ભાખરી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભાખરી એ ઘઉં ના લોટમાંથી બનતી વાનગી છે. આ વાનગી માટે ઘઉંનો લોટ થોડો કરકરો,જાડો દળેલો હોય છે, તેમાં તેલનું મોણ નાખી, મીઠું (લવણ) નાખી અને કઠણ લોટ બાંધવામાં આવે છે. તેને રોટલી કરતાં થોડી જાડી વણવામાં આવે છે, અને તાપ પર તાવડી કે લોઢીમાં શેકવામાં આવે છે. ભાખરીમાં જાડો (ઘઉંનાં થુલા સહીતનો) લોટ વાપરવાને કારણે તેમાં રેષાનું પ્રમાણ વધુ રહે છે જે કારણે તે વધુ પૌષ્ટીક ગણાય છે. ગુજરાતી લોકોમાં લગભગ રાત્રીભોજનમાં આ વાનગીનો સમાવેશ કરાયેલો હોય છે. ભાખરીને શાક, દાળ કે દૂધ સાથે જમવામાં આવે છે.