રંગાવલી નદી

વિકિપીડિયામાંથી
રંગાવલી નદી
સ્થાન
રાજ્યઉચ્છલ તાલુકો
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૩૬.૫૩ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીતાપી નદી

રંગાવલી નદીતાપી નદીની એક નાની ઉપ-નદી છે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં થઈને વહે છે. આ નદીની કુલ લંબાઈ ૩૬.૫૩ કિમી. છે. તેનો ઉદભવ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લામાં આવેલા વિસરવાડી તથા ડાંગ જિલ્લાના કેચમેન્ટ એરીયામાં બાંધવામાં આવેલા એક બંધમાથી થાય છે અને અંત ઉકાઈનાં જળાશયમાં થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યો તેનો ઉપયોગ પાણી સંચય માટે કરે છે, જે માટે ગુજરાતમાં ૪ અને મહારાષ્ટ્રમાં ૬ નાના-મોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં તે તાપી જિલ્લામાં આવેલા ઉચ્છલ તાલુકામાં પ્રવેશે છે. ગુજરાતમાં તેની લંબાઇ ૭.૧૧ કિ.મી. જેટલી છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ ૭ જેટલા પુલો આવેલા છે. મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં તેની પાણી-વહન ક્ષમતા વધુ છે.

આ નદીના કિનારે ઉચ્છલ, નવાપુર તથા રાયપુર જેવા મહત્વનાં તાલુકામથકો તથા ગામો આવેલા છે.

પ્રાચીન સમયમાં આ રંગાવલી નદી પછી ખાનદેશ પ્રાંત ચાલુ થતો હતો, તે એક પ્રકારની ભૌગોલીક સરહદ હતી.