લખાણ પર જાઓ

ભારતીય સંસદ

વિકિપીડિયામાંથી
ભારત ગણરાજ્યની સંસદ
Coat of arms or logo
પ્રકાર
પ્રકાર
દ્વિગૃહી
સભાગૃહોરાજ્યસભા
લોકસભા
નેતૃત્વ
જગદીપ ધનખર (અપક્ષ)
૧૧, ઓગસ્ટ ૨૦૧૭ થી
ઓમ પ્રકાશ બિરલા (ભાજપા)
૨૩ મે, ૨૦૧૯ થી
બેઠકો૭૯૦
૨૪૫ રાજ્યસભાના સભ્યો
૫૪૫ લોકસભાના સભ્યો
ચૂંટણીઓ
લોકસભા છેલ્લી ચૂંટણી
ભારતની સામાન્ય ચુંટણી, ૨૦૧૯
રાજ્યસભા છેલ્લી ચૂંટણી
ભારતની સામાન્ય ચુંટણી, ૨૦૧૯
બેઠક સ્થળ
સંસદ ભવન, નવી દિલ્હી, ભારત
વેબસાઇટ
Rajya Sabha Website
Lok SabhaWebsite

પ્રજાસત્તાક ભારતની સંસદ (સામાન્ય રીતે તે ભારતીય સંસદ તરીકે ઓળખાય છે) એ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે.

સંસદમાં ઉપલું ગૃહ, રાજ્યસભા અને નીચલું ગૃહ, લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદભવનમાં (સામાન્ય રીતે સંસદ માર્ગ તરીકે જાણીતું છે) જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદસભ્ય, સાંસદ કે એમપી (MP) તરીકે ઓળખાય છે. લોકસભાના સંસદસભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદસભ્યો, રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા અનુપાતિક મતદાનથી ચૂંટાય છે. સંસદ ૭૮૮ સંસદ સભ્યો ધરાવે છે (મહત્તમ ૭૯૫ હોઈ શકે), જેઓ દુનિયામાં સૌથી વધારે લોકતાંત્રિક મતદાતાઓને અને દુનિયાના તમામ દેશોમાં સૌથી વધુ પાર-રાષ્ટ્રીય લોકતાંત્રિક મતદાતાઓને (૨૦૦૯માં ૭૧,૪૦,૦૦,૦૦૦ લાયક મતદાતાઓ) સેવા આપે છે.[][]

લોકસભાના હાલના ૫૪૩ સભ્યો (બંધારણ મુજબ મહત્તમ ૫૫૦ હોઈ શકે) માંથી, ૫૨૪ સભ્યો રાજ્યમાં પ્રાદેશિક મતદાર ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે, ૧૯ કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, આમ આ રીતે સંસદ કાયદા અનુસાર પસંદગી કરી શકે છે. આ સભ્યો પાંચ વર્ષ સુધીની અવધિ માટે, જ્યાં સુધી સામાન્ય ચૂંટણીઓ યોજાય નહીં ત્યાં સુધી સેવા આપે છે. ૨ સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા એંગ્લો ઇન્ડિયન સમાજના પ્રતિનિધિ તરીકે કરવામાં આવતી હતી પણ હાલમાં આ ૧૦૪થા બંધારણીય સુધારાથી સ્થગિત કરવામાં આવી છે જે ૨૦૨૪ની ૧૮મી લોકસભાથી લાગુ થશે. સંસદની બેઠકો રાજ્યોની વચ્ચે એવી રીતે વહેંચી દેવામાં આવે છે કે રાજ્યોની સંખ્યા અને જનસંખ્યા વચ્ચેનો ગુણોત્તર, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દરેક રાજ્ય માટે એકસમાન રહે.

