લખાણ પર જાઓ

યુનિટ ૭૩૧

વિકિપીડિયામાંથી

યુનિટ ૭૩૧[] (અંગ્રેજી: Unit 731; 731部隊 નાના-સાન-ઈચી-બુતાઈ, ચાઈનીઝ: 731部队) એ અત્યંત ગુપ્ત અને જાપાનીઝ ઇમ્પીરિઅલ આર્મી વડે રક્ષાયેલુ યુનિટ હતુ. આ યુનિટ (ટૂકડી) દ્વારા બીજા વિશ્વયુદ્ધ અને બીજા સીનો-જાપાનીઝ યુદ્ધ (૧૯૩૭-૧૯૪૫) દરમ્યાન જીવતા મનુષ્યો પર અત્યંત કૃર પ્રયોગો કરવામા આવ્યાં. જાપાન દ્વારા યુદ્ધ સમયે કરવામા આવેલા અમાનુષી ગુનાઓમાં સૌથી કુખ્યાત ગુનાઓ માટે યુનિટ ૭૩૧ જવાબદાર છે. એ સમયે યુનિટ ૭૩૧નું સ્થળ પીંગફાંગ જિલ્લાના હાર્બીન શહેરમાં આવેલું હતુ, જે મુંચુકો રાજ્યમાં આવેલું છે. મુંચુકો રાજ્ય હાલ ઉત્તર ચીનમાં આવેલું છે.

દુનિયાની આંખે પાટા બાંધવા માટે આ યુનિટ સત્તાવાર રીતે તેની ઓળખ એક સાફ-સુથરા "રોગચાળા નિવારણ અને પાણી શુદ્ધિકરણ વિભાગ" તરીકે આપતું હતું. તે ક્વાન્ટુંગ લશ્કર (关东军 防疫 给水 部 本部 Kantōgun Bōeki Kyūsuibu Honbu)નું યુનિટ હતું જે મૂળ જાપાન સામ્રાજ્યના કેમ્પીટાઈ લશ્કરી પોલીસ હેઠળ કામ કરતુ હતું. ક્વાન્ટુંગ સેનાના અધિકારી જનરલ શિરો ઇશીની દેખરેખ હેઠળ યુનિટ ૭૩૧ યુદ્ધના અંત સુધી કાર્યરત રહ્યું હતું.

લગભગ ૩,૦૦૦થી ૧૨,૦૦૦ જેટલા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો આ ટૂકડીના અમાનુષી પ્રયોગો દરમ્યાન મોતને ભેટ્યાં હતા. અંદાજીત ૬૦૦ની સંખ્યામાં દર વર્ષે કેમ્પીટાઈ લશ્કરી પોલીસ અહી મનુષ્યો પૂરા પાડતી હતી, આ આંકડા માત્ર એકલા યુનિટ ૭૩૧ દ્વારા પીંગફાંગની શિબિરમાં હાથ ધરવામાં આવેલા માનવ પ્રયોગો દરમિયાન મૃત્યુ પામેલા લોકોના છે, જેમાં અન્ય આવી શિબિરો દ્વારા ભોગ લેવામાં આવેલા મૃતકોના આંકડા સમાવિષ્ટ નથી. પીંગફાંગ શિબિરમાં મૃત્યુ પામ્યા હતા, તેમા લગભગ 70% ચીની સામાન્ય નાગરિક સહિત લશ્કરી જવાનો હતા અને 30%થી ઓછા રશિયન હતા. અન્ય કેટલાક દક્ષિણ પૂર્વ એશિયાઈ અને પેસિફિક ટાપુ બાજુની વસાહતના હતા, અને અમુક બીજા વિશ્વ યુદ્ધના યુદ્ધ કેદીઓ પણ હતા. (ઘણા વધુ યુદ્ધકેદીઓ યુનીટ ૭૩૧નો ભોગ બન્યા હતા પરંતુ અન્ય છાવણીઓ પર).

યુનિટ ૭૩૧માં સામેલ એવા ઘણા વૈજ્ઞાનિકોએ પાછળથી રાજકારણ, શિક્ષણ, વેપાર અને તબિબિક્ષેત્રે આગળ પડતી કારકીર્દી પણ બનાવી હતી, તો કેટલાકની સોવિયેત દળો દ્વારા ધરપકડ કરવામાં આવી અને ખબરોસ્ક યુદ્ધ અપરાધ ખટલામાં તેમનો ન્યાય કરવામા આવ્યો, બાકીનાઓએ અમેરિકન દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. અમુક વૈજ્ઞાનિકો પર કાર્યવાહી ન થઈ તેનુ એક કારણ એવુ પણ મનાય છે કે જૈવિક યુદ્ધ માટેના અભ્યાસમાં મેળવેલી અગત્યની જાણકારી અને અનુભવ અમેરીકા માટે ખુબ મૂલ્યવાન હતા.

૬ મે ૧૯૪૭, ડગલસ મેકઆર્થર, સાથી દળોના સુપ્રીમ કમાન્ડર તરીકે વોશિંગ્ટનને લખે છે કે, "વધારાના ડેટા અને શક્યવત: 'જનરલ ઇશી'ના કેટલાક નિવેદનોને ગુપ્ત માહિતી તરીકે જાળવી રાખવામાં આવશે અને તેનો "યુદ્ધ અપરાધોના પુરાવા" તરીકે ઉપયોગ થશે નહીં જેનાથી કદાચ ભલે જાપાનની સામેલગીરી પણ સાબિત થતી હોય." આ સોદાનો નિષ્કર્ષ ૧૯૪૮માં આવ્યો હતો.

ફિલ્મજગતમાં યુનિટ ૭૩૧[]

[ફેરફાર કરો]

યુનિટ ૭૩૧ના ચોંકાવનારા તથ્યો પરથી પ્રેરિત થઈને બનાવાયેલી ફિલ્મો, ધરાવાહીકો અને ગીતો નીચે મુજબ છે.

  • ફિલ્મ
    • મેન બીહાઈંડ ધ સન - ૧૯૮૮
    • ૭૩૧:ટુ વર્ઝન ઓફ અ હેલ - ૨૦૦૭
    • ફિલોસોફી ઓફ અ નાઈફ - ૨૦૦૮
  • ધારાવાહિક
    • ધારાવાહિક 'ધ એક્સ ફાઈલ'નો એપીસોડ '૭૩૧'
    • ધરાવાહિક 'રિજીનેસીસ'નો એપીસોડ 'લેટ ઈટ બર્ન'
  • ગીત
    • આલ્બમ 'ટીયર્સ ઓફ ધ ડ્રેગન'નું ગીત 'ધ બ્રીડીંગ હાઉસ'
    • આલ્બમ 'વર્લ્ડ પેઈન્ટેડ બ્લડ'નું ગીત 'યુનિટ ૭૩૧'

સંદર્ભ

[ફેરફાર કરો]