મક્કા મસ્જિદ વિસ્ફોટ
મક્કા મસ્જિદનો વિસ્ફોટ ૧૮ મે, ૨૦૦૭ના રોજ હૈદરાબાદના જૂના શહેરી વિસ્તારમાં ચાર-મીનારની નજીક આવેલી મક્કા મસ્જિદમાં થયો હતો. આ વિસ્ફોટ જ્યાં મસ્જીદમાં હાથ પગ ધોવામાં આવે છે તે સ્થળે વિઝુખાના પાસે થયો હતો. મોબાઇલથી નિયંત્રીત પાઇપ બૉમ્બ દ્વારા આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં વપરાયેલા બૉમ્બ ઉપરાંત બે વધુ જીવંત બૉમ્બ ઘટના સ્થળેથી મળી આવ્યા હતા અને પોલીસ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ૧૬ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંના પાંચ લોકો ટોળાને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો માટે પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયા હતા. આ ઘટના પછી ભારતીય રાજનીતિના બે પ્રમુખ રાજનૈતિક દળો - કોંગ્રેસ અને ભાજપ - દ્વારા રાજનીતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોગ્રેસના નેતાઓ દ્વારા હિંદુ આતંકવાદના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અંતે પુરાવાનાં અભાવે ૧૬મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ, એનઆઇએ કોર્ટ દ્વારા તમામ ૧૧ લોકોને આરોપમુક્ત કરવામાં આવ્યા. આમ, હિંદુ આતંકવાદનાં આક્ષેપો પોકળ સાબિત થયા હતા.[૧]
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "मक्का मस्जिद ब्लास्ट मामले में बड़ा फैसला, असीमानंद सहित सभी आरोपी बरी". સમાચાર. દૈનિક જાગરણ. 16 એપ્રિલ 2018. મેળવેલ 29 મે 2018.