રાજ્યસભાના ૨૪૫ સભ્યો એક સાથે નહી પરંતુ જુદા જુદા અંતરાલમાં ૬ વર્ષની અવધિ સુધી સેવા આપે છે. આ સભ્યોમાંથી ૧૨ સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને આ સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સામાજિક સેવાનાં ક્ષેત્રો સાથે સંકળાયેલી, વિશેષ જ્ઞાન ધરાવતી અથવા વ્યવહારિક અનુભવ ધરાવતી વ્યક્તિઓ હોઈ શકે છે. રાજ્યસભાના ૨૩૨ સભ્યો, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે, જેમને એકલ સંક્રમણીય મત(સિંગલ ટ્રાન્સફરેબલ વોટ) દ્વારા અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર, રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. દર બે વર્ષે, રાજ્યસભાના લગભગ એક તૃત્યાંશની ચૂંટણી એક સમયે કરવામાં આવે છે.

ભારતીય સંસદ

[ફેરફાર કરો]

ઇતિહાસ

[ફેરફાર કરો]

પ્રારંભિક સ્તરે, સંસદ રાષ્ટ્રપતિ ભવનનો ભાગ બને એવી રચના કરવામાં આવી હતી. પણ 1919માં મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારા અનુસાર, તેને ભારતીય સંસદના રૂપમાં તૈયાર કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

ભારતીય સંસદને બે ગૃહો છે:

  • નીચલું ગૃહ (લોક સભા)
  • ઉપલુ ગૃહ (રાજ્ય સભા)

લોક સભા

[ફેરફાર કરો]

લોક સભા (હિન્દી/ગુજરાતીમાં) "હાઉસ ઑફ પીપલ" અથવા નીચલા ગૃહ તરીકે પણ જાણીતી છે. તેના મોટા ભાગના સભ્યો ભારતીય નાગરિકો દ્વારા સીધા જ ચૂંટવામાં આવે છે. દરેક નાગરિક જે ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવે છે, તે લિંગ, જાતિ, ધર્મ અથવા જ્ઞાતિને ધ્યાનમાં રાખ્યા વગર મત આપવા માટે લાયક છે.

ભારતીય બંધારણની કલ્પના અનુસાર લોકસભા વધુમાં વધુ ૫૫૨ સભ્યો ધરાવી શકે છે. તેની અવધિ પાંચ વર્ષ સુધી છે.લોકસભાના સભ્યપદ માટેની લાયકતો આ પ્રમાણે છેઃ વ્યક્તિ ભારતનું નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ અને તે ૨૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી, માનસિક સ્થિરતા ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ, તે વ્યક્તિએ નાદારી ન નોંધાવેલી હોવી જોઈએ અને તેની વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી ન હોવી જોઈએ. ૫૩૦ જેટલા સભ્યો રાજ્યોમાંથી જિલ્લા દીઠ એકની ગણતરીએ, ૨૦ સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટવામાં આવે છે અને જો રાષ્ટ્રપતિને એવું લાગે કે એંગ્લો-ઈન્ડિયન સમુદાયમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એ સમુદાયમાંથી વધુમાં વધુ બે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. લોકસભા ૫૪૫ સભ્યો ધરાવે છે, તેમાંની કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત છે.

રાજ્ય સભા

[ફેરફાર કરો]

રાજ્ય સભા, "કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ" અથવા ઉપલા ગૃહ તરીકે પણ જાણીતી છે. તેના સભ્યો રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.

રાજ્યસભામાં કુલ મળીને ૨૫૦ સભ્યો હોય છે. તેની ચૂંટણી માટે નિર્ધારિત સમય હોય છે અને રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થઈ શકતું નથી. દરેક સભ્યની અવધિ ૬ વર્ષની હોય છે અને દર બે વર્ષે એક તૃત્યાંશ બેઠકો માટે મતદાન યોજાય છે.

  • રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યોના પ્રતિનિધિઓની ચૂંટણી એકલ સંક્રમણીય મત દ્વારા અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર થાય છે.
  • આ રાજ્યસભા ની ચુંટણી પરોક્ષ રીતે કરવા માં આવે છે અને ચૂંટણી નો સિદ્ધાંત સપ્રમાણ પ્રતિનિધિત્વ હોય છે.
  • કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓને પરોક્ષ રીતે અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર તે ક્ષેત્ર માટેના એક મતદાર મંડળના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.

રાજ્યસભાને દેશની સંઘરાજ્યની લાક્ષણિકતા જાળવી રાખવા માટે તૈયાર કરવામાં આવી છે. રાજ્યોમાંથી સભ્યોની સંખ્યાનો આધાર, રાજ્યની જનસંખ્યા પર રહેલો છે (ઉ.દા. ઉત્તર પ્રદેશમાંથી ૩૧ અને નાગાલેંડમાંથી એક).

રાજ્યસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની લઘુત્તમ વય ૩૦ વર્ષની હોવી જોઈએ.

કાર્ય, કાર્યપ્રણાલીઓ અને સમિતિઓ

[ફેરફાર કરો]

સંસદ, પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ અને બંને ગૃહોની બનેલી છે. કાયદા ઘડવાની પ્રક્રિયામાં લોકસભા અને રાજ્યસભા સમાન રીતે ભાગીદાર છે; તેમ છતાં, બંધારણે લોકસભાને કેટલીક ખાસ સત્તા આપેલી છે. વાર્ષિક આવક એકઠી કરવાના અથવા ”નાણા” અંગેના વિધેયકો લોકસભામાંથી જ પારિત્ કરવા મા આવે છે.રાજ્યસભા લોકસભામાંથી આવેલાં આ વિધેયકો ઉપર 14 દિવસના સમયગાળામાં માત્ર ભલામણો સૂચવી શકે છે. ત્યારબાદ વિધેયક બંને ગૃહોમાં સ્વીકારેલું ગણવામાં આવે છે.

કાર્યપ્રણાલી અને સમિતિઓ

[ફેરફાર કરો]

કાયદો ઘડવાની પ્રણાલીઓ

[ફેરફાર કરો]

ભારતની કાયદો ઘડવાની પદ્ધતિઓ યુનાઈડેટ કિંગડ્મની સંસદના મૉડલના અનુસરણમાં બની છે અને તેથી તેમની સાથે ઘણી સમાનતા ધરાવે છે.

સંસદીય સમિતિઓ

[ફેરફાર કરો]

સંસદીય પ્રણાલીમાં સંસદીય સમિતિઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે સંસદના વહીવટ અને સામાન્ય જનતા વચ્ચે એક જીવંત કડીરૂપ છે.

બે પરિબળોના કારણે સમિતિઓના ઉદ્દભવની જરૂરિયાત ઊભી થઈ, પહેલી, ધારાસભા દ્વારા વહીવટી ક્રિયા-પ્રતિક્રિયાઓ અંગે સાવધાની રાખવાની જરૂરિયાત, અને બીજી એ કે આધુનિક ધારાસભા પર આ દિવસોમાં મર્યાદિત સમયગાળામાં ભારે પ્રમાણમા કામના નિકાલનો વધુ બોજો રહે છે. આમ દરેક બાબત સારી રીતે અને વ્યવસ્થિત રીતે ઝીણવટતાપૂર્વક સંસદની બેઠક સમક્ષ વિચાર કરવા ગણતરીમાં લેવામાં આવે તે અશક્ય બને છે. જો કાર્યને સમજદારીભરી સંભાળ સાથે પૂર્ણ કરવામાં આવે, તો સ્વાભાવિક રીતે કેટલીક સંસદીય જવાબદારી જેમાં સમગ્ર સંસદનો વિશ્વાસ રહેલો હોય એવી સમિતિઓના ભરોસે મૂકી શકાય. આમ, સંસદનું કેટલુંક કાર્ય સમિતિના ભરોસે સોંપવું એ સામાન્ય બની ગયું છે. આમ કરવું વધુ આવશ્યક પણ બન્યું છે કારણ કે તેને જે બાબત સોંપવામાં આવી હોય તે બાબતે સમિતિ વિશેષજ્ઞતા પણ પૂરી પાડે છે.

એક સમિતિમાં મુદ્દાની વિસ્તારપૂર્વક ચર્ચા થાય છે, મુક્તતાપૂર્વક દૃષ્ટિકોણની રજૂઆત થાય છે, મુદ્દાને ઊંડાણપૂર્વક ધંધાદારી નિરપેક્ષતાથી અને સ્વસ્થ વાતાવરણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. મોટાભાગની સમિતિઓમાં, જ્યાં આવેદનપત્રો સાથે ભલામણો લેવાની હોય ત્યારે, જાહેર જનતા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલી હોય છે, સમિતિને આખરી મત પર આવવામાં મદદરૂપ બનવા સ્થળ પર જ અભ્યાસો કરવામાં આવે છે અને મૌખિક પુરાવાઓ મેળવવામાં આવે છે.

સંસદીય સમિતિઓ બે પ્રકારની હોય છેઃ કામચલાઉ સમિતિઓ અને સ્થાયી સમિતિઓ.

સ્થાયી સમિતિઓ
[ફેરફાર કરો]

સંસદના દરેક ગૃહને સ્થાયી સમિતિઓ હોય છે, જેમ કે વ્યાપારી સલાહ સમિતિ, પિટિશનો ઉપરની સમિતિ, લાભો અંગેની સમિતિ અને નિયમો અંગેની સમિતિ, વગેરે.

સ્થાયી સમિતિઓ કાયમી અને નિયમિત હોય છે, સંસદમાં વ્યાપારની પ્રક્રિયા અને વર્તણૂક અંગેના નિયમો અને સંસદીય કાયદાની જોગવાઈઓના અનુસરણમાં સમયાંતરે તેમનું ગઠન થાય છે. આવી સમિતિઓનું કાર્ય નિરંતર પ્રકારનું હોય છે. નાણાકીય સમિતિઓ, ડીઆરએસસી (DRSCs-Departmental Related Standing Committees) અને કેટલીક અન્ય સમિતિઓ સ્થાયી સમિતિઓના વર્ગ હેઠળ આવે છે.

આ સમિતિઓ ગૌણ કાયદા હેઠળ આવેલી છે. સરકારી આશ્વાસનો સંબંધી સમિતિ, અંદાજ સંબંધી સમિતિ, પબ્લિક એકાઉન્ટસ પરની સમિતિ અને પલ્બિક અન્ડરટેકિંગ્સ સંબંધી સમિતિ અને વિભાગો સંબંધિત સ્થાયી સમિતિઓ (DRSCs).

કામચલાઉ સમિતિઓ
[ફેરફાર કરો]

કામચલાઉ સમિતિઓ કોઈ ચોક્કસ હેતુ માટે નીમવામાં આવે છે . જ્યારે તેમને સોંપવામાં આવેલું કામ પૂર્ણ થાય અને તેનો અહેવાલ સુપરત કરે ત્યારે તેનું કામ પૂરું થાય છે. સૌથી મહત્ત્વની કામચલાઉ સમિતિઓ વિધેયક સંબંધી પસંદગી અને સંયુક્ત સમિતિઓ છે. રેલ્વે કન્વેન્શન સમિતિ, પંચવર્ષીય યોજનાનો મુસદ્દો ઘડવા અંગેની સમિતિ અને હિન્દી સમકક્ષ સમિતિ જેવી અન્ય સમિતિઓ ચોક્કસ હેતુઓ માટે નીમાયેલી હતી.

સંસદ ગૃહ સંકુલમાં આહાર વ્યવસ્થાપન પરની સંયુક્ત સમિતિ પણ કામચલાઉ સમિતિના વર્ગ હેઠળ આવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Post Store (૨૦૦૯-૦૬-૦૮). "The Washington Post, June 8, 2009". Washingtonpost.com. મેળવેલ 2010-08-17.
  2. Ian Traynor in Brussels (૨૦૦૯-૦૬-૦૭). "The Guardian, Monday 8 June 2009". London: Guardian. મેળવેલ 2010-08-17.