ભગવાન દાસ

વિકિપીડિયામાંથી
ભગવાન દાસ
જન્મ૧૨ જાન્યુઆરી ૧૮૬૯ Edit this on Wikidata
મૃત્યુ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૮ Edit this on Wikidata
વારાણસી Edit this on Wikidata
અભ્યાસdoctorate Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata

ભગવાન દાસ (જાન્યુઆરી ૧૨, ૧૮૬૯ - સપ્ટેમ્બર ૧૮, ૧૯૫૮) ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર હતા. થોડો સમય તેઓએ બ્રિટિશ ભારતની ધારાસભામાં પણ સેવા આપી. તેઓ ભારતની સ્વતંત્રતાના પક્ષધર હતા. તેમને ૧૯૫૫માં ભારત રત્નથી સન્માનવામાં આવ્યા.

ભગવાન દાસનો જન્મ વારાણસીમાં થયેલો. સ્નાતક થયા પછી ૧૮૯૪માં એની બેસન્ટનાં પ્રવચનોથી પ્રભાવીત થઈ તેઓ થીઓસૉફિકલ સોસાયટીમાં જોડાયા. અસહકારની ચળવળ દરમિયાન તેઓ કોંગ્રેસમાં જોડાયા.

એની બેસન્ટ સાથે મળી તેઓએ ’સેન્ટ્રલ હિંદુ કોલેજ’ની સ્થાપના કરી જે પછીથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય બન્યું. ભગવાન દાસે તે પછી કાશી વિદ્યાપીઠની પણ સ્થાપના કરી અને આ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનાં વડા તરીકે સેવા આપી. ભગવાન દાસ સંસ્કૃતનાં વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને હિંદીમાં ૩૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા.[૧]

નવી દિલ્હીમાં એક રસ્તાને તેમનું નામ અપાયું છે અને વારાણસીના સિગ્રા વિસ્તારની એક વસાહતને ’ડૉ.ભગવાન દાસ નગર’ નામ અપાયું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "પદ્મ પુરસ્કાર યાદી (૧૯૫૪-૨૦૦૭)" (PDF). ગૃહ મંત્રાલય. મૂળ (pdf) માંથી 10 એપ્રિલ 2009 પર સંગ્રહિત. મેળવેલ 26 November 2010.