ભોજા ભગત

વિકિપીડિયામાંથી
ભોજા ભગત
જન્મની વિગત૧૭૮૫
મૃત્યુ૧૮૫૦
વીરપુર, ગુજરાત, ભારત
વ્યવસાયખેડૂત, સંત, કવિ
માતા-પિતાકરસન સાવલિયા, ગંગાબાઇ સાવલિયા

ભોજા ભગત (૧૭૮૫-૧૮૫૦),[૧] જેઓ ભોજલ[૨] અથવા ભોજલરામ તરીકે જાણીતા છે, ગુજરાત, ભારતના હિંદુ સંત કવિ હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં[૩] લેઉઆ કણબી[૧][૪] જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા.[૧][૪][૫]

વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો, તે ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે.[૧][૨][૪][૬]

૧૮૫૦માં વીરપુર મુકામે ૬૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. તેમનું સ્મારક મંદિર (ઓતા તરીકે જાણીતું) વીરપુરમાં આવેલું છે.[૭]

સર્જન[ફેરફાર કરો]

તેમના પદોમાં તેઓ પોતાનો ભોજલ તરીકે ઉલ્લેખ કરતા હતા.[૨] કવિ અને ફિલસૂફ તરીકે તેમણે આરતીઓ, ભજનો, ધૂન, કાફી, કિર્તન, મહિમાઓ, પ્રભાતિયા, હોરી, સરવડા, ગોડી અને પ્રભાતિયાં લખ્યા છે પરંતુ તેમના ચાબખાઓ સૌથી વધુ પ્રખ્યાત છે. આ કટાક્ષમય રચનાઓ ભોજા ભગતના ચાબખાઓ તરીકે ગુજરાતીમાં જાણીતી છે. સામાજીક વિસંગતતાઓ પર તેમણે તેમની ભાષામાં કટાક્ષ કર્યો છે. તેમના પદોમાં તેમની કોમળ ભાષા દેખાઇ આવે છે. ભક્તમાળામાં ગોપીઓથી વિખૂટા પડતા કૃષ્ણનું વર્ણન છે. ચાલૈયાખ્યાન અને તેમનું ભજન કાચબો અને કાચબી જાણીતાં છે. તેમનું સર્વદાન વિશ્વ સાથે તાદાત્મય અંગે છે.[૮][૯][૧૦]

પ્રભાવ[ફેરફાર કરો]

તેમનાં અનુયાયીઓ ફતેપુરના દર્શને જાય છે જ્યાં તેમણે તેમના જીવનનો મોટા ભાગનો સમય ગુજાર્યો હતો. ભોજા ભગતના આશ્રમમાં તેમની પાઘડી, ઢોલિયો અને પાદુકાઓ રાખેલ છે.[૧][૧૦] તેમનું ઇંટોનું બનેલું મૂળ ઘર એમનું એમ છે અને તેમની અંગત વસ્તુઓ ત્યાં રાખવામાં આવી છે. આશ્રમને ગાદી-પતિ કહેવાતા મહંત સંભાળે છે.[૧૧][૧૨]

તેમને ઘણાં શિષ્યો હતા જેમાં સૌથી વધુ પ્રભાવશાળી અને જાણીતાં સંતોમાં વીરપુરના જલારામ અને ગારીયાધારના વાલમરામનો સમાવેશ થાય છે.[૫][૭][૧૩][૧૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Gujarat State Gazetteers: Amreli Front Cover. Directorate of Govt. Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Krishnalal M. Jhaveri (૧૯૯૭). Milestones in Gujarati Literature. Asian Educational Services. ISBN 9788120606517. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
  3. Amaresh Datta (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ 506. ISBN 978-81-260-1803-1.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ District census handbook. Director, Govt. Print. and Stationery, Gujarat State. ૧૯૬૪. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
  5. ૫.૦ ૫.૧ "સંત ભોજા ભગત – સંત જલારામ બાપાના ગુરુ « Shri Somnath Mahadev". somnathmahadev.com. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
  6. A Dictionary of Indian Literature: Beginnings-1850 By Sujit Mukherjee page: 54
  7. ૭.૦ ૭.૧ Gujarat (India) (૧૯૭૨). Gujarat State Gazetteers: Amreli. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
  8. Ayyappappanikkar (૧ જાન્યુઆરી ૧૯૯૭). Medieval Indian Literature: Surveys and selections. Sahitya Akademi. પૃષ્ઠ ૧૨૮. ISBN 978-81-260-0365-5.
  9. Akademi, p. 128 Medieval Indian Literature
  10. ૧૦.૦ ૧૦.૧ Ramananda Chatterjee (૧૯૧૫). The Modern review, Volume 17, Issues 2-6. Prabasi Press Private, Ltd. પૃષ્ઠ ૪૪૬. ISSN 0026-8380. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
  11. The Indian P.E.N., Volume 35. P.E.N. All-India Centre. ૧૯૬૯. પૃષ્ઠ ૧૫૪. ISSN 0019-6053. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
  12. Gujarat State Gazetteers: Amreli. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૨. પૃષ્ઠ ૬૪૧. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
  13. Religious Transformation in Modern Asia: A Transnational Movement. BRILL. ૨૭ માર્ચ ૨૦૧૫. પૃષ્ઠ ૧૨૩. ISBN 978-90-04-28971-0.
  14. "Sant Bhoja Bhagat – Guru of Sant Jalaram Bapa « Shri Somnath Mahadev". somnathmahadev.com. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]