બેટમેન (ચિત્રકથા)

વિકિપીડિયામાંથી

બેટમેન એ બહુપ્રસિદ્ધ ચિત્રકથાનું કાલ્પનિક પાત્ર છે (જેને ગુજરાતીમાં ચામાચિડિયું માનવ કહી શકાય). જેનું સર્જન ચિત્રકાર 'બોબ કેન' અને લેખક 'બિલ ફીંગરે' 'ડીસી કોમિક્સ' નામનાં પ્રકાશન માધ્યમથી કરેલું.આ પાત્ર મે ૧૯૩૯ માં પ્રથમ વખત રજુ થયેલું.

કથા મુજબ બેટમેનની છુપી ઓળખ એક સમૃદ્ધ ઉદ્યોગપતિ, સમાજસેવક અને રમતીયાળ યુવક એવા 'બ્રુસ વેઇન' (Bruce Wayne) તરીકેની હોય છે, જે બાલ્યાવસ્થામાં પોતાનાં માતા-પિતાની હત્યાનો સાક્ષી હોય છે. વેઇન અસામાજીક તત્વો અને ગુનેગારો સામે લડવા માટે પોતાની જાતને શારીરિક અને બૌધિક બન્ને રીતે તૈયાર કરે છે, અને ચામાચિડિયા પર આધારીત એક પોશાક શૈલી તૈયાર કરે છે.[૧]

ત્યારબાદ આ પ્રસિદ્ધ કથા આધારીત ચલચિત્રનું પણ હોલીવુડ ખાતે નિર્માણ કરવામાં આવ્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. title = The DC Comics Encyclopedia | pages = 40–44 | publisher = Dorling Kindersley | place = London | year = 2008 | isbn = 0-7566-4119-5
Batman વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી