મેકમેક (વામન ગ્રહ)

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
હબલ ટેલિસ્કોપ દ્વારા દેખાયેલ મેકમેક ગ્રહ

મેકમેક, પ્રાચીન વામનગ્રહ શ્રેણીનું નામ, નવા નામ અનુસાર (૧૩૬૪૭૨) મેકમેક, એ ત્રીજો સૌથી મોટો વામન ગ્રહોમાંનો એક છે તે કીપર પટ્ટામાં (શાસ્ત્રીય કીપર બેલ્ટ)આવેલો બે સૌથી મોટા પિંડ માં નો એક છે. આનો વ્યાસ પ્લુટો કરતાં ૩/૪ ગણો છે.[૧] અત્યાર સુધી મેકમેકને કોઈ ઉપગ્રહ હોવાનું જણાયું નથી, આથી તે સૌથી મોટા કીપર બેલ્ટના પિંડોની ખાસ વિશેષતા છે. આના અત્યંત નીચા સરાસરી તાપમાન પરથે જણાય છે કે તેની સપાટી મિથેન, ઈથેન અને શક્યત્ઃ નાયટ્રોજનના બરફ થી છવાયેલી છે.[૨]

શરુઆતમાં આ ગ્રહ ૨૦૦૫ 2005 FY9 તરીકે ઓળખાતો હતો નવી પ્રણાલી અનુસાર આ ગ્રહ વામન ગ્રહ ક્રમાંક ૧૩૬૪૭૨ તરીકે ઓળખાય છે. આ ગ્રહની શોધ ૩૧ માર્ચ , ૨૦૦૫ના માયકલ ઈ. બ્રાઉનના જૂથ દ્વારા થઈ હતી અને આની ઘોષણા ૨૯ જુલાઈ ૨૦૦૫ના થઈ હતી. આનું નામ રાપાનુઈ દેવતા મેકમેકના નામ પર રખાયું હતું. ૧૧ જૂન ૨૦૦૮ ના દિવસે આંતર રાષ્ટ્રીય ખગોળીય સંસ્થાને આ ગ્રહને પ્લુટોઈડ જૂથમાં શામિલ કરવામાટૅના ઉમેદવાર તરીકે નોંધ્યો. પ્લુટોઈડ એ એવા ગહોનો સમુહ છે જે માં નેપચ્યુનની કક્ષાની આગળ ના વામન ગ્રહો કે જેને પ્લુટો,હૉમી અને એરિસની શ્રેણીમાં મુકે છે..[૩][૪][૫][૬]
સંદર્ભ ત્રુટિ: <ref> ટેગ અસ્તિત્વમાં છે, પણ <references/> ઍવો કોઈ ટેગ ન મળ્યો.