યજ્ઞ

વિકિપીડિયામાંથી
યજ્ઞ.

યજ્ઞ એ સનાતન ધર્મમાં સામાન્ય રીતે મંત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચિન અને મહત્વપૂર્ણ ક્રિયા છે.

તાત્પર્ય[ફેરફાર કરો]

ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારનાં કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક શ્વાસ લેવાનો અવસર મળે છે. હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણિમાત્રનને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણમાં સહાયક થાય છે. યજ્ઞ કાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનીત શબ્દ ધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે.

યજ્ઞીય વિજ્ઞાન[ફેરફાર કરો]

સત્સ્વરૂપદાસ ગોસ્વામી યજ્ઞ કરતાં

મંત્રોમાં અનેક શક્તિના સ્રોત દબાયેલા છે. જે પ્રકારે અમુક સ્વર-વિન્યાસ યુક્ત શબ્દોની રચના કરવાથી અનેક રાગ-રાગિણીઓ બની જતી હોય છે અને તેમનો પ્રભાવ સાંભળવાવાળા પર વિભિન્ન પ્રકારે થાય છે, તેજ પ્રકારે મંત્રોચ્ચારણથી પણ એક વિશિષ્ટ પ્રકારનાં ધ્વનિ તરંગ નિકળે છે અને તેમનો ભારી પ્રભાવ વિશ્વવ્યાપી પ્રકૃતિ પર, સૂક્ષ્મ જગત પર તથા પ્રાણિઓના સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરો પર પડે છે. યજ્ઞ દ્વારા શક્તિશાળી તત્ત્વ વાયુમંડળમાં ફેલાવાય છે.

યજ્ઞનો ધૂમાડો આકાશમાં જઈ વાદળ બની જાય છે. વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે, તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેના સેવનથી મનુષ્ય તથા પશુ-પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે.

અનેક પ્રયોજનો માટે-અનેક કામનાઓની પૂર્તિ માટે, અનેક વિધાનો સાથે, અનેક વિશિષ્ટ યજ્ઞ પણ કરી શકાય છે. દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરી ચાર ઉત્કૃષ્ટ સંતાન પ્રાપ્ત કર્યા હતા, અગ્નિપુરાણમાં તથા ઉપનિષદોમાં વર્ણિત પંચાગ્નિ વિદ્યામાં આ રહસ્ય ખૂબ વિસ્તારપૂર્વક બતાવાયું છે. વિશ્વામિત્ર આદિ ઋષિ પ્રાચીનકાળમાં અસુરતા નિવારણ માટે મોટા-મોટા યજ્ઞ કરતાં હતાં. રામ-લક્ષ્મણને આવા જ એક યજ્ઞની રક્ષા માટે સ્વયં જવું પડ્યું હતું. લંકા યુદ્ધ બાદ રામે દસ અશ્વમેધ યજ્ઞ કર્યાં હતાં. મહાભારત પશ્ચાત્ કૃષ્ણે પણ પાંડવો પાસે એક મહાયજ્ઞ કરાવ્યો હતો, તેમનો ઉદ્દેશ્ય યુદ્ધજન્ય વિક્ષોભથી ક્ષુબ્ધ વાતાવરણની અસુરતાનો સમાધાન કરવાનો જ હતો. જ્યારે પણ આકાશના વાતાવરણમાં અસુરતાની માત્રા વધી જાય, તો તેનો ઉપચાર યજ્ઞ પ્રયોજનોથી વધુ બીજો કાંઈ હોઈ ન શકતો.