ભારતના ભાગલા

વિકિપીડિયામાંથી
ભારતના ભાગલા
ભારતના ભાગલા

ઇ. સ. ૧૯૪૭ માં જ્યારે બ્રિટિશ ભારત ને સ્વતંત્રતા મળી તો સાથે સાથે ભારતના ભાગલા કરીને ૧૪ ઓગસ્ટે પાકિસ્તાની ડોમિનિયન (બાદમાં ઇસ્લામી જમ્હૂરિયા એ [[પાકિસ્તાન]) અને ૧૫ ઓગસ્ટે ભારતીય યૂનિયન (બાદમાં ભારત ગણરાજ્ય)ની સ્થાપના કરવામાં આવી. આ ઘટનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતને પૂર્વ પાકિસ્તાન અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં વહેંચવામાં આવ્યું અને આ જ રીતે બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાન અને ભારતના પંજાબ રાજ્યમાં વહેંચવામાં આવ્યું. આ જ વખતે બ્રિટિશ ભારતમાંથી સીલોન (હવે શ્રીલંકા) અને બર્મા (હવે મ્યાનમાર) ને પણ અલગ કરવામાં આવ્યું. પરંતુ તેમને ભારતના ભાગલામાં ગણવામાં આવતું નથી. નેપાલ અને ભૂતાન આ વખતે પણ સ્વતંત્ર રાજ્ય હતા અને ભાગલાની અસર તેમને કોઈ પડી નહોતી.

૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ની અડધી રાતે ભારત અને પાકિસ્તાન કાનૂની રસમથી બે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. પાકિસ્તાનની સત્તા પરિવર્તનની રસમ ૧૪ ઓગસ્ટે કરાંચી શહેરમાં કરવામાં આવી, જેથી છેલ્લા બ્રિટિશ વાઇસરોય લુઇસ માઉંટબૈટન કરાંચી અને નવી દિલ્લી બન્ને જગ્યાની વિધીમાં ભાગ લઇ શકે. આથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ૧૪ ઓગસ્ટ અને ભારતનો ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવે છે.

ભારતના વિભાજનથી કરોડો લોકોના જીવન પર અસર થઇ. વિભાજન દરમિયાન થયેલી હિંસાની હોળીમાં આશરે ૫ લાખ લોકો માર્યા ગયા, અને આશરે ૧.૪૫ કરોડ શરણાર્થિઓએ પોતાના ઘર-બાર છોડીને પોતાના સંપ્રદાયની બહુમતિ વાળા દેશમાં શરણ લીધી; જેમ કે, ઘણા મુસ્લિમો પાકિસ્તાન ગયા જ્યારે ઘણા હિન્દુ અને શીખ લોકો પાકિસ્તાન છોડી ભારત આવ્યા.

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

ભાગલાની પ્રક્રિયા[ફેરફાર કરો]

સંપત્તિના ભાગલા[ફેરફાર કરો]

કોમી રમખાણો[ફેરફાર કરો]

સ્થળાંતર[ફેરફાર કરો]

શરણાર્થી[ફેરફાર કરો]

સાહિત્ય અને સીનેમામાં ભારતનાં ભાગલા[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

ટીકા[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]