લખાણ પર જાઓ

ભરુચ જંકશન રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
ભરુચ જંકશન – પ્લેટફોર્મબોર્ડ

ભરુચ જંકશન રેલ્વે સ્ટેશન (અંગ્રેજી:Bharuch Junction) એ ભરુચ, ગુજરાતમાં આવેલું એક રેલ્વે સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશન ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વેનાં સંચાલન હેઠળ આવે છે.

ભરુચ જંકશન મુંબઈ-અમદાવાદ રેલ્વેલાઇન પર આવેલું છે, અને પશ્ચિમ રેલ્વે વિભાગમાં આવે છે. અહિંયાથી ચેન્નઈ, તિરુઅનંતપુરમ, મૈસુર, બેંગ્લુરુ, પુને, મુંબઇ, જયપુર, જોધપુર, દિલ્હી, દહેરાદુન, મુજ્જફરનગર, બરૈલી અને જમ્મુથી સીધું બ્રોડગેજ જોડાણ છે. તે ગુજરાતનાં મોટાભાગના શહેરો જેવાં કે અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, જામનગર અને પોરબંદર સાથે જોડાયેલું છે. થોડા સમય પહેલાં અહીં થી દહેજ જવા માટેના રેલ્વે માર્ગનું નેરોગેજમાંથી બ્રોડગેજમાં બદલવાનું કાર્ય પૂર્ણ કરી સફળતાપૂર્વક રેલ સેવા ચાલુ કરવામાં આવી છે. ભરુચ રેલ્વે સ્ટેશનને પાંચ પ્લેટફોર્મ અને કુલ ૪ ટ્રેક્સ છે.[]

રેલ માર્ગ

[ફેરફાર કરો]

ભરુચ જંકશન રેલ્વે સ્ટેશનથી પસાર થતા રેલમાર્ગ :

  • મુંબઈ – નવી દિલ્હી વાયા કોટા જંકશન (બ્રોડગેજ લાઈન)
  • મુંબઈ – અમદાવાદ વાયા વડોદરા (બ્રોડગેજ લાઈન)
  • ભરુચ - દહેજ (બ્રોડગેજ લાઈન)

અગત્યની રેલ સેવાઓ

[ફેરફાર કરો]

અહીંથી પસાર થતી અગત્યની ટ્રેનો આ મુજબ છે :

  • 12009/10 અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ (Ahmedabad Shatabdi Express)
  • 11453/54 પ્રેરણા એક્સપ્રેસ (Prerana Express)
  • 12961/62 અવન્તિકા એક્સપ્રેસ (Avantika Express)
  • 19707/08 અરાવલી એક્સપ્રેસ (Aravali Express)
  • 12953/54 અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ (August Kranti Rajdhani Express)
  • 12833/34 હાવરા અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ (Howrah Ahmedabad Superfast Express)
  • 19019/20 દહેરાદૂન એક્સપ્રેસ (Dehradun Express)
  • 19023/24 ફિરોઝપુર જનતા એક્સપ્રેસ (Firozpur Janata Express)
  • 12901/02 ગુજરાત મેલ (Gujarat Mail)
  • 14707/08 રાણકપુર એક્સપ્રેસ (Ranakpur Express)
  • 22451/52 ચંદીગઢ બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ (Chandigarh Bandra Terminus Superfast Express)
  • 22901/02 બાંદ્રા ટર્મિનસ ઉદયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (Bandra Terminus Udaipur Superfast Express)
  • 11095/96 અહિંસા એક્સપ્રેસ (Ahimsa Express)
  • 19131/32 કચ્છ એક્સપ્રેસ (Kutch Express)
  • 19109/10 ગુજરાત ક્વીન (Gujarat Queen)
  • 12925/26 પશ્ચિમ એક્સપ્રેસ (Paschim Express)
  • 12215/16 દિલ્હી સરાઇ રોહિલ્લા બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ (Delhi Sarai Rohilla Bandra Terminus Garib Rath Express)

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "IndianRailInfo.com".