માચુ પીચુ

વિકિપીડિયામાંથી
માચુ પીચુ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

માચુપીચુ (Machu Pikchu, "જુનું શિખર") એક પૂર્વ-કોલમ્બીયન ઈંકા સામ્રાજ્યનું ક્ષેત્ર છે જે સમુદ્ર સપાટીથી ૨૪૩૦મી ઉંચાઈ પર આવેલૌં છે.[૧] આ સ્થળ પેરુમાં આવેલ ઉરુબામાના ખીણ પ્રદેશ જ્યાંથી ઉરુબામા નદી વહે છે તેની ઉપરના શિખરની ધાર પર સ્થિત છે જે કુઝકોથી ૮૦ કિમી વાયવ્યમાં આવેલો છે. આને મોટે ભાગે ઈંકાના ખોવાયેલ શહેર તરીકે ઓળખવામાં આવે છે. માચુપીચુ ઈંકા સામ્રાજ્યનું એક ચિન્હ રૂપ બની ગયું છે.

આ સ્થલ પર લગભગ ઈ.સ. ૧૪૩૦ની આસપાસ ઈંકાઓએ બાંધકામ શરૂ કર્યું પણ તેના ૧૦૦ વર્ષ પછી ઈંકા સામ્રાજ્ય પર સ્પેનીશ વિજય પછી ઈંકનોએ આ સ્થળ છોડી દીધું. જો કે તે સ્થાનીક રીતે જાણીતું હતું, પણ ૧૯૧૧ પહેલાં તે વિશ્વ તેનાથી અજ્ઞાત હતું. હીરમ બીંગહૅમ નામના અમેરીકન ઇતિહાસકાર દ્વારા તેને દ્વારા તેના પર પ્રકાશ પડી આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષીત કર્યું. ત્યારથી, માચુપીચુ એક મહત્ત્વપૂર્ણ પ્રવાસી આકર્ષણ બની ગયું છે.

૧૯૮૧માં માચુપીચુમે પેરુકીય ઐતિહાસિક અભયારણ્ય અને ૧૯૮૩માં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું. સ્પેનીશોએ ઈંકા વિજય ઉપરાંત આ સ્થળને ધ્વસ્ત કર્યું નહતું આથી આ સ્થળને પવિત્ર સ્થળ અને સાંસ્કૃતિક ધરોહર મનાય છે.

માચુપીચુને પરંપરાગત ઈંકાશલિમાં બાંધવામાં આવ્યું હતું, ચકચકીત સૂકી-પાષાણ ભીંત જેની ખાસિયત છે. આ ની મૂળ ઈમારતો છે ઇંતિહુતાના,સૂર્યનું મંદિર, અને ત્રીબારી ખંડ. આ બધા સ્થળો પુરાતત્વીવિદો દ્વારા ઓળખાવાતા માચુપીચુના પવિત્ર જિલ્લામાં આવેલ છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં, પેરુ અને યેલ વિશ્વવિદ્યાલય વચ્ચે એક થયેલ સંધિ અનુસાર હીરમ બીંગહેમ દ્વારા વીસમી સદીમાં લઈ જવાયેલ ઐતિહાસિક અવશેષો પરત કરવાની વાત છે.

દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં[ફેરફાર કરો]

સીક્રેટ ઑફ ઈંકા નામની ફીલ્મ પેરામાઉંટ પીક્ચર્સ દ્વારા કુઝકો અને માચુપીચુ ના સ્થળે ચિત્રિત કરાઈ હતી,આ એક હોલીવુડની મહત્ત્વની ફીલમ હતી. આ ફીલમમાં કામ કરવા ૫૦૦ સ્થાનીકો લોકોને એક્સ્ટ્રા (વધારાના નાયકો) તરીકે બોલાવાયા હતાં. [૨] આ ફીમમાં પેરુવીયન ગાયક ય્મા સુમૅકને કોરી-ટીકાનું પાત્ર ભજવવા મળ્યું હતું. આ ફીલ્મ પછી પેરુમાં પ્રવાસ માં અપૂર્વ વધારો થયો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Historic Sanctuary of Machu Picchu — UNESCO World Heritage Centre". યુનેસ્કો. ૨૦૦૬. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૦૬.
  2. Production Notes - Secret Of The Incas સંગ્રહિત ૨૦૦૯-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન @ TCM Database

ઇતર વાંચન[ફેરફાર કરો]

  • Bingham, Hiram (1979 [1930]) Machu Picchu a Citadel of the Incas. Hacker Art Books, New York.
  • Burger, Richard and Lucy Salazar (eds.) (2004) Machu Picchu: Unveiling the Mystery of the Incas. Yale University Press, New Haven.
  • Frost, Peter (1995) Machu Picchu Historical Sanctuary. Nueves Imágines, Lima.
  • MacQuarrie, Kim. The Last Days of the Incas. Simon & Schuster, 2007. ISBN 978-0-7432-6049-7.
  • Reinhard, Johan (2002) Machu Picchu: The Sacred Center. Lima: Instituto Machu Picchu (2nd ed.).
  • Richardson, Don (1981) Eternity in their Hearts. Regal Books, Ventura. ISBN 0-8307-0925-8, pp. 34–35.
  • Wright, Kenneth and Alfredo Valencia (2000) Machu Picchu: A Civil Engineering Marvel. ASCE Press, Reston.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: