ભગવતીકુમાર શર્મા

વિકિપીડિયામાંથી
ભગવતીકુમાર શર્મા
ભગવતીકુમાર શર્મા મુંબઈ ખાતે, ૧૯૯૯
ભગવતીકુમાર શર્મા મુંબઈ ખાતે, ૧૯૯૯
જન્મનું નામ
ભગવતીકુમાર હરગોવિંદ શર્મા
જન્મભગવતીકુમાર હરગોવિંદ શર્મા
(1934-05-31)31 May 1934
સુરત, ગુજરાત, ભારત
મૃત્યુ5 September 2018(2018-09-05) (ઉંમર 84)
સુરત
વ્યવસાયલેખક, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ.
નોંધપાત્ર સર્જન
  • સંભવ,
  • ઊર્ધ્વમૂલ (૧૯૮૧),
  • અસૂર્યલોક (૧૯૮૭),
  • સમયદ્વીપ
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો૧૯૪૮ - ૨૦૧૮
જીવનસાથી
જ્યોતિબહેન
(લ. 1953; તેણીના મૃત્યુ સુધી 2009)
સહી

ભગવતીકુમાર શર્મા (૩૧ મે ૧૯૩૪ – ૫ સપ્ટેમ્બર ૨૦૧૮) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી.[૧][૨]

તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.[૧]

૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સુરત ખાતે તેમનું અવસાન થયું હતું.[૩]

સર્જન[ફેરફાર કરો]

તેમનું સર્જન નીચે પ્રમાણે છે:[૧][૨][૪]

નવલકથા[ફેરફાર કરો]

  • અસૂર્યલોક (૧૯૮૭) (સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા)
  • ઊર્ધ્વમૂલ (૧૯૮૧)
  • સમયદ્વીપ
  • આરતી અને અંગાર (1956)
  • વીતી જશે આ રાત?
  • રિક્તા
  • ના કિનારો ના મઝધાર (1965)
  • વ્યક્તમધ્ય

નવલિકા[ફેરફાર કરો]

  • દીપ સે દીપ જલે (1959)
  • હૃદયદાનં (1961)
  • રાતરાણી (1963)
  • છિન્ન ભિન્ન (1967)
  • અડાબીડ (1985)
  • વ્યર્થ કક્કો - છળ બારાખડી (1979)
  • તમને ફુલ દીધાનું યાદ (1970)
  • મહેક મળી ગઈ (1965)

નિબંધ[ફેરફાર કરો]

  • શબ્દાતીત
  • બિસતંતુ

અન્ય[ફેરફાર કરો]

  • સંભવ (છંદો)
  • પાંદડાં જેનાં (કાવ્ય સંગ્રહ)
  • ઉજાગરો (કાવ્ય સંગ્રહ)
  • સરળ શાસ્ત્રીજી (જીવન ચરિત્ર)
  • નિર્લેપ (ભાગ-૧,૨,૩,૪) (હાસ્ય લેખો)
  • સાત યુગોસ્લાવ વાર્તાઓ (અનુવાદ)
  • આષાઢનો એક દિવસ નામના (અનુવાદ)
  • શ્વાસ ઉચ્છ્વાસ (સંપાદન)
  • ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ (સંપાદન)

પુરસ્કાર[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Bhagwatikumar Sharma". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૪.
  2. ૨.૦ ૨.૧ Mohan Lal (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: sasay to zorgot. Sahitya Akademi. પૃષ્ઠ ૩૯૭૭–૩૯૭૮. ISBN 978-81-260-1221-3.
  3. Newsd (2018-09-05). "Gujarati author, journalist, Bhagwatikumar Sharma passed away". News and Analysis from India. A Refreshing approach to news. (અંગ્રેજીમાં). મેળવેલ 2018-09-05.
  4. ૪.૦ ૪.૧ Emmanuel Sampath Nelson, Nalini Natarajan (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ ૧૨૦-૧૨૧. ISBN 9780313287787.
  5. Datta, Amaresh (૧૯૯૪). Encyclopaedia of Indian Literature: Supplementary entries and index. 6. Sahitya Akademi.
  6. ૬.૦ ૬.૧ "Bhagwatikumar Sharma gets Sahitya Ratna Award". The Times of India. ૧૬ માર્ચ ૨૦૧૭. મેળવેલ ૧૬ માર્ચ ૨૦૧૭.
  7. "SGU to award D.Litt to luminaries". The Indian Express. ૧૮ ઓક્ટોબર ૧૯૯૯. મૂળ માંથી 2014-07-26 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જુલાઇ ૨૦૧૪.
  8. "Bhagwati Kumar Sharma, Ankit Trivedi receive Harindra Dave award". DeshGujarat. Mumbai. ૨ ઓક્ટોબર ૨૦૧૨. મેળવેલ ૧૮ જુલાઇ ૨૦૧૪.
  9. "Bhagwati Kumar Sharma awarded Vali Gujarati Ghazal Award". The Times of India. Surat. ૩ ફેબ્રુઆરી ૨૦૧૨. મેળવેલ ૧૮ જુલાઇ ૨૦૧૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]