફ્રન્ઝીની જણાવે છે ફ્રટેજ, યોગ્ય સંદર્ભમાં, એ સુયોગ્ય સામાન્ય કામુક વર્તન છે જે કે સ્ત્રી કે પુરુષો, સમલિંગકામી કે વિષમલિંગી સૌ માં જોવા મળે છે.

લૌકીકિકરણ[ફેરફાર કરો]

ડ્રાય હમ્પીંગ (dry humping)
વસ્ત્ર સહીત સ્થિતીમાં બે વ્યક્તિઓ દ્વારા કરાતી મૈથુન ક્રીડા જે સંભોગ ને ઉત્તેજન આપે છે.
સ્ક્રમ્પીંગ (scrumping)
ડ્રાય હમ્પીંગનું લૌકીકિકરણ . સ્ક્રેચીંગ અને હમ્પીંગ ને મિશ્ર કરી બનેલો શબ્દ.[સંદર્ભ આપો]
ગ્રાઈંડીંગ (grinding), ડબીંગ (dubbing),ફ્રીકિંગ (freaking)
આધુનિક નૃત્ય શૈલી જેમાં નર્તકો પોતાના સવસ્ત્ર શરીર એક બીજા સાથે ઘસે છે.
ફ્રોટીયોર ગીક (frotteur geek)
ફ્રટેજ ક્રીડા પ્રત્યે સમર્પિત વ્યક્તિ (પણ ફ્રટેયોર થી પોતને જુદો તરાવતા) માટે લૌકિક નામ .
પ્રીન્દેટન રબ (Princeton rub),[૧૪] ઈવી લીગ રબ(Ivy League rub), વગેરે
તોછડાઈ ભર્યા અપશબ્દો છે, જેનો સંબંધ પુરુષ -પુરુષ ફ્રોટ કે લિંગ -જાંઘ મૈથુનના સંદર્ભમાં કે બંનેના કરવામાં આવે છે, આ શબ્દ તે સમયે બહાર આવ્યો જ્યારે કોલેજોમાં માત્ર પુરુષોને જ પ્રવેશ મળતો. [૧૫]
ગોય (g0y)
(આની જોડણીમાં વચ્ચે શૂન્ય - ઝીરો લખાય છે): આ પુરુષો માટેના એક જુદા જાતીય જૂથની ઓળખાણ માટે વપરાતો શબ્દ છે જેમાં માણસ અન્ય માણસ પ્રત્યે આકર્ષણ ધરાવે છે પણ ગુદા મૈથુનને પસંદ નથી કરતો અને બિન -વેધક મૈથુન પસંદ કરે છે.[૧૬]

ગર્ભાધાનનું જોખમ[ફેરફાર કરો]

જાંઘ-લિંગ મૈથુન અને લિંગ-યોની ઘર્ષણ જેવા મૈથુન આમતો બિન-વેધક ગણાય છે પણ ગર્ભાધાનનું જોખમ ધરાવે છે. કેમકે આમાં વીર્ય ધરાવતું દ્રવ્ય ગુપ્તાંગો સુધી પહોંચવાની સંભાવના છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ M., Hodge (2000). "The Evolution of Human Homosexual Behavior". Current Anthropology: 385. ISBN 1-0768-88-1 Check |isbn= value: length (મદદ). Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. Kate Havelin (1999). Dating: "What Is a Healthy Relationship?". Capstone Press. પૃષ્ઠ 64. ISBN 0736802924.
  3. Isadora Alman (2001). Doing It: Real People Having Really Good Sex. Conari. પૃષ્ઠ 280. ISBN 1573245208.
  4. "Sexual Risk Factors". aids.gov. મેળવેલ March 4, 2011.
  5. Morton, Mark Steven (2003). The Lover's Tongue: A Merry Romp Through the Language of Love and Sex. Insomniac Press. પૃષ્ઠ 186. ISBN 1894663519. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. axillary intercourse - Dictionary of sexual terms
  7. Constantine, Peter. Japan's Sex Trade: A Journey Through Japan's Erotic Subcultures. Tokyo: Yenbooks, 1993, p. 75. ISBN 9784900737006.
  8. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-18.
  9. Fulbright, Yvonne K. (2010). The Better Sex Guide to Extraordinary Lovemaking. Quiver. પૃષ્ઠ 141. ISBN 9781592333523.
  10. Alan Brauer & Donna Brauer (1991). The ESO Ecstasy Program: Better, Safer Sexual Intimacy and Extended Orgasmic Response. Warner Books. પૃષ્ઠ 24–25. Masters in Johnson … described female orgasm as "a brief episode of physical release" characterized by either "a series of rapidly recurrent orgasmic experiences between which no recordable plateau-phase intervals can be demonstrated or by a single, long-continued orgasmic episode… status orgasmus is may last from 20 to more than 60 seconds"
  11. Patricia Taylor, PhD thesis (2000), In her PhD research study, the average time spent in an EO session was 54 minutes.
  12. Piepenburg, Erik (February 2006). "What's Rub Got to Do With it?". Out. મેળવેલ July 4, 2011. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  13. Joe Perez (2006). Rising Up. Lulu.com. પૃષ્ઠ 248. ISBN 1411691733, 9781411691735 Check |isbn= value: invalid character (મદદ). મેળવેલ July 4, 2011.
  14. "Queer Slang in the Gay 90's". મેળવેલ 2007-04-13. (gaymart.com)[નોંધનીયતા શંકાસ્પદ?]
  15. Carpenter, Humphrey (1981). W.H. Auden, a biography, Volume 1981, Part 1. Houghton Mifflin Co. પૃષ્ઠ 48. ISBN 0395308534.
  16. g0ys.org -GUys into gUys - not gAys[નોંધનીયતા શંકાસ્પદ?];Matt & Andrej Koymasky - Gay Slang - G[નોંધનીયતા શંકાસ્પદ?]

વધુ વાંચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]