માલધારી

વિકિપીડિયામાંથી

માલધારીપશુપાલનને લગતા વ્યવસાય કરતો એક લોકસમુહ છે. માલધારી શબ્દ ખાસ કરીને ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં વધુ પ્રચલિત છે, આ શબ્દ માલ એટલે પશુધન અને ધારી એટલે ધરાવનારનો બનેલો છે. માલધારી શબ્દનો શાબ્દિક અર્થ પશુધન ધરાવનાર એવો કરી શકાય.

માલધારી સમૂહમાં ભરવાડ,આહીર,મહેર(મેર), રબારી, ચારણ, વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.[૧][૨][૩][૪] આ સમુહ ખાસ કરીને વન્ય વિસ્તાર આજુબાજુનાં મેદાનોમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે, જેથી તેઓનાં પશુઓને ઘાસચારો સરળતાથી મળી રહે છે. માલધારીઓના વસવાટ સ્થળને નેસ તરીકે ઓળખાય છે.[૫][૬] આ ઉપરાંત તેઓની વસ્તી ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે.

સંદર્ભ

  1. ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "ભગવદ્ગોમંડલમાં માલધારી". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૧૧ મે ૨૦૨૧.
  2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  3. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  4. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  5. Rupam Jain Nair (૨ જાન્યુઆરી ૨૦૦૭), Rights gained by the Maldhari tribe over the Gir forest, Reuters, archived from the original on 2013-02-01, https://archive.today/20130201161940/http://www.reuters.com/article/2007/01/02/us-india-forests-idUSDEL25463820070102, retrieved ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ 
  6. Vijaysinh Parmar (૧૨ જુલાઇ ૨૦૧૬), "450 Maldhari families living inside Gujarat's Gir sanctuary", TNN (Times Of India), https://timesofindia.indiatimes.com/city/ahmedabad/450-Maldhari-families-living-inside-Gujarats-Gir-sanctuary/articleshow/53164854.cms, retrieved ૧૨ જુલાઇ ૨૦૧૬