લખાણ પર જાઓ

મગની દાળનો શીરો

વિકિપીડિયામાંથી
મગની દાળનો શીરો

મગની દાળનો શીરો એ મગની દાળને પલાળીને ઘી, ખાંડ (સાકર) આદિ ઉમેરીને બનતી વાનગી છે. આ શિરો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થય માટે પૌષ્ટિક છે. તે પચવામાં ભારે હોય છે. તેને બનાવવામાં ખૂબ સમય લાગે છે અને તે ઘણી કડાકૂટ ભર્યું કામ છે.

સામગ્રી

[ફેરફાર કરો]
  • ૧ ભાગ મગની દાળ (મોગર/ફોતરા વગરની)
  • ૧ ભાગ ઘી
  • ૨ ભાગ દૂધ
  • ૧.૨૫ ભાગ ખાંડ
  • કેસર
  • એલચી પાવડર
  • બદામ પિસ્તાની કતરી
  • મગની દાળને ૩-૪ કલાક પલાળી રાખો
  • પાણી નીતારી તેને કરકરી વાટી લો
  • ૨-૩ ચમચા ઘી ગરમ કરો અને તેમાં વાટેલી દાળને ધીમે તાપે શેકો.
  • તોડું થોડું ઘી ઉમેરીને હલાવતાં રહો.
  • આછા બદામી રંગનું થાય કે તેમાં દૂધ ઉમેરો.
  • જ્યારે દૂધનો પ્રવાહી ભાગ ઉડી જાય ત્યારે ખાંડ ઉમેરો.
  • ઘી છૂટું પડે ત્યારે ચુલેથી ઉતારી લો.
  • બદામ પિસ્તાની કતરી, કેસરથી સજાવી પીરસો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]