મહાબલીપુરમ

વિકિપીડિયામાંથી
મહાબલીપુરમ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

મંદિરોનું શહેર મહાબલીપુરમ તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ૬૦ કિમી. દૂર બંગાળની ખાડીના કિનારે સ્થિત છે. પ્રાંરભમાં આ શહેર ને મામલ્લાપુરમ કહેવાતું હતું. તમિલનાડુનું આ પ્રાચીન શહેર પોતાના ભવ્ય મંદિરો, સ્થાપત્ય અને સાગર-કિનારા માટે બહુ પ્રસિદ્ધ છે. સાતમી શતાબ્દીમાં આ શહેર પલ્લવ રાજાઓની રાજધાની હતું. દ્રવિડ વાસ્તુકલાની દૃષ્ટિ એ આ શહેર અગ્રણી સ્થાન રાખે છે.

મુખ્ય આકર્ષણ[ફેરફાર કરો]

અંજરુન્સ પેનેન્સ[ફેરફાર કરો]

આ સ્થળ સૌથી વિશાળ નક્શીકામ માટે જાણીતું છે. આ સ્થાપત્ય ૨૭ મીટર લાંબુ અને ૯ મીટર પહોળું છે. આ સ્થાપત્ય વ્હેલ માછલીની પીઠના આકારના વિશાળ શિલાખંડ પર ઈશ્વર, માનવ, પશુઓ અને પક્ષીઓની આકૃતિઓ કોતરીને બનાવવામાં આવેલું છે. અજરુન્સ પેનેન્સને માત્ર મહાબલિપુરમનું કે તમિલનાડુનું ગૌરવ જ નહીં પણ આખા દેશનું ગૌરવ માનવામાં આવે છે.

સમુદ્ર-તટ મન્દિર[ફેરફાર કરો]

આ મંદિરને દક્ષિણ ભારતમાં આવેલાં સૌથી પ્રાચીન મંદિરોમાં માનવામાં આવે છે, જેનો સંબંધ આઠમી શતાબ્દી સાથે રહેલો છે. આ મંદિર દ્રવિડ વાસ્તુકલાનો બેહતરીન નમૂના તરીકે પ્રસિદ્ધ્ છે. અહીં ત્રણ મંદિર આવેલાં છે. વચમાં ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે, જેની બંન્ને તરફ શિવ મંદિર આવેલાં છે. મંદિર સાથે ટકરાતી સાગરની લહેરો એક અનોખું દૃશ્ય ઉપસ્થિત કરે છે.

રથ[ફેરફાર કરો]

મહાબલિપુરમના લોકપ્રિય રથ દક્ષિણી છેડા પર સ્થિત છે. મહાભારતના પાંચ પાંડવોના નામ પરથી આ રથોને પાંડવ રથ કહેવામાં આવે છે. પાંચમાંથી ચાર રથોને એક જ ચટ્ટાન પર કોતરકામ કરી બનાવવામાં આવેલા છે. દ્રૌપદી અને અર્જુન રથ કક્ષ આકારના છે, જ્યારે ભીમ રથ રખીય આકારનો છે. ધર્મરાજ રથ સૌથી ઊંચો છે.

કૃષ્ણ મંડપ[ફેરફાર કરો]

આ મંદિર મહાબલિપુરમના પ્રારંભિક પત્થરોને કોતરીને બનાવવામાં આવેલાં મંદિરોમાંથી એક છે. મંદિરની દીવાલો પર ગ્રામીણ જીવનની ઝલક જોવા મળે છે. એક ચિત્રમાં ભગવાન કૃષ્ણને ગોવર્ધન પર્વત આંગળી વડે ઉંચકતા દેખાડવામાં આવ્યા છે.

ક્રોકોડાઇલ બેંક[ફેરફાર કરો]

મહાબલિપુરમથી ૧૪ કિમી. દૂર ચૈન્નઈ- મહાબલિપુરમ રોડ પર ક્રોકોડાઇલ બૈંક સ્થિત છે, જ્યાં વિવિધ પ્રકારના મગરો મોટી સંખ્યામાં જોવા મળે છે. આ જગ્યા ઇ. સ. ૧૯૭૬ના વર્ષમાં અમેરિકાના રોમુલસ વિટેકર નામના માણસે સ્થાપિત કરી હતી. સ્થાપના કર્યાના ૧૫ વરસ બાદ અહીં મગરમચ્છોની સંખ્યા ૧૫થી વધીને ૫૦૦૦ થઇ ગઈ હતી. આ સ્થળની નજીકમાં જ વિવિધ પ્રકારના સાપો મોટી સંખ્યામાં જોવા મળે તેવું એક ફાર્મ આવેલું છે.

ગુફાઓ[ફેરફાર કરો]

વરાહ ગુફા વિષ્ણુ ભગવાનના વરાહ અને વામન અવતાર માટે પ્રસિદ્ધ છે. સાથે જ પલ્લવના ચાર મનનશીલ દ્વારપાળોના જૂથ માટે પણ વરાહ ગુફા ચર્ચાય છે. સાતમી શતાબ્દીની મહિસાસુર મર્દિની ગુફા પણ મંદિરની કમાનો પરના નકશીકામ માટે ખાસ્સી લોકપ્રિય છે.

મૂર્તિ સંગ્રહાલય[ફેરફાર કરો]

રાજા સ્ટ્રીટથી પૂર્વ દિશામાં આવેલા આ સંગ્રહાલયમાં સ્થાનીક કલાકારો દ્વારા નકશીકામ કરી બનાવવામાં આવેલી ૩૦૦૦ કરતાં અધિક મૂર્તિઓ જોઇ શકાય છે. સંગ્રહાલયમાં રાખવામાં આવેલી મૂર્તિઓ પિત્તળ, રોડી, લાકડું તેમ જ સીમેન્ટમાંથી બનાવવામાં આવેલી છે.

મુટ્ટુકાડુ[ફેરફાર કરો]

આ સ્થળ મહાબલિપુરમથી ૨૧ કિમી. જેટલા અંતરની દૂરી પર આવેલ છે, જે જળ - ક્રીડા (વોટર સ્પોર્ટસ) માટે લોકપ્રિય છે. આ રમતોમાં નૌકાયન, કેનોઇંગ, કાયકિંગ અને વિન્ડસર્ફિગ જેવી જલક્રીડાઓનો આનંદ માણી શકાય છે.

કોવલોંગ[ફેરફાર કરો]

મહાબલિપુરમથી ૧૯ કિમી. દૂર કોવલોંગનો ખૂબ જ રળીયામણો બીચ રિસોર્ટ આવેલો છે. આ શાંત તેમ જ માછીમારોના ગામમાં (ફિશિંગ વિલેજ)માં એક કિલ્લાના અવશેષો જોવા મળે છે. અહીં તરણ, વિન્ડ સર્ફિંગ તેમ જ અન્ય જળ રમતોની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

મહાબલિપુરમ નૃત્ય પર્વ[ફેરફાર કરો]

આ નૃત્ય પર્વ સામાન્ય રીતે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં મનાવવામાં આવે છે. ભારત દેશના જાણીતા નૃત્યકારો શોર મંદિરની નજીક પોતાની કલાનું પ્રદર્શન કરે છે. પર્વમાં વગાડવામાં આવતા વાદ્યયંત્રોના સંગીત અને સમુદ્રની લહેરો દ્વારા થતા અવાજના પ્રાકૃતિક સંગીતની એક અનોખી આભા અહીં જોવા મળે છે.

મહાબલીપુરમ[ફેરફાર કરો]

વાયુ માર્ગ

મહાબલિપુરમથી ૬૦ કિમી. દૂર સ્થિત ચૈન્નઈ નિકટતમ એયરપોર્ટ છે. ભારતનાં બધાં જ પ્રમુખ શહેરોથી ચૈન્નાઈના માટે વિમાન સેવા ઉપલબ્ધ છે.

રેલ માર્ગ

ચેન્ગલપટ્ટૂ મહાબલિપુરમથી સૌથી નિકટતમ રેલવે સ્ટેશન છે જે ૨૯ કિમી.ના અંતરે આવેલું છે. ચૈન્નઈ અને દક્ષિણ ભારતનાં અનેક શહેરોથી અહીં આવવા માટે રેલગાડીઓની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

સડક માર્ગ

મહાબલિપુરમ તમિલનાડુ રાજ્યનાં પ્રમુખ શહેરો સાથે સડ઼ક માર્ગ દ્વારા જોડાયેલું છે. રાજ્ય પરિવહન નિગમની નિયમિત બસ અનેક શહેરોમાંથી મહાબલિપુરમ જવા માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત અન્ય ખાનગી વાહનો દ્વારા કે પ્રાઇવેટ પ્રવાસી વાહનો દ્વારા પણ અહીં સરળતાથી પંહોચી શકાય છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